જો તમારી કિસ્મત નથી આપી રહી સાથ, તો એક દિવસ આ પ્રયોગ અજમાવીને જોવો મહેનત પ્રમાણે ફળ મળશે અને ભાગ્ય ખુલશે

0

દુનિયામાં સફળતા પામવા માટે કિસ્મતમાં હોવું ખૂબ જરૂરી છે. પરંતુ જો તમને વારંવાર અસફળતા મળી રહી છે તો અને મહેનત પ્રમાણે ફળ નથી મળતી તો તમારું ભાગ્ય નક્કી નબળું હશે. જ્યોતિષમાં ભાગ્યમાં 9 માં સ્થાન પરથી જોવા મળે છે. જો કોઈના પણ નવમા સ્થાનમાં મિથુન છે તો તમારું ભાગ્યેશ બુધ હશે.તો તમારા ભાગ્યને મજબૂત કરવા ઉપાયો કરવા જોઈએ.

જો બુધની સ્થિતિ ન હોય લાભકાયક :જો બુધ ભાગ્યેશ થઈને પણ ભાગ્ય સાથ ન આપતું હોય તો, રોજ ગણેશની પૂજા કરવી જોઈએ. અને ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. ઉપરાંત હાથમાં તાંબાનું કડુ પહેરવું જોઈએ.

જો શુક્ર ભાગ્યેશ થઈને ફળ ન આપે ત્યારે :

નવમા ભાવમાં જો શુક્ર હશે તો ભાગ્ય થશે તમારો શુક્ર. શુક્ર ભાગ્યાંક 9 હોય અને જો તે ફળ નથી આપી રહ્યો તો તમારે માતા લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. જેનાથી તમને લાભ મળશે. રોજ દેવી લક્ષ્મીની આરતી ઉતારે, ઉપરાંત ચોખાની ખીરનો પ્રસાદ ધરાવવો જોઈએ. અને રોજ સ્ફટિકની માળાથી આ મંત્રનો જાપ આપો. ”ओम द्रां द्रीं द्रौं सः शुक्राय नमः”

જો ચંદ્ર ભાગ્યાંક હોય તો :

જો તમારીમાં કુંડળીમાં ચંદ્રમા શુભ નથી તો તમારે મહાદેવની પૂજા કરવી જોઈએ. અને રોજ આ મંત્રનો જાપ કરો ”ओम श्रां: श्रीं: श्रौं: स: चंद्रमसे नम:” ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી પણ લાભ મળે છે. આવું લાલ કિતાબમાં પણ લખ્યું છે.

ગુરુ ભાંગ્યાંક હોય તો :

જો ગુરુની સ્થિતિ ભાગ્યાંક બનીને નબળી હોય તો ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી અને હળદર થી ચાંદલો કરી પૂજા કરવી જોઈએ.

જો મંગળ ભાગ્યાંકમાં અશુભ હોય તો

મંગળના અશુભ પ્રભાવમાંથી બચવા માટે દર મંગળવારે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. અને સાથે સાથે હનુમાનચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવાથી પણ લાભ થશે.

જો શનિ ભાગ્યાંકમાં અશુભ હોય તોજો તમારા ભાગ્યમાં શનિ અશુભ હોય તો બને ત્યાં સુધી કાળા અને વાદળી રંગના કપડાં પહેરવાનું ટાળવું. શનિવારે પીપળાનાં ઝાડ નીચે દીવો પ્રગટાવવો અને અને હનુમાનજીની પૂજા અર્ચના કરવી.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here