ક્રિષ્ના રાજ કપૂરના અંતિમ દર્શને ઉમટ્યા બોલિવૂડ સિતારા, કરીના નો રોઈ રોઈ ને થયો આવો હાલ વાંચો અહેવાલ

0

રાજ કપૂર ની પત્ની કૃષ્ણા રાજ કપૂર નું 1 ઓક્ટોમ્બર ના રોજ નિધન થઇ ગયું છે. તે 87 વર્ષના હતા અને તેને આગળના એક મહિના થી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. કૃષ્ણા રાજ કપૂર પરિવાર ની સૌથી વરિષ્ઠ સદસ્ય હતી. નિધન ની ખબર આવતા જ તેના અંતિમ દર્શન માટે બૉલીવુડ ના ઘણા સિતારાઓ આવી ગયા હતા. અમિતાબ બચ્ચન થી લઈને સંજય દત્ત સુધીના કિરદારો તેના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા.

બૉલીવુડ ની દરેક મોટી હસ્તીઓ કૃષ્ણા ના ચેમ્બુર સ્થિત ઘર માં તેના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. જેમાં અમિતાબ, કાજોલ, અનિલ કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, સંજય દત્ત, રાકેશ રોશન, સૈફ અલી ખાન સહીત રાની મુખર્જી એ આ દુઃખ ના મૌકા પર શોક વ્યક્ત કર્યો હતો. આ જ દરમિયાન અંતિમ સંસ્કાર માં પહોંચેલા કરન જોહર અને રાની મુખર્જી નો એક વિડીયો પણ વાઇરલ થયો હતો. જેમાં તે આ દુઃખ ની ઘડી માં હસી રહેલા નજરમાં આવ્યા હતા.

જ્યા એક તરફ દાદી ના નિધન ને લઈને કરીના નો રોઈ રોઈ ને ખરાબ હાલ થઇ ગયો હતો જયારે આ મૌકા પર રાની અને કરન ને હસવાનું થોડું અટપટું લાગી રહ્યું છે. વિડીયો માં રાની ની સાથે એક અન્ય વ્યક્તિ દેખાઈ રહ્યો છે જેની સાથે તે હસી હસી ને વાત કરી રહી છે. આ વિડીયો માં આલિયા પણ છે પણ તે ગંભીર દેખાઈ રહી છે.

વિડીયો પર કોમેન્ટ કરતા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વિડીયો કૃષ્ણા રાજ કપૂર ના અંતિમ સંસ્કાર ના સમય નો છે. રાજ કપૂર ની પત્ની કૃષ્ણા ને અમિતાબ બચ્ચન એ પગે લાગીને વિદાઈ આપી હતી. જયારે કરીના કપૂર ના આંસુ સુકાઈ નથી રહ્યા. કૃષ્ણા ની દીકરી રીમા જૈન ની પણ રડી રહેલી તસ્વીર વાઇરલ થઇ હતી.

કૃષ્ણા એ 1946 માં રાજ કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેનું સાચું નામ ‘કૃષ્ણા મલ્હોત્રા’ હતું અને તે રાજ કપૂર ની કઝીન છે. કૃષ્ણા રાજ કપૂર ના ત્રણ દીકરા છે. રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર અને બે દીકરીઓ છે ઋતુ નંદા અને રીમા જૈન. કૃષ્ણા રાજકપૂર હંમેશા લાઈલાઈટ થી દૂર રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here