જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો આ લેખ, કુળદેવી મહિમા

0

👉🏻કુળદેવી અને કુળદેવતા નું આપણા જીવનમાં મહત્વ…
👉🏻હંમેશા કુળદેવી અને દેવતા ના આશીર્વાદથી જ જીવન શાંતિમાં એ ચાલી રહ્યું છે એટલા માટે તેમને ન ભૂલવા જોઈએ

આજના યુવાનો માટે …દિવસે દિવસે ભગવાન ભૂલાતા જાય છે..
જેમના આશીર્વાદથી તમારું કુળ આગળ વધી રહ્યું છે… તેવા કુળદેવી અને કુળદેવતા નું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે..આપણા બાપ-દાદાઓ આપણી માટે પૂજા કરતા હતા , કુળદેવી અને કુળદેવતા પાસે પ્રાર્થના કરતા હતા કે મારા બાળકોની રક્ષા કરજો, બાળકો નાના છે, તેમને ખુશી અને સુખ આપજો , તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, અને અમારા કુળનો ઉદ્ધાર કરે, તેવી શક્તિ અમારાં સંતાનોને આપજો.

આ રીતની પ્રાર્થના આપણા મમ્મી-પપ્પા કરતાં હતાં.

આવી પ્રાર્થના કરીને બાળકોને મોટા કર્યા હોય છે. એટલા માટે આજના યુવાનોએ અને બાળકોએ પણ ભગવાનનું રુણ અદા કરવું જોઈએ . વરસમાં ઓછામાં ઓછું બે વાર પોતાના કુળદેવી અને કુળદેવતાના દર્શન કરવા જવું જ જોઈએ.

તેમને પ્રાર્થના કરવી જોઈએ કે અમને આપેલી આટલી સારી જિંદગી માટે તમારો ખુબ ખુબ આભાર. તમારી કૃપા આ જ રીતે અમારા ઉપર વરસાવતા રહેજો. તમે હંમેશા અમારી રક્ષા કરતા રહેજો. તમારા આશીર્વાદથી જ અમારા ઘરમાં સુખ-શાંતિ છે. ભગવાનને મનોમન દરરોજ યાદ કરવા જોઈએ તથા તેમનો આભાર માનવો જોઈએ કે દરેક નવી સવારે આપણે સ્વસ્થ ઊઠીએ છીએ..

ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે એટલે કુળદેવીની પૂજા અર્ચના કરી અનુષ્ઠાન કરવા માટે નો આ ખુબ જ સરસ સમય કહૅવાય તેનાથી અનેક ગણું પુણ્ય મળે છે.

અનુષ્ઠાન કરતી વખતે જ્યારે મંત્ર બોલીએ અથવા તો માળા કરીએ એ સમયે જો તુલસીનો છોડ પાસે રાખવામાં આવે તો પુણ્ય લાખો ગણું મળે છે…

જો યુવાનોથી થઈ શકે તો ઓછામાં ઓછી 1 માળા દિવસની કરવી જોઈએ અથવા તો ભગવાનને કુળ દેવી-દેવતાઓને યાદ કરી, દીવો કરી, પૂજા કરવી જોઈએ. ધાર્મિક દિવસોમાં અનુષ્ઠાન કરવાથી લાખો ગણું પુણ્ય મળે છે. કળયુગમાં કહેવાયું છે કે ખાલી ભગવાન ના નામથી જ તરી જવાશે એટલા માટે સારા પુણ્યકર્મો કરવાનો ખૂબ જ સારો સમય છે.

માતા-પિતા અને બાળકો એ સંપૂર્ણ પરિવાર સહિત કુળદેવી અને દેવતાના દર્શન ઓછામાં ઓછા વર્ષના બે વાર કરવાના છે . અને ચૈત્રી નવરાત્રી ચાલે છે જો શકય હોય તો ધાર્મિક દિવસોમાં કુળ દેવી દેવતાના દર્શન કરવાનું ના ભૂલાય.

ભગવાન તમને હંમેશાં ખુશ રાખે તેવી પ્રાથના.
જય માતાજી.

