“ક્યુકી સાસ ભી કભી…”ની અભિનેત્રીએ નવરાત્રીમાં પોતાની દિકરીની કરી પૂજા લાગી પગે અને લીધા આશીર્વાદ

0

તમે પણ ક્યુકી સાસ ભી કભી બહુ થા સીરીયલ જોતા જ હતાને, હમણાં નવરાત્રી પૂર્ણ થઇ અને આપણા ત્યાં તો દિકરીને પણ માતાજી’નું સ્વરૂપ માનવામાં આવે છે. ઘણા એવા તહેવારો હોય છે જેમાં આપણે કુંવારી કન્યાઓની પૂજા કરીએ છીએ અને તેમના આશીર્વાદ લઈએ છીએ. બસ આવું જ કઈક કામ કર્યું હતું. નવરાત્રીના તહેવાર દરમિયાન ક્યુંકી સાસભી કભી સીરીયલમાં આ અભિનેત્રી એ તુલસીની દીકરી બતાવવામાં આવી હતી. આ અભિનેત્રીનું નામ છે રીતુ ચૌધરી શેઠ.

નવરાત્રી દરમિયાન નોમના દિવસે તેમણે કુંવારીકાઓને ભોજન કારવ્યું હતું તેના ફોટો તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. ફોટોમાં બંને માતા અને દીકરી બહુ ક્યુટ દેખાઈ રહ્યા છે. આ દિવસે તેણે તેમની દિકરીની પણ પૂજા કરી હતી તેમણે તેમની દિકરીને પગે લાગીને આશીર્વાદ પણ લીધા હતા. તમને જણાવી દઈએ કે રીતુએ ટીવી એક્ટર ગૌતમ શેઠ સાથે લગ્ન કર્યા હતા અને એક્ટિંગ કરવામાંથી તેમણે બ્રેક લીધો હતો.

જયારે તેમણે તેમની દિકરીને જન્મ આપ્યો ત્યારે તેઓ તેની પરવરીશ અને તેની દેખભાળમાં જ સમય વિતાવ્યો હતો. આમ આઠ વર્ષના બ્રેક પછી તેઓ ફરીથી બડે ભૈયાકી દુલ્હનિયા સીરીયલમાં જોવા મળ્યા હતા. અત્યારે તેઓ એ સીરીયલ “નજર” માં દેખાઈ રહી છે.

અહિયાં દર્શાવેલ ફોટોમાં રીતુ તેમની દિકરી ઈવાના સાથે જોવા મળી રહી છે. નવરાત્રીમાં તેમણે તેમની દિકરી સાથે બીજી ઘણી નાની નાની કુંવારી બાળકીઓને ભોજન કરાવ્યું હતું. Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here