કયારેક જીવતા હતા સામાન્ય લાઈફ, 23 મિનિટમાં બદલાયું નસીબ અને બન્યાં કરોડપતિ


KBCનો પહેલો કરોડપતિ બન્યાં બાદ એકટર જોન અબ્રાહમ અને ક્રિકેટર સલિલ અંકોલા જેવાં લોકો તેના મિત્ર બની ગયા

29 ઓક્ટોબરે કૌન બનેગા કરોડપતિ (KBC)ની નવમી સીઝન પૂર્ણ થઈ ગઈ. આ પ્રસંગે અમે તમને શોના પહેલાં કરોડપતિ હર્ષવર્ધન નવાથે અંગે જણાવીશું. હર્ષવર્ધનની લાઈફ માત્ર 23 મિનિટમાં 15 સવાલોના જવાબ આપી રાતોરાત બદલી ગઈ હતી. KBCનો પહેલો કરોડપતિ બન્યાં બાદ એકટર જોન અબ્રાહમ અને ક્રિકેટર સલિલ અંકોલા જેવાં લોકો તેના મિત્ર બની ગયા.

કરોડપતિ બન્યાં બાદ આ રીતે બદલી લાઈફ..

મુંબઈમાં રહેતો હર્ષવર્ધન નવાથે KBCમાં 1 કરોડ રૂપિયા જીતતાં રાતોરાત સેલિબ્રિટી બની ગયો.  હર્ષવર્ધન મુંબઈની પાર્ટીઓમાં જવા લાગ્યો. જોન અબ્રાહમથી લઈન ક્રિકેટર સલિલ અંકોલા જેવાં સ્ટાર તેના મિત્રો બનતાં ગયા. હર્ષવર્ધન કહે છે કે, “તે દિવસોમાં જોન સાથે ઘણી નિકટતા હતી. અમે એક-બે શો પણ સાથે કર્યાં.”
પીઆર કંપની, અનેક ચેનલની જાહેરાત અને શો માટે કરારો પણ થયાં. ફોટોગ્રાફર અતુલ ક્સબેકરની પીઆર એજન્સી પણ હાયર કરી લીધી હતી. તેઓ કહે છે કે તેઓના જીવન જીવવાની રીત અલગ હતી. તે એક વર્ષમાં મેં અનેક જગ્યાએ ભાગ લીધો. ઉદ્ઘાટનો કર્યા, રેલીઓમાં સામેલ થયો અને તેમજ અનેક દુકાનોની પણ રિબન કાપી.

આજકાલ શું કરી રહ્યાં છે હર્ષવર્ધન?

હર્ષવર્ધનની પત્ની સારિકા મરાઠી નાટક, ટીવી અને ફિલ્મોમાં અભિનય કરતી હતી

હર્ષવર્ધન હાલ Ladiv Group BV ગ્રુપમાં નોન એક્ઝિક્યૂટિવ ડાયરેકટર છે. હર્ષવર્ધન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં (CSR & Ethics) ડિપાર્ટમેન્ટમાં હેડ હતા. તેઓ મહિન્દ્રા ગુર્પમાં વર્ષ 2012થી જોડાયાં હતા.  આ પહેલાં તે નંદી ફાઉન્ડેશનમાં ડાયરેકટર બન્યાં અને બાદમાં નંદી કોમ્યુનિટી વોટર સર્વિસ પ્રાઈવેટ લી.માં ચીફ ઓપરેટિંગ ઓફિસર રહ્યાં. KBCમાં કરોડપતિ બન્યાં બાદ તેને સૌથી પહેલાં IL&FSમાં નોકરી શરૂ કરી હતી.

હર્ષવર્ધને કંઈક આ રીતે ખર્ચ કર્યા રૂપિયા

હર્ષવર્ધને ઈનામમાં મળેલાં રૂપિયા પોતાના સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતા. આ પૈસા પર 30 લાખ રૂપિયા ટેક્સ પણ આપવો પડ્યો હતો. બચેલાં 70 લાખ રૂપિયાથી તેઓએ સૌથી પહેલાં 6 લાખ રૂપિયાની મારૂતિ એસ્ટીમ વીએક્સ ખરીદી હતી. જે બાદ પોતાની MBAની ફી જમા કરાવી. હર્ષવર્ધને સિમ્બાયોસિસ પુણેથી MBA કર્યું છે. જે બાદ તેઓ યુકેમાં વધુ અભ્યાસ માટે જતાં રહ્યાં, ત્યાંની ફી પણ તેઓએ ઈનામના પૈસાથી જ ચુકવી હતી.

આવી ચમકમાં પાછળ છૂટી ગયું હર્ષવર્ધનનું સપનું

હર્ષવર્ધન ભારતીય પ્રશાસનિક સેવામાં જવા માગતા હતા. તે અંગેની તૈયારીઓ પણ કરી હતી, ત્યારે તેમની ઉમર 27 વર્ષ હતી. હાલ તેઓ 40 વર્ષના છે. KBCમાં એટલી પ્રસિદ્ધિ મળી કે થોડાં વર્ષો માટે બધું જ જાણે થંભી ગયું. વર્ષો વિતતા ગયા અને IAS બનવાનું સપનું અધૂરૂ રહી ગયું. હર્ષવર્ધનના પિતા એક CBI ઓફિસર હતા. નાનપણમાં હર્ષવર્ધન પોલીસ કે આર્મીમાં જવાનું સપનું જોતા હતા. અને તેથી નાનપણમાં તેઓ પોતાનું નામ પોલીસ કમિશનર હર્ષવર્ધન નવાથે લખતાં હતા.

હર્ષવર્ધને 2007માં લગ્ન કર્યા

હર્ષવર્ધનના લગ્ન વર્ષ 2007માં સારિકા નીલત્કર સાથે થયા. સારિકા મરાઠી નાટક, ટીવી અને ફિલ્મોમાં અભિનય કરતી હતી. તેમના બે પુત્ર છે. નવાથે આજકાલ પોતાનો સમય પરિવારને આપે છે.  હર્ષવર્ધનને રાજકારણ સારૂ લાગે છે. તેઓ કહે છે કે એકદિવસે તે સીરિયસ રાજકારણમાં જરૂરથી આવશે.

હર્ષવર્ધન મુંબઈમાં કામ કરે છે.

હર્ષવર્ધનને એક કરોડનો ચેક સોંપતા અભિનેતા અમિતાભ બચ્ચન.

KBCના સેટ પર અમિતાભની સાથે હર્ષવર્ધન અને તેની પત્ની સારિકા.

પત્ની સારિકા સાથે હર્ષવર્ધન.

ભાજપના નેતા ઉમા ભારતી હર્ષવર્ધનનું સન્માન કરી ચુક્યાં છે.

હર્ષવર્ધન પોતાના મોટા પુત્ર સાથે.

KBCના સેટ પર હર્ષવર્ધનનો પરિવાર.

પિતા અને પુત્ર સાથે હર્ષવર્ધન.

બંને પુત્રો સાથે હર્ષવર્ધન.

સૌજન્ય: DivyaBhaskar

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

કયારેક જીવતા હતા સામાન્ય લાઈફ, 23 મિનિટમાં બદલાયું નસીબ અને બન્યાં કરોડપતિ

log in

reset password

Back to
log in
error: