ક્યારેય પણ મૈચ જોવા માટે સ્ટેડિયમ નથી આવી સચિન તેંદુલકરની પત્ની, આખરે શા માટે? જાણો હકીકત….

0

આજના સમયમાં વિરાટ, રાહુલ અને રોહિત શર્મા જેવા સ્ટાર ક્રિકેટરો ભારતીય ટીમમાં હોય પણ જાણે કે ક્રિકેટના યુગનો અંત તેજ દિવસ થઇ ગયો હતો જયારે ક્રિકેટ ના ભગવાન સચિને ક્રિકેટ જગતથી સન્યાસ લઇ લીધો હતો. સચિન વગર ક્રિકેટ જોવું જાણે કે એવું લાગતું હતું કે બટેટા વગરના સમોસા ખાવા કે ખાંડ વગરની ચા પીવી. પણ જયારે તે ક્રિકેટ રમતા હતા ત્યારે ટીવી સાથે એવી રીતે ચીપકી જાતા હતા જાણે કે ફેવીકોલથી ચિપકાવી દીધા હોય. આજે અહીં ક્રિકેટર્સની વાઈફ કે ગર્લફ્રેન્ડ તેને ચીયર અપ કરવા મેદાનમાં હોય છે, જયારે સચિન તેંદુલકરની પત્ની ક્યારેય પણ તેનો મૈચ જોવા માટે મેદાનમાં આવતી નથી.આ શો માં કર્યો ખુલાસો:
સચિને ગૌરવ ના ટોક શો બ્રેકફાસ્ટ વિદ ચેમ્પિયનશીપમાં પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ વિશે વિસ્તારમાં જણાવ્યું હતું. આ જ ટોક શો માં સચિને આ વાતનો પણ ખુલાસો કર્યો કે તેની પત્ની અંજલિ તેના દરેક મેચમાં સ્ટેડિયમ માં નથી હોતી. સચિને જણાવ્યું કે વર્ષ 2004 માં ભારતીય ટિમ ઓસ્ટ્રેલિયા ટુર પર હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા નું મેચ ચાલી રહ્યું હતું. સામેથી બ્રેટલી બોલ નાખી રહ્યા હતા. પહેલી જ બોલ પર ગેંદ સચિન ના બેટના કિનારા સાથે ટચ કરીને વિકેટકીપરના હાથોમાં ચાલ્યું ગયું હતું. તે જ સમયે અંજલિ ઉઠી અને મૈદાન થી ચાલી ગઈ હતી અને તેના પછીથી અંજલિ તે દિવસે મેચ જોવા માટે આવી જયારે તેના કેરિયરનો છેલ્લો મૈચ હતો.

આ છે સચિનની લવસ્ટોરી:સચિનને અંજલિ સાથે પ્રેમ પણ પહેલી જ નજરમાં થઇ ગયો હતો. બંનેએ એકબીજાને પહેલી વાર એયરપોર્ટ પર જોયા હતા. જયારે સચિન પોતાના પહેલા ઇંગ્લેન્ડ ટુરથી પાછા આવ્યા હતા. અંજલિ તે સમયે પોતાની ડોકટરી કરી ચુકી હતી અને પ્રેક્ટિસ કરી રહી હતી. સચિન પણ તે સમયે ઇંગ્લેન્ડ માં શટલ લગાવીને દુનિયાભરમાં છવાઈ ચુક્યા હતા. જયારે અંજલિને જાણ થઇ કે તે કર્લી વાળ વાળો છોકરો ઇન્ડિયા ટીમનો એક જાણીતો ક્રિકેટર છે તો તે તેને જોવા માટે ગઈ અને બંનેની નજર એકબીજાને મળી.

અંજલિ એ કઈક આવું પૂછ્યું ફોન પર:અંજલિએ કોઇપણ રીતે સચિનના નંબર લીધા અને તેને જણાવ્યું કે મેં તમને એયરપોર્ટ પર જોયા હતા ત્યારે સચિને કહ્યું કે મને તમારા વિશે યાદ છે. જયારે અંજલિએ પૂછ્યું કે મેં કેવા કલરના કપડાં પહેર્યા હતા ત્યારે સચિને જણાવ્યું કે તેમણે ઓરેન્જ કલરનું ટીશર્ટ પહેરી રાખ્યું હતું. તેના પછીથી બંનેની મુલાકાત થવા લાગી અને 24 મૈં 1995 ના રોજ સચિને અંજલિ સાથે લગ્ન કરી લીધા. સચિન એક બેહતરીન ક્રિકેટર હોવાની સાથે સાથે એક બેહતર ઇન્સાન પણ છે. સાથે જ તેની ફેમિલી તેની તાકાત છે, આજે સચિનને એક દીકરો અર્જુન અને દીકરી સારા છે. સચિનને ભારત રત્ન મળેલો છે અને તે કરોડો ભારતીયનું ગૌરવ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here