હિન્દુ ધર્મ પ્રમાણે કુળદેવી કે કુળદેવતાની પૂજા કેમ કરવી જોઈએ ? જાણો એનું મહત્વ…

ભારતમાં હિન્દુ ધર્મ વ્યવસ્થા પ્રામાણે જોઈએ તો યુગો યુગોથી કુલદેવીની પૂજા ને આરાધના કરવામાં આવે છે.
કોઈપણ હિન્દુ હોય એ કોઈ ને કોઈ ઋષિ મુનિનો જ વંશજ હશે. જે ગોત્રને જોતાં જ ખ્યાલ આવશે. એ પછી જેનું જેવુ કર્મ એ પ્રમાણે જ્ઞાતિમાં વિભાજન થયું. એવું કહેવાય છે કે, દરેક જાતિ એ કોઈ ના કોઈ ઋષી સંતાન હશે જ એટ્લે જે કુળદેવી એ ઋષી માટે પૂજનીય હતા. એ જ કુળદેવી આજે પણ એ જાતિના લોકો માટે પૂજનીય છે. કુલદેવીનો સંબંધ કોઈપણ ઘર હોય કે કુટુંબ એમાં સૌથી નજીકનો સંબંધ જોવા મળે છે જે કુલદેવતા હોય કે કુળદેવી એ આમ જોઈએ તો પરિવારનું અને કુળનું નકારાત્મક પ્રભાવથી રક્ષા જ કરે છે. હિન્દુ પરંપરા અનુસાર કુળદેવી કે કુલદેવતા એ સૌથી પહેલા પૂજનીય દેવી દેવતા છે. ઘરમાં કોઈ પણ હવન હોમ રાખવામા આવે. પણ સૌથી પહેલી પૂજા તો કુળદેવી ને કુલદેવતાની જ થશે.

જે લોકો સાંસારિક જીવન જીવી રહ્યા છે. એ લોકોને કુલદેવીની ઉપાસના નિત્ય કરવી જોઈએ. એવા ઘણા પરિવારો જોયા હશે જેને પોતાના કુળદેવી વિષે કોઈ જ ખ્યાલ નહી હોય . પણ ખ્યાલ નથી માટે આપણાં કોઈ કુળદેવી નથી એવું ન સમજવું. તમે ભૂલ્યા છો પણ તમારા કુળદેવી તો તમારી સાથે જ છે. કોઈ ને કોઈ પ્રકારે એ તમારી રક્ષા તો કરતાં જ હશે.

તમારા કુળદેવી તમારી સામે જ છે. તમે લગ્ન સમયે ફેરા ફરતી વખતે કે કન્યાદાન સમયે જે તે ગોત્રનું નામ બોલવામાં આવે છે. તો એ જ ગોત્ર એટ્લે કે એ જ ઋષી સંતાન તમે થયા ને એ જ ઋષિના કુળદેવી એ તમારા કુળદેવી. તો હવે તમે શાસ્ત્રોમાં વાંચીને પણ તમે તમારા કુળદેવી કોણ છે એ જાણી શકો છો .

કુલદેવીની પૂજા શા માટે કરવી જોઈએ ??
દરેક કુલદેવી પોતાના કુલ પર એક સુરક્ષા ચક્ર બનાવ્યું હોય છે. જેમ જેમ આપણે એમનું સ્મરણ કરવાનું ઓછું કરશું. જેમ જેમ આપણે એમનાથી દૂર જતાં જઈશું તેમ તેમ એ સુરક્ષા ચક્ર દૂર થતું જતું હોય છે. ને પરિવાર પર અચાનક જ સંકટો આવી પડે છે. જેમકે કોઈ અચાનક જ અકસ્માત થવો. દેવું થઈ જવું, ધંધામાં ખોટ આવવી કે પછી પરિવારમાં અંદરો અંદર ઈર્ષા, દ્રેષ ને લડાઈ થવા માંડે છે. તો જો તમારા પરિવારને કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવું ઇચ્છો છો. તો રોજ સવારે અને સાંજે કુળદેવી કે કુલદેવતાના નામનો દીવો અવશ્ય કરવો જોઈએ. જેથી અવિરત કુળદેવીદેવતાની કૃપા વહેતી રહે તમારા પરિવાર પર ..એટ્લે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે , જીવન કોઈપણ દુખ વગરનું જીવવા માટે હમેશા કુળદેવી- દેવતાની શરણમાં જવું પડે. એટ્લે જ ગામો ગામ આજે પણ કુળદેવી દેવતાનાં મોટા મોટા મંદિરો આસ્થાનું પ્રતિક સમા ઊભા છે. નહિતર આ

જમાનામાં મંદિર દર્શન કરવા પણ કોણ જાય ??
જીવનમાં એશો આરામ ભોગવવા હોય ને શારીરિક કષ્ટિ ને માનસિક બીમારથી મુક્ત રહેવું હોય તો સૌથી સરળ રસ્તો છે તમારા કુળદેવીનું શરણ….એકવાર તમે તમારી જાતને કુળદેવી દેવતાનાં શરણમાં અર્પણ કરી દેશો પછી જોવો તમારો બેડો પાર….પણ શ્રધ્ધા હોવી જોઈએ.!!

બોલો કુળદેવી-દેવતાની જય !!

જો તમે કુળદેવીને માનતા હોય તો આ મહત્વ ના લેખ ને શેર કરીને બીજા લોકોને એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકોમાં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહિ હોય તો જાગૃત થશે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here