હિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી નાખશે કોઈનું જીવન

0

જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન કૃષ્ણને હિન્દુ ધર્મમાં મેનેજમેંટના ગુરુ એટલા માટે માનવામાં આવે છે કે તેમની બધી જ વાતો જીવન ઉપયોગી છે. જો એમની વાતોનુ પાલન કરવામાં આવે તો વ્યક્તિનું જીવન બદલાઈ શકે છે. દ્વાપર યુગમાં જે વાતો એમને કહી છે તે આજે પણ એટલી જ ઉપયોગી સાબિત થાય છે. શ્રી કૃષ્ણનું વ્યબહારિક જ્ઞાન પણ સફળતાની ગેરેંટી આપે છે.

મહાભારતના સૌથી મોટા યોદ્ધા અર્જુન હતા.અને તેને શિક્ષા તેના ગુરુ પાસેથી તો લીધી હતી. એ ઉપરાંત તે ટીના જીવનમાં થયેલા અનુભવોમાંથી પણ ઘણું શીખ્યો હતો. આજે અમે તમને કૃષ્ણની એવી 10 વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેનો અમલ કરવાથી તમે પણ તમારું જીવન બદલી શકો છો.
ગીતાની આ 5 વાતો જે બદલી દેશે તમારું જીવન :

 • કર્મ :
 • तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च।
 • मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्।।अध्याय 8, श्लोक 7

અર્થ :

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે અર્જુન, તું મારુ ચિંતન કર.પણ સાથે સાથે તું તારું કર્મ કરવાનું છોડીશ નહી. શ્ર્રી ક્રુષ્ણ આપણને એવું નથી કહેતા કે તમે તમારું કામ છોડીને ભગવાનનું જ નામ લો. તેઓ ક્યારેય કોઈને અવ્યવહારિક લાગે એવી વાતોની સલાહ નથી આપતા. ગીતામાં લખ્યું છે કે, કર્મ વગર જીવન નથી જીવી શકાતું. કર્મથી જ મનુષ્ય જે સિદ્ધિને પ્રાપ્ત કરે છે.તે એક સાધુ પણ પ્રાપ્ત નથી કરી શકતો.

આજીવીકા :

 • सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि।
 • प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति।। अध्याय 3, श्लोक 33

અર્થ :

દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ અને શોખની અનુસાર જ પોતાની આજીવીકા મેળવવાનો વ્યવસાય અપનાવે છે. એને એ જ કામ કરવું જોઈએ.જે કરવાથી તેને ખુશી મળે છે. વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને ક્ષમતાને અનુરૂપ જ કામ કરવું જોઈએ જે વસ્તુની જરૂર પડે એમ કામ કરો. ગીતામાં પણ કહ્યું છે કે , જો કામ તમારા હાથમાં છે એનાથી વધારે સારું બીજું કામ છે જ નહી. એટ્લે એ કામ પૂરા મનથી કરો અને એ કામને વધારે સુંદર બનાવો.

શિક્ષા :

 • तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया।
 • उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिन:।। अध्याय 4, श्लोक 34

અર્થ :

શિક્ષા અને જ્ઞાન એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે જે જીગ્નાસુ હોય. સન્માન અને વિનયશીલ ભાવે પ્રશ્નો પૂછવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે લોકોની પાસે જાણકારી છે એ ત્યારે જ તમને બતાવશે જ્યારે એને પૂછવામાં આવે. જે વસ્તુ તમે પુસ્તકમાથી શીખ્યા છો એના વિષે વિચાર કરવો ખૂબ જરૂરી છે. અને જે અનુભવથી પ્રાપ્ત થાય છે એ બધા જ જ્ઞાન સાચા મનમેળથી જ પ્રાપ્ત થાય છે.

હેલ્થ :

 • युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
 • युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा।। अध्याय 6, श्लोक 17

અર્થ :

જે વ્યક્તિ માપમાં ભોજન ગ્રહણ કરે છે અને સમયે સમયે નીંદર કરે છે. જે લોકોની દિનચર્યા નિયમિત હોય છે. એ જ વ્યક્તિમાં અનુશાસન હોય છે. આવા લોકોનું જીવન દુખ અને રોગથી દૂર રહે છે. સાત્વિક ભીજન હેલ્થ માટે સારું હોય છે. એનાથી જીવન, પ્રાણશક્તિ, બળ , આનંદ અને ઉલ્લાસ વધે છે.

ખુશી :

 • मास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदु: खदा:।
 • आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत।। अध्याय2, श्लोक 14

અર્થ :

જીવનમાં સુખ દુખ મોસમ જેવા હોય છે. જેમ ઠંડી પછી ગરમી પડે છે. તેમ જીવનમાં સુખ પછી દુખ આવ્યા જ કરે છે. એટ્લે આ બધાને સહન કરતાં શીખવું જોઈએ. ગીતામાં કહ્યું છે કે, જેને ખોટી ઈચ્છા અને લાલચને છોડી દીધા છે. એને જ શાંતિ મળશે. કોઈ પણ મનુષ્ય ઈચ્છાઓથી મુક્ત નથી થઈ શકતો. પરંતુ વ્યક્તિએ પોતાની ઇચ્છાઓની ગુણવતા બદલવી જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.