ક્યારેક એક નંબરના નશીલા કહેવાતા હતા આ 8 સેલીબ્રીટીસ, નશામાં ધુત થઈને કરતા હતા આવા કામ, જાણો કોણ કોણ આવે છે નશાકારાના લીસ્ટમાં…

0

બોલીવુડ સ્ટાર્સનું નામ આવતાજ તમારા મગજમાં પાર્ટી, હોલી-ડે, ગ્લેમર્સ લાઈફ…આવી તસ્વીરો ઉભરાવા લાગતી હોય છે. જો કે વાસ્તવમાં હકીકત કઈક અલગ જ છે. સ્ક્રીન પર સુપર કુલ અને દરેક સમસ્યાનું સમાધાન નીકાળી લેનારા બોલીવુડ સ્ટાર્સ રીયલ લાઈફમાં તમારી અને અમારી જેમ જ એક સામાન્ય માણસો હોય છે અને તેઓના જીવનમાં પણ ઘણી ખરી સમસ્યાઓ આવતી હોય છે. ઘણા સિતારાઓની રંગીન દુનિયા પાછળ એક કાળું અંધારું છુપાયેલું હોય છે, જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. કદાચ તમને વિશ્વાસ નહિ આવે, પણ ઘણા સિતારાઓને દારૂ અને ડ્રગ્સની ખોટી લત લાગી ગઈ હતી, જેને લીધે તેમાંના અમુકને તો નશા-મુક્તિ કેન્દ્રો માં પણ મોકલવામાં આવ્યા હતા.

1. સંજય દત્ત:

સંજય દત્તની શરાબ અને ડ્રગ્સની લતની જાણ પૂરી દુનિયાને છે. તેઓને આ લતથી બચાવવા માટે સુનીલ દત્ત અમેરિકાના નશા-મુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. સંજય દત્તે તે દિવસો વિશે જણાવ્યું હતું કે,’જ્યાં જેટલી પણ ડ્રગ્સની લીસ્ટ આપવામાં આવી હતી તેમાંના દરેક મેં ટીક કર્યા હતા, કેમ કે તેમાંના દરેક ડ્રગ્સ હું લઇ ચુક્યો હતો’.ડોકટરે મારા પિતાને કહ્યું કે તમે લોકો ઘરમાં કેવા પ્રકારનો ખોરાક લો છો, કેમ કે સંજય દત્તે જેટલા પણ ડ્રગ્સ લીધા છે, ત્યાં સુધીમાં તો તે મરી ચુક્યો હોત.

2. રણબીર કપૂર:


રીપોર્ટના આધારે બોલીવુડના આ ચોકલેટી હીરોને સિગરેટની લત હતી, જેનાથી દુર રહેવા માટે તેમણે 2015 માં ઓસ્ટ્રેલીયામાં ઓરીજનલ એકએક્સ માયર હેલ્થ સેન્ટરમાં સેશન્સ લીધું હતું. કેહવામાં આવે છે કે કેટરીનાના કહેવા પર રણબીર આ સેશન માટે રાજી થયો હતો.

3. ફરદીન ખાન:

2001 માં ફરદીન ખાનની ગિરફ્તારી બાદ તેમના ડ્રગ્સ એડિકશન વિશેની જાણ થઇ હતી. ફરદીનને મુંબઈના જુહુ ઇલાકા માંથી કોફીનની સાથે ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. જેને લીધે તેમને લાંબી કાનૂની કારવાહી કરવી પડી હતી. સાથે જ તેમને એક લડાઈ પોતાના નશાના આદતને લઈને પણ લડવી પડી હતી. 2008 માં તે પેહલા એવા બોલીવુડ સ્ટાર એક્ટર બન્યો, જેને ડીટોક્સ પ્રોગ્રામમાં મોકલવામાં આવ્યો. મુંબઈ કોર્ટે તેમને બે વિકલ્પ આપ્યા હતા, પહેલું એ કે તે 6 મહિના માટે જેલ જાય કે પછી નશા મુક્તિ કેન્દ્ર માં જાય. ફરદીને બીજો વિકલ્પ પસંદ કર્યો હતો.

