લાગી ગયું ગડા હાઉસ પર સીલ, સડક પર આવી ગયુ ગડા ખાનદાન, બાપુજી ખુદ ગયા સેનોરિકા આઇલેન્ડ, અને પછી જે થયું…

0

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” માં જેઠાલાલનું જીવન પહેલાથી જ ગૂંચવાળા ભર્યું રહ્યું છે. ગોકુલધામ સોસાયટીમાં થનારી હરકત અને હંગામા માં પણ જેઠા લાલનું નામ જ સૌથી પહેલા આવતું હોય છે. હાલના દિવસોમાં ગોકુલધામ સોસાયટીના દુલારા જેઠાલાલ પર મુશ્કીલોના વાદળ છવાયા છે. તેના પર બેંકે 100 કરોડ રૂપિયાનો ફ્રોડ કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. પુરા મામલાની જૉન્સ કરવા માટે ઇન્સ્પેકટર ચાલુ પાંડે સોસાયટી આવે છે, અને ગોકુલધામના લોકોને પૂછતાછ કરે છે. પૂછતાછ પછી પાંડે સાહેબ ને લાગે છે કે આ પુરા મામલામાં ટપુ અને ચંપક ચાચા પણ શામિલ છે.
બેંકે ગડા ઇલેક્ટ્રોનિક્સની સાથે સાથે જેઠાલાલ ના ઘરને પણ સીલ કરી નાખ્યું છે. બાપુજી અને ટપુ આખરે ગોકુલધામ સોસાયટી છોડવાનો નિર્ણય કરે છે અને બધા લોકો ઇમોશનલ બની જાય છે. એવામા કોઈ બે લોકો આવે છે અને તેને કારમાં બેસાડીને સેનોરિકા આઇલેન્ડ લઇ જાય છે. જ્યાં જેઠાલાલ ઐયાશી કરતા નજરમાં આવે છે. જો કે ત્યાં બાપુજીને જેઠાલાલ સાથે વાત કરવાનો મૌકો નથી મળતો. જેવા જ જેઠાલાલ પોતાની સોસાયટીમાં પરત આવે છે કે ગોકુલધામ વાસીઓ તેના પર સવાલોની વર્શા કરવા લાગે છે.જેઠાલાલ તેઓને કંઈપણ જવાબ આપે તેની પહેલા ઇન્સ્પકેટર ચાલુ પાંડે તેને ગિરફ્તાર કરી લે છે. એવામાં બધાના મનમાં એજ ખ્યાલ આવે છે કે શું વાસ્તવમાં જેઠાલાલે 100 કરોડનો ગોટાળો કર્યો છે? બાપુજી અને ટપ્પુનું શું થાશે? શું દયાભાભી હમેંશાંને માટે અમદાવાદ રહેવા માટે ચાલ્યા જાશે? શું જેઠાલાલનું ઘર અનસિલ થઇ શકશે કે નહિ?સવાલ તો બહુ બધા છે જોઈએ કે શું નિર્ણય આવે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!