તમારા ચહેરાની સુંદરતાને જાળવી રાખતા હોય તો ક્યારેય ન લગાવશો આ 7 વસ્તુઓ …

0

સૌંદર્યનો અર્થ ભલે આંતરિક અને બાહ્ય રીતે ભલે અલગ હોઈ શકે છે, તેમ છતાં પ્રથમ છાપ તો તમારા ચહેરા પરથી જોવામાં આવે છે. એટ્લે ક દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો ચહેરો સુંદર દેખાય અને ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે, અમે ઘણા ઉપાયો અપનાવીએ છીએ. આજકાલ તમને ઇન્ટરને પરથી અને પુસ્તકોમાંથી ઘણા ઉપાયો જોવા મળશે જેમાં તમને ચહેરાના સૌંદર્યને કેવી રીતે વધારવું તે વિશે તમામ પ્રકારની બાબતો વિશે કહેવામાં આવશે. તમારે ત્વચાના નિષ્ણાતની સલાહ લઈને જ કોઈ નવી વસ્તુઓને અજમાવવી જોઈએ.આજે અમે તમને એવી 7 વસ્તુઓ વિષે જણાવીશું જે ચહેરા પર લગાવવાથી તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

1- સરકો:

સરકાને ડાઇરેક ચહેરા પર ન લગાવવો જોઈએ. તેમાં એસિડની કેટલીક માત્રા રહેલી હોય છે. જે તમારી ત્વચામાં ઇન્ફેક્ષન લાગી શકે છે. જો તમે તેને લગાવવા જ માંગતા હોય તો તેને પાણીમાં મિક્સ કરી લગાવવો જોઈએ.

2. બીઅર:

ચહેરા પર બીયર લગાવવાનું ટાળો કેમકે તેમાં હાજર એસિડિક તત્વો તમારા ચમકતા ચહેરાને નિસ્તેજ બનાવી દે છે. ચામડી સૂકી થઈ જાય છે. માત્ર એટલું જ નહીં, જો તમે તેને વધારે માત્રામાં જો લગાવવામાં આવે તો ખીલ પણ થવાની શક્યતા વધારે છે. તેથી જો કોઈ સૌંદર્ય ટીપ્સમાં તમને બીયર લગાવવાનું કહે તો ક્યારેય એ ટીપસનો અમલ ન કરો

3- બેકિંગ સોડા:

સૌંદર્ય સૂચનો આપીને ઘણા લોકો ચહેરા પર બેકિંગ સોડાની ભલામણ કરે છે. પરંતુ તે વધુ લગાવવાથી ચહેરો કાળો પડી જાય છે ને ચહેરા પર ખીલ થવા લાગે છે.

4- ફૂદીનો :મિથાઈલ નામનું દ્રવ્ય ફુદીનામાં જોવા મળી આવે છે. જે તમારી ચામડીને લાલાશ કરી શકે છે. જો વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ સ્કીન પર લગાવવામાં આવે તો ચહેરો કાળો પડી જાય છે.તેમ જ ખીલની સમસ્યા પણ થઈ શકે છે.

5-ટૂથપેસ્ટ:

ઇન્ટરનેટ પર ઘણા વિડિયોમાં લોકોને ચહેરા પર ટૂથપેસ્ટ ભલામણ કરવામાં આવે છે. પરંતુ અમે તમને જણાવી છીએ કે ટૂથપેસ્ટનો ઉપયોગ એ કરચલીને આમંત્રણ આપે છે.

6- બોડી લોશન :

ઘણા લોકોને એવી ટેવ હોય છે કે તેઓ તેમના ચહેરા પર બોડી લોશન લગાવવામાં આવે છે. આમ કરીને, તેમાં હાજર રસાયણો તમારા ચહેરા ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ચહેરા પર માત્ર સ્કીન જ ક્રીમ લગાવો.

7- વેસલાઇન:
ચહેરા પર વેસેલિન લગાવવાથી ધૂળના કણો ઝડપથી તેની તરફ આકર્ષાય છે. જેના કારણે ચામડીના છિદ્રો બંધ થઈ જાય છે અને સ્કીન ખરાબ થઈ જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here