4. વિજય રાજ:

પોતાની કોમેડીથી લોકોને હંસાવનારા વિજય રાજે જંગલ, ભોપાલ એક્સપ્રેસ, મોન્સુન વેડિંગ જેવી ઘણી ફિલ્મો કરી છે. રન ફિલ્મમાં કૌવા બિરીયાની વાળા ડાઈલોગ માટે ફેમસ થયેલા આ કલાકાર ડ્રગ્સના મામલામાં ફસી ચુક્યા છે. 2005 માં દુબઈ એઈરપોર્ટ પર તેને ડ્રગ્સની સાથે ગિરફ્તાર કરવામાં આવ્યા હતા.

5. પ્રતિક બબ્બર:

પ્રતિક બબ્બરે પોતાની નશાની લતને લઈને એક ઈંગ્લીશ અખબારને જણાવ્યું હતું. પ્રતીકનું કહેવું છે કે, ‘નશીલી ચીજોનું સેવન એક ખરાબ વિવાહ સમાન છે, જેનાથી દુર ગયા બાદ પણ જિંદગી પર ત્યાં સુધી તેની અસર રહે છે, જ્યાં સુધી લોકો ખુદને બદલાવની શરૂઆત નથી કરતા. તે કહે છે કે સવારે મીતલીને લીધે ઉઠવું પણ મુશ્કેલ થઇ જાતી હતું અને મારા શરીરમાં દર્દ પણ રહેતું હતું. મને ક્યારેય ઠંડી તો ક્યારેક ગરમી લાગવા લાગતી હતી, અને મારા હાથામાં જે કોઈ ડ્રગ આવતું હતું તેનું હું સેવન કરી લેતો હતો’.

6. યો યો હની સિંહ:

2017 માં આ ફેમસ રૈપર હની સિંહ અચાનક જ ઇન્ડસ્ટ્રી માંથી ગાયબ થઇ ગયા હતા. પછી અમુક દિવસો બાદ જાણવામાં આવ્યું હતું કે ડ્રગના ઓવરડોઝને લીધે કોઈ નશા મુક્તિ કેન્દ્રમાં ગયા છે. બાદમાં હની સિંહે ખુદ કહ્યું હતું કે, પોતે આ નશા મુક્તિ કેન્દ્ર માં જ છે અને દવાઓના અસને લીધે હાલ ઠીક થઇ રહ્યા છે. સાથે જ તેને ભારી માત્રામાં દારૂ પીવાની પણ ખરાબ લત લાગી ગઈ હતી.

7. ગીતાંજલિ નાગપાલ:

અમુક વર્ષો પહેલા દિલ્લીના રસ્તાઓ પર એક ફેમસ મોડેલ ફાટેલા હાલમાં મળી આવી હતી, જે ગીતાંજલિ નાગપાલ હતી. ક્યારેક ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જેનું ખુબ મોટું નામ હતું, તે યુવતીની હાલત ડ્રગને લીધે એટલી હદ સુધી ખરાબ થઇ ગઈ હતી કે તેને ઓળખવું પણ મુશ્કેલ બની ગયું હતું. પોતાના ડ્રગ્સની લતને લીધે ગીતાંજલિએ નોકરાનીથી લઈને અન્ય પુરુષો સાથે સુવા સુધીનું પણ કામ કરેલું છે.

8. કપીલ શર્મા:

પોતાના જબરજસ્ત કોમિક અંદાજથી દર્શકોને લોટ-પોટ કરી દેનારો કપિલ શર્મા એક આયુર્વેદિક સેન્ટર માં એન્ટી-ટોકસીફીકેશન ટ્રીટમેન્ટ લઇ ચુક્યો છે. કહેવામાં આવે છે કે 40 દિવસોની આ ટ્રીટમેન્ટ તેમણે માત્ર 12 દિવસ સુધીજ લીધી હતી, કેમ કે તેનું કહેવું છે કે તેના બાદ તે સારું મહેસુસ કરી રહ્યો હતો.

સેલીબ્રીટીસની લાઈફ બહારથી જેવી દેખાઈ છે, જરૂરી નથી કે અંદર પણ તેવીજ હોય. મોટાભાગે એક પ્રકાશની પાછળ ઘોર અંધારું છુપાયેલું હોય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!