શ્રી કૃષ્ણ પાસેથી શીખો બીઝનેસમાં સફળ થવાની 5 વાતો, થશે કરોડોની કમાણી… માહિતી વાંચો

0

ભગવાન વિષ્ણુએ આ પૃથ્વી પર ઘણા અવતાર લીધા છે. તેમના દરેક અવતરમાં ખાસિયત અને દરેક અવતરણો મહિમા ઘણો નિરાળો છે. પરંતુ સૌથી લોકપ્રિય અને અદભૂત જે અવતરા હોય તો તે ભગવાન શ્રી કૃષ્ણનો છે. કૃષ્ણને લોકો ભગવાન ઓછા પણ આમ વ્યક્તિ તરીકે મહત્વ આપે છે. કેમકે તેમણે પોતાના જીવનકાળમાં ખૂબ દુખ જોયું છે ને સંઘર્ષ પણ કર્યો છે. એ જ કારણે કૃષણ દ્વારા કહેલી વાતોને આજના યુવાનો માટે ખૂબ મહત્વની સાબિત થઈ રહી છે.
આ એ વાતો છે જે ભગવાન કૃષણે એમના જીવનમાં શીખ્યા હતા. જો તમે એમની વાતોને ધ્યાન પૂર્વક સમજી જશો તો કોઈ તમને કરોડપતિ બનતા નહી રોકી શકો.

આપણે બધાએ સુદામા અને ક્રુષ્ણની દોસ્તીની કહાની તો તમે સાંભળી જ હશે. ક્રુષ્ણ જેવો પરમ મિત્ર કદાચ આજના જમાનામાં ન મળે. જો મહા મહેનતે એક ક્રુષ્ણ જેવો દોસ્ત ગોતી પણ લઈએ કદાચ આપણને ધંધામાં મદદ કરી શકે.
પરંતુ એ ત્યારે જ હકીકતમાં બદલાઈ શકે જ્યારે આપણે ખુદ એક સારા દોસ્ત બની શકીએ. દોસ્ત એ જ સારો હોય છે જે કઠિનમાં કઠિન પરિસ્થિતિને પણ આસાન બનાવવામાં મદદ કરશે અને સાથ કરશે.

જરૂરી ગુણોથી હાંસિલ કર્યો છે મહારથ – ક્રુષ્ણ એક શિક્ષક, એક કલાકાર, એક યોદ્ધા, એક ઉપદેશક, જ્ઞાનનો ભંડાર, એક શિક્ષાર્થી, અને એક સાચ્ચો પ્રેમી પણ. એટલા માટે જકૃષ્ણને બધા જ ગુણોના મહારથી પણ કહ્યા છે. સફળ અને મહેનતુ બનવા માટે બધામાં માસ્ટર હોવું જરૂરી છે. કેમકે તમે એકસાથે કેટલીય ભૂમિકામાં હોઈ શકો છો. તેમજ નાનાથી લઈને મોટા સુધીના દરેક કામ કરવા પડે છે.

શ્રીકૃષ્ણનું જીવન સામાન્ય લોકોના જીવનથી અલગ છે. તેમણે તેમનું બાળપણ ગોકુલની ગલીઓમાં ખૂબ જ સરળતા ને આનંદ પૂર્વક પસાર કર્યું હતું. ત્યાંથી તેમને રાજાશાહી મળી હોવા છ્તા તેમણે કોઈ અભિમાનનો છાંટોય નથી. અત્યારનો યુવાન એવો જ સાહસિક હોવો જોઈએ. તેમજ પોતાનાં વ્યવસાયમાંથી સારા પૈસા કમાઈ લીધા પછી પણ અભિમાન હોવું જોઈએ નહી.

વાત સમજાવવાની આવડત – કૃષ્ણ બાળપણથી જ એક સારા વક્તા અને પ્રવક્તા હતા, લોકો પણ તેમની વાતો અને ઉપદેશો સાંભળવા માટે ખૂબ જ આતુર બની તેમની રાહ જોતાં. આવા જ ગુણ એક વેપારીમા હોવા જોઈએ. જે પોતાની વાત અને પોતાની આવડત સામે વાળા વ્યક્તિ સુધી સરળતાથી સમજાવી શકે ને સાંભળનાર પણ તેને સરળતાથી સમજી શકે. એક સારા સંચારદાતા હોવાથી, તે તેના ગ્રાહકોને પહોંચે છે અને તેનું ઉત્પાદન અથવા સેવાઓ વેચી શકે છે. સારા કોમ્યુનિકેશનની આવડતથી જ તે તેમના ક્લાયન્ટ સુધી બધી જ વાતો પહોચાડી શકે. તેમજ પોતાની પ્રોડક્ટનું આરામથી લોકો સુધી પહોચાડી શકે.

कर्म में विश्वास करना कर्मण्‍ये वाधिकारस्ते मां फलेषु कदाचन..
मां कर्मफलहेतुर्भू: मांते संङगोस्त्व कर्मणि..


આ શ્લોક એ સમજવા માટે જ પૂરતો છે કે, મનુષ્યે બધી જ ખોટી ચિંતાઓને ભૂલી જવી જોઈએ. અને પોતાના કામ પર જ ધ્યાન આપવું જોઈએ. મહેનતુ અને ઉત્સાહી બિઝનેસમેને કૃષ્ણની આ સલાહને અનુસરીને સખત મહેનત કરવી જોઈએ, બાકીનું બધુ ભગવાન પર છોડી રાજીખુશીથી સુખી જીવન જીવી લેવું જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here