20 Photos: લગ્ન ના 2 વર્ષ પછી થઇ ગયા હતા છૂટાછેડા, 17 ની ઉંમર માં 2 બાળકો ની માં બની ગઈ હતી …..

0

એક સમય ની જાણીતી અને ફેમસ ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયા ને આજે દરેક કોઈ જાણે છે. ટીવી સિરિયલ કસૌટી ઝીંદગી કી માં કોમોલિકા બાસુ નો રોલ નિભાવીને તે ખુબ જ ફેમસ બની ગઈ હતી.
ઉર્વશી ધોળકિયા બિગ બોસ ના સીઝન-6 માં પણ નજરમાં આવી ચુકી છે. ઉર્વશી નું જીવન ખુબ ઉતાર ચઢાવ વાળું ભરેલું રહ્યું હતું. આજે અમે તમને ઉર્વશી ના જીવન સાથે જ જોડાયેલી અમુક વાતો જણાવીશું.
જણાવી દઈએ કે ઉર્વશી નો જન્મ 9 જુલાઈ 1979 માં એક ગુજરાતી પરિવાર માં થયો હતો.હાલ ઉર્વશી 38 વર્ષ ની છે.
6 વર્ષ ની ઉંમર માં લક્સ સાબુ માટે એડ ફિલ્મ કરી હતી. જેના પછી તે ટીવી સિરિયલ ‘દેખ ભાઈ દેખ’ માં નજરમાં આવી હતી જેમાં તેમણે શિલ્પા નો રોલ નિભાવ્યો હતો.ઉર્વશી એ ખુબ જ નાની ઉંમર માં લગ્ન કરી લીધા હતા. જયારે તેમણે લગ્ન કર્યા ત્યારે તેની ઉમર માત્ર 16 વર્ષ ની જ હતી.જેના ચાલતા તે નાની ઉમર માં માતા પણ બની ગઈ હતી. માત્ર 17 વર્ષ ની ઉંમર માં ઉર્વશી ને જુડવા બાળકો સાગર અને ક્ષિતિજ ને જન્મ આપ્યો હતો.જો કે તેના લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા ન હતા અને લગ્ન ના 2 વર્ષ પછી જ ઉર્વશી ના પતિ સાથે છુટા છેડા થઇ ગયા હતા. જેના પછી તેના બન્ને બાળકો ને ઉર્વશી એ એકલા જ મોટા કર્યા હતા. જો કે તેના બંને દીકરાઓ હાલ 22 વર્ષના થઇ ચુક્યા છે.એક ઇન્ટરવ્યૂ માં જયારે ઉર્વશી ને પૂછવામાં આવ્યું કે તે ફરીથી લગ્ન કરવા માંગે છે કે નહિ તેના જવાબ માં ઉર્વશી એ જણાવ્યું કે હું એક સિંગલ મધર છું અને એવામાં મારી ઉપર ઘણા પ્રકારની જવાબદારીઓ રહી છે, મારી પાસે ક્યારેય પણ આ બાબત વિશે વિચારવાનો સમય જ નથી મળ્યો.ઉર્વશી બિગ બોસ સીઝન-6 માં નજરમાં આવી હતી અને દર્શકો ને તેન ખુબ પસંદ પણ કરી હતી.
આ સિવાય તે બિગ બોસ જેવા રિયાલિટી શો ની વિનર પણ બની ચુકી છે.બિગ બોસ જીત્યા પછી તેણે 2 વર્ષ માટે બ્રેક લીધો હતો. તે પોતાનો સમય પોતાના બંને બાળકો ને આપવા માગતી હતી. આ દરમિયાન તેમણે 15 જેટલા શો માં કામ કરવા માટેની પણ ના કહી દીધી હતી.ઉર્વશી ઈચ્છે છે કે તેના બંને દીકરાઓ તે કામ જ કરે જેમાં બંને ની ઈચ્છા હોય અને જે તેઓનું મન કહે. ઉર્વશી પોતાના દીકરાઓ પર કોઈપણ પ્રકારનો દબાવ કરવા માગતી નથી.  Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here