કોઈપણ વ્યક્તિને પોતાના વશમાં કરવા હોય, તો જાણી લો ચાણક્યનો આ 1 મંત્ર

0

ચાણક્યની નીતિઓનું પાલન કરવામાં આવે તો આજે પણ આપણે ઘણી પરેશાનીઓથી અને નુકસાનથી બચી શકો છો. ચાણક્ય અર્થશાસ્ત્રના આચાર્ય હતાં અને તેઓ શ્રેષ્ઠ કૂટનીતિજ્ઞ પણ હતાં. ચાણક્યએ પોતાની કૂટનીતિથી જ એક સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતના સમ્રાટ બનાવ્યાં હતાં. અહીં જાણો ચાણક્યની થોડી એવી નીતિઓ, જેને ધ્યાન રાખવાથી વ્યક્તિ જીવનમાં સફળ બની શકે છે.

1. જ્ઞાનની વાતોથી જ્ઞાની વ્યક્તિને વશમાં કરી શકો છો. જ્ઞાનીને જ્ઞાનની વાતો ગમતી હોય છે અને જે લોકો એવી વાતો કરે છે, જ્ઞાની લોકો તેમની દરેક વાતો માનવા લાગે છે.

2. જો કોઈ વ્યક્તિનો સ્વભાવ સારો હોય છે તો કોઈ અન્ય ગુણની જરૂરીયાત છે? જો વ્યક્તિની પાસે પ્રસિદ્ધિ છે તો પછી તેને કોઈ અન્ય શૃંગારની શું જરૂરીયાત.

3. વ્યક્તિએ વધુ પ્રામાણિક હોવું જોઈએ નહિ. જંગલમાં સીધા થડ વાળા વ્રુક્ષને જ પહેલા કાપવામાં આવે છે. તેવીજ રીતે વધુ પ્રમાણિક વ્યક્તિને જ સૌથી વધુ કસ્ટ ઉઠાવવો પડે છે.

4. કોઈ મુર્ખ વ્યક્તિને લીધે પરેશાની થઇ રહી હોય તો તેને વશમાં કરી લેવો જોઈએ. મૂર્ખને વશમાં કરવા માટે તેના વખાણ કરવા. મુર્ખ વ્યક્તિ પોતાના વખાણથી પ્રસન્ન થાય છે.

5. જયારે તમે કોઈ કામની શરૂઆત કરો, તો અસફળતાથી ડરવું નહિ. જે લોકો પ્રામાણીક્તાથી કામ કરે છે તેઓ વધુ પ્રસન્ન રહે છે.

6. ભાઈ-બંધુઓની પરખ સંકટમાં ને જીવનસાથીની પરખ ધન નસ્ટ થાય ત્યારે જ થાય છે. દરેક કસ્ટથી વધુ કસ્ટદાઈ પારકા ઘરમાં રહેવું છે.

7. જે મિત્ર સામે મીઠી વાત કરતો હોય અને તમારા પીઠ પાછળ તમારા કામ બગાડે તેને તરત જ છોડી દેવામાં જ ભલાઈ છે. આવા મિત્ર તે પાત્ર સમાન છે જેમાં ઉપર દુધ જોવા મળે છે પરંતુ અંદર જેર હોય છે.

GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.