કોણ હતી ધોની ની ગર્લફ્રેન્ડ અને કેવી રીતે થઈ એની મૃત્યુ , ધોની ના જીવન નું એક જોયું નથી એવું પહેલું…વાંચો આર્ટિકલ

0

ભારત ના પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ના જીવન પર બનેલ બાયોપિક એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી તો તમે બધા એ જોઈ જ હશે ફિલ્મ માં ધોની નો કિરદાર નિભાવેલ સુશાંત સિંહ રાજપૂત એ ધોની ના જિંદગી ના બધા સમય ના કિરદારો ને ખૂબ સારી રીતે નિભાવ્યું પણ ફિલ્મ જોતા જ દર્શકો ના મન માં એક સવાલ જાગ્યો. જ્યારે એમને શરમાળ અને શાંત સ્વભાવ ના ધોની ની ગર્લફ્રેન્ડ વિસે ખબર પડી. આ સવાલ આજે પણ ધોની ના ફેન્સ જાણવા ઉતાવળા છે કે ધોની ની ગર્લફ્રેન્ડ કોણ હતી , કેવી હતી અને શું એ ધોની ના જીવન થી દુર થઇ ગઇ , એની મૃત્યુ ક્યાં અને કેવી રીતે થઈ. આવો જાણીએ ધોની ના જીવન ની સુંદર છોકરી કે પછી એમના પહેલા પ્રેમ વિસે. હંમેશા જ ફૂલ ડુડ ની ઇમેજ રાખવા વાળા ધોની ને હંમેશા જ તમે હસતા મોઢે જોયો હશે પણ કહેવાય છે ને કે હસતી આંખો માં હંમેશા દર્દ છુપાયેલ હોય છે. કંઈક એવો જ દર્દ ધોની એની આંખો માં છુપાડી ને ફરતા હતા. ગઈ 7 જુલાઈ એ ધોની એ એનો 36 મો જન્મદિવસ ઉજવ્યો હતો. પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે ક્રિકેટ ની દુનિયા નું જાણીતું નામ છે પણ શું તમે જાણો છો કે ધોની ની ક્રિકેટ માં આવ્યા પેહલા ની જિંદગી કેવી હતી, કિશોર અવસ્થા માં ધોની ના જીવન માં એક એવું તુફાન આવ્યું જેને એને અંદર થી હલાવી ને રાખી દીધો.

ઝારખંડ ના રાંચી ના આ યુવાન ક્રિકેટર ધોની એ ક્રિકેટ ની દુનિયા માં પગ મુકવા માટે દિવસ રાત મહેનત કરી. એના ક્રિકેટ ના સપના સાથે સાથે ધોની ની આંખ માં બીજું પણ એક સપનું હતું. ખૂબ નાની ઉંમર માં એમને પ્રિયંકા જા નામ ની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો, ફક્ત 20 વર્ષ ની ઉંમર માં ધોની એ નક્કી કરી લીધું હતું કે એ પ્રિયંકા સાથે જ લગ્ન કરશે.

માહી ક્રિકેટ નો એક ચમકતો સીતારો બની ગયા હતા, લાખો છોકરીઓ એમની સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી પણ માહી નું દિલ તો બસ એ લાખો છોકરીઓ ની વચ્ચે એક જ માટે ધડકતું હતું અને એ હતી પ્રિયંકા જા. પણ લગભગ કિસ્મત ને ધોની અને પ્રિયંકા નો સાથ મંજુર નહતો.

ધોની અને પ્રિયંકા ની પ્રેમ કહાની ની સાથે જ ધોની ની પ્રોફેશનલ જિંદગી પણ આગળ વધતી હતી. સાલ 2003-04 માં ધોની નું સિલેક્શન ટિમ ઇન્ડિયા માં થઈ ચૂક્યું હતું. તુરંત એમને જીમ્બાબેવ અને કેન્યા રમવા જવા નું થયું હતું. ભારતીય બલ્લેબાજ અને વિકેટ કીપર ધોની એ પાકિસ્તાન સામે 362 રન બનાવ્યા હતા, જેને કારણે ધોની ની ગણતરી ક્રિકેટ ના મહારથીઓ ની નજર માં આવી ગયો હતો. અને એમનું સિલેક્શન બાંગ્લાદેશ સામે ની સિરીઝ માટે થઈ ચૂક્યું હતું.

ધોની જેવા વિદેશો માંથી પાછા ફર્યા એમને પ્રિયંકા ના રોડ એક્સીડેન્ટ માં મૃત્યુ ની ખબર મળી આ ખબર એ ધોની ને પુરી રીતે તોડી ને રાખી દીધો. નજીક ના સૂત્રો ની માનીએ તો ધોની ને પ્રિયંકા ની મૃત્યુ નો એટલો શોક લાગ્યો કે એ પોતાનું માનસિક સંતુલન પણ ખોઈ બેઠો હતો. ગુમશુમ અને ઉદાસ ધોની એ આ દુઃખ થી બહાર આવવા માટે એનું બધું ધ્યાન કક્રિકેટ પર લગાવી દીધું. પ્રિયંકા ની મૃત્યુ ના શોક માંથી બહાર આવતા ધોની ને 1 વર્ષ થી પણ વધુ સમય લાગ્યો.

4 જુલાઈ 2010 માં ધોની એ તેની બાળપણ ની મિત્ર સાક્ષી સાથે લગ્ન કરી લીધા .સાલ 2015 માં ધોની એ એક દીકરી જીવા ના પિતા બન્યા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here