કરીના આ અભિનેતા સાથે સ્ક્રીન પર રોમાંસ કરવા માટે કરી દીધો ઇનકાર, માને છે પોતાનો ભાઈ, જાણો આખરે કોણ છે આ એકટર…

0

ફિલ્મ ‘રેફ્યુજી’ દ્વારા કરીના કપૂર અને અભિષેક બચ્ચને બોલીવુડમાં કદમ રાખ્યો હતો. વર્ષ 2000 માં આવેલી જેપી દત્તાની આ ફિલ્મ બોક્સ ઓફીસ પર વધુ સમય સુધી ટકી ન શકી, પણ આ ફિલ્મમાં કરીના કપૂરનાં અભિનયને ખુબ જ પ્રશંસા મળી હતી. તેના માટે તેને ફિલ્મફેયરનો બેસ્ટ ડેબ્યુ કૈટરીંગ એવોર્ડ પણ મળ્યો હતો. અભિષેક અને કરીનાના સફરની શરૂઆતતો સાથે થઇ, પણ અભિષેક સ્ક્રીન પર કઈ ખાસ કમાલ ન બતાવી શક્યા જ્યારે કરીનાને કેરિયરમાં એક નવી દિશા મળી ગઈ.   કેરિયરનાં શરૂઆતી દિવસોમાં જ કરીનાએ ઘણી એવી હીટ ફિલ્મો આપી હતી અને બાદમાં ક્યારેય પાછું વળી જોયું ન હતું. ફિલ્મ જગતના લગભગ દરેક સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચુકેલી કરીનાને આજે બોલીવુડ ની સફળ અને દિગ્ગજ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે, પણ શું તમેં જાણો છો કે પોતાની પહેલી જ ફિલ્મ રેગ્યુજી માં તેણે અભિષેક સાથે રોમાંસ કરવા માટે ઇનકાર કરી દીધો હતો.

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે, જેમાં કરીનાએ કહ્યું કે તેણે ફિલ્મ રેફ્યુજી માં અભિષેક સાથે રોમાંસ કરવાની નાં કહી દીધી હતી કેમ કે તે અભિષેકને પોતાનો ભાઈ માનતી હતી. કરીના એક શો માં પહોંચી હતી અને તે સમયે વાતચીતનાં દૌરાન અભિષેકને ફોન લગાવ્યો હતો, જેમાં અભિષેક બચ્ચને એ વાતનો ખુલાસો કર્યો કે કરીના તેની સાથે ફિલ્મ રેફ્યુજી માં રોમેન્ટિક સીન કરવા માગતી ન હતી, કેમ કે તે અભિષેકને પોતાનો ભાઈ માને છે.અભિષેકે કહ્યું કે ફિલ્મમાં કરીનાની સાથે થયેલા રોમેન્ટિક સીન્સને તે ભૂલી નહિ શકે, કેમ કે કરીના આ સમયે આ સીન કરતી વખતે ખુબ જ શરમાઈ રહી હતી. તેને અભિષેક સાથે આ પ્રકારના સીન્સ કરવામાં ખુબ જ સંકોચ થઇ રહ્યો હતો.

અભિષેક અનુસાર કરીનાની સાથે પહેલો સીન ખુબ જ યાદગાર હતો, કેમ કે તે દૌરાન કરીનાએ આ સીનને કરવા માટે નાં કહી દીધી હતી કેમ કે અભિષેક તેના ભાઈ સમાન હતા.અભિષેકે કહ્યું કે આ વાતનો ખુલાસો જેપી દત્તાએ પણ કર્યો હતો કે અભી તેના ભાઈ સમાન છે, માટે તે સ્ક્રીન પર તેની સાથે રોમાંસ કરવું પસંદ નહી કરે. ફિલ્મ રેફ્યુજી માં અભિષેક લીડ રોલમાં હતા સાથે જ ફિલ્મમાં જૈકી શ્રોફ, શુનીલ શેટ્ટી, અને અનુપમ ખૈર પણ નજરમાં આવ્યા હતા.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.