લગ્ન કરવાની લત છે આ વ્યક્તિ ને, 40 વર્ષમાં કરી નાખ્યા 120 લગ્નો…

0

આદતો અને શોખ તો તમે લોકોના ખુબ જોયા હશે પણ અહીં આ વ્યક્તિ નો શોખ હવે આદત બની ચુકી છે. આ વ્યક્તિ ને લગ્ન કરવાનો શોખ લાગી ગયો છે. ચાલો તો તમને તેની કહાની વિશે જણાવીએ.
જે વ્યક્તિ વિશે આજે અમે તમને જણાવીશું તેમણે માત્ર 17 વર્ષની ઉંમરમાં પહેલા લગ્ન કર્યા હતા અને આજે 58 વર્ષ ની ઉંમરમાં તેની 120 પત્નીઓ છે એટલે કે તેમણે પોતાના જીવનના આ 40 વર્ષોમાં 120 લગ્નો કર્યા છે.તે પણ પોતાની આગળની પત્નીઓની મંજૂરી થી. તેનું પારિવારિક જીવન ખુબ જ ખુશીઓ માં વીતી રહ્યું છે. તેની 22 પત્નીઓ ફ્રોમની માં તેના જ ઘરની આસપાસ રહે છે, જયારે બાકીની થાઈલૈંડ ની અન્ય જગ્યાઓ પર રહે છે.
તેમણે જણાવ્યું કે 17 વર્ષની ઉંમરમાં તેના પહેલા લગ્ન થયા હતા. તેની પહેલી પત્ની તેના કરતા બે વર્ષ નાની છે અને બંનેના ત્રણ બાળકો પણ છે. તેના પછી તેના લગ્ન કરવાનો સિલસિલો શરૂ થઇ ગયો.
તંબન નામના આ વ્યક્તિ એ મોટાભાગ ના લગ્ન 20 વર્ષથી નાની યુવતીઓ સાથે કર્યા છે. તે કહે છે કે તેને વધુ ઉંમરની સ્ત્રીઓ પસંદ નથી.જો કે તેમણે એ નથી જણાવ્યું કે હવે આગળ તેની લગ્ન કરવાની ઈચ્છા છે કે નથી.
તંબન કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેમણે જયારે તેની શરૂઆત કરી તો તેને લગ્ન કરવાની લત લાગી ગઈ. તે દરેક નવા ઘરમાં નવી પત્ની ની સાથે જાય છે.  જયારે પણ તે નવા લગ્ન કરે છે ત્યારે તે તેની આગળની પત્નીઓ ને લગ્ન વિશેની જાણકારી આપતા રહે છે. તંબન ની સૌથી નવી હાલની પત્ની નું નામ ‘ફોન’ છે.  Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here