જાણો શા માટે મુકેશ અંબાણી એ લાલડી ઈશા ના લગ્ન માટે પસંદ કર્યો આ દિવસ (12 ડિસેમ્બર), તેની પાછળ છે એક ખાસ કારણ…

0

ગઈ કાલે દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણી ની લાડલી દીકરી ઈશા અંબાણી ના આનંદ પીરામીલ સાથે હિન્દૂ રિવાજો અનુસાર લગ્ન સંપન્ન થયા છે.પણ શું તમે જાણો છો કે અંબાણી પરિવારે ઈશા ના લગ્ન માટે 12 ડિસેમ્બર નો દિવસ શા માટે પસંદ કર્યો.જણાવી દઈએ કે ભગવાન રામ અને માતા સીતા ના લગ્ન માર્ગશીર્ષ શુક્લ પક્ષ પંચમી તિથિ ના રોજ થયા હતા. શાસ્ત્રો ના આધારે માર્ગશીર્ષ મહિનો એટલે કે ગરુડ મહિના ના શુક્લ પક્ષ માં પડનારી આ તિથિ ને વિવાહ પંચમી કહેવામાં આવે છે જે આ વખતે આ દિવસ 12 ડિસેમ્બર ન રોજ આવે છે. આજ કારણ છે કે ઈશા અંબાણી અને આનંદ પીરામીલ ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ યોજવામાં આવ્યા હતા. આ સિવાય આ તારીખ સાથે જોડાયેલી ખાસ માન્યતા છે જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. આ દિવસે લગ્ન કરવાથી પતિ-પત્ની ને ઘણા ફાયદાઓ થાય છે અને તેને લીધે મુકેશ અંબાણી એ પોતાની દીકરી માટે આ તારીખ પસંદ કરી હતી.

શ્રીરામચરિતમાનસમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજ દિવસે ભગવાન શ્રી રામ અને જનકપુત્રી જાનકી(સીતા)ના લગ્ન થયા હતા. જેને લીધે આ દિવસનું એક ખાસ મહત્વ હોય છે.

દૂર થઇ જાય છે સમસ્યાઓ:

એવું માનવામાં આવે છે કે વિવાહ પંચમીના દિવસે જો કોઈના લગ્ન કરવા આવે તો તેઓના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જાય છે. તેના સિવાય જે લોકોના જીવનમાં અન્ય પ્રકારની સમસ્યાઓ આવી રહી છે તેના માટે આજનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે લગ્ન છે તો જીવન ભર તેઓને કોઈપણ પ્રકારની સમસ્યાઓ નથી આવતી.

જો તમે વિવાહ પંચમી ના દિવસે જલ્દી સવારે ઉઠીને સ્નાન કરીને શ્રી રામ વિવાહ નો સંકલ્પ લઈને ભગવાન રામ અને માતા સીતા ની પ્રતિમાઓ સ્થાપિત કરીને તેઓના લગ્ન કરાવો છો તો તમારા જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે અને તમે દરેક કષ્ટો થી પણ દૂર રહેશો. આજ કારણ છે કે મુકેશ અંબાણી એ પોતાની લાડલી દીકરી ઈશા અંબાણી ના લગ્ન માટે 12 ડિસેમ્બર નો દિવસ પસંદ કર્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here