કોઈ 5 સ્ટાર ન હોટેલ થી કમ નથી આ ટ્રેન, તસ્વીરો જોઈને આંખો અંજાઈ જાશે….

0

તમે બધા એ ટ્રેન માં મુસાફરી તો ચોક્કસ કરી હશે પણ અમે જે આજે લગ્ઝરી ટ્રેન વિશે જણાવીશું તેમાં કદાચ જ તમે સફર કરી હશે. ટ્રેનની સાથે લગ્ઝરી શબ્દ સાંભળીને તમને હેરાની જરૂર લાગી હશે, કેમ કે ભારતીય ટ્રેનોની હાલત તો તમે જાણો જ છો, પણ તમને એ જાણીને હેરાની લાગશે કે અહીં એક એવી પણ ટ્રેન છે જે કોઈ ફાઈવ સ્ટાