લાગી ગઈ દુલ્હનના હાથમાં મહેંદી, સામે આવી સોનમ કપૂરની તસ્વીરો…

0

સોનમ કપૂરના ઘરે લગાતાર મહેમાનોની આવ-જાવ લાગી રહી હતી અને તેની તસ્વીરો સામે આવી ચુકી હતી. પણ હવે લગ્નનાં આ ઘરથી અમુક ખાસ તસ્વીરો સામે આવી છે. જણાવી દઈએ કે સોનમના ઘરે મહેંદીની રસ્મ પૂરી થઇ ચુકી છે અને દુલ્હનના હાથની મહેંદીની તસ્વીરો સામે આવી છે.ફેશન ડીઝાઈનર કૃણાલ રાવલે પોતાના ઇનસ્ટાગ્રામ પર મહેંદીનાં ફંકશનની તસ્વીરો અપલોડ કરી છે. તેમાં હાથોમાં મહેંદી લગાવીને સોનમ કપૂર તેની સાથે પોઝ આપી રહી છે. મોટાભાગે મહેંદીની રસમમાં લિલા રંગનાં કપડા પહેરવાનો રીવાજ હોય છે જ્યારે સોનમે પિંક પહેર્યું છે. આ ફોટોસમાં થનારી દુલ્હનિયા ખુબ જ સુંદર અને ખુશ જોવા મળી રહી છે.

મહીપ કપૂરે પણ સોશિયલ મીડિયા પર સોનમ કપૂરની મહેંદીની તસ્વીરો શેઈર કરી છે.સોનમ કપૂર અને આંનદ આહુજાના લગ્નની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. અંતે 8 મૈ નાં રોજ બંનેનાં લગ્ન થવા જઈ રહ્યા છે. શનિવારે પણ સોનમનાં ઘરે સંગીતની રીહર્સલ માટે ઘણા સ્ટાર્સની તસ્વીરો સામે આવી હતી. સોનમ કપૂર 8 મૈ નાં રોજ લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહી છે. માત્ર કપૂર પરિવાર જ નહિ પણ પૂરું બોલીવુડ તેના લગ્નને શાનદાર બાનાવામાં કોઈ કસર છોડવા નથી માગતા. માટે તેના સંગીતની તૈયારીઓ જોરોમાં ચાલી રહી છે. સંગીતના રીહર્સલ માટે ઘણા સ્ટાર્સ સોનમના ઘરે આવી પહોંચ્યા છે. આ દૌરાન અર્જુન કપુર અને કરન જોહરે કઈક આવી રીતે પોઝ આપ્યા હતા.
સોનમના ઘરે વરુન ધવન અને જૈક્લીન:
સંગીતની તૈયારીઓની સાથે સ્ટાર્સ ખુબ જ મસ્તી કરી રહ્યા છે, જુઓ અર્જુન, વરુણ, અને જૈક્લીનની મસ્તી.
દુલ્હે મિયાની સાથે સોનમ કપૂર પણ સંગીતની મજા લઇ રહી છે.
ચાચા સંજય કપૂર કઈક આવા અંદાજમાં નજરમાં આવ્યા.
આ જશ્નની મજા લેવા માટે સંજય કપૂરની દીકરી અને સોનમની કજીન શનાયા કઈક આવા અંદાજમાં નજરમાં આવી.
ફોટોગ્રાફર્સને પોઝ આપી રહેલા ફેશન ડીઝાઈનર કૃણાલ રાવલ.
સંગીત માટે સજેલી આ મહેફિલમાં સોનમનાં કજીન મોહિત મારવાહ પણ આવી પહોંચ્યા હતા. મોહિત પણ હાલ ન્યૂલી મેરીડ છે, તેના લગ્ન આજ વર્ષ ફેબ્રુઆરીમાં દુબઈમાં થયા હતા.
અનિલના ઘરની બહાર એક્ટર અનુપમ ખેરે આવા પોઝમાં નજરમાં આવ્યા હતા. તેણે સોનમને એક સુંદર ગીફ્ટ પણ આપ્યું હતું, જેનો વિડીયો ખુબ જ વાઈરલ થયો હતો.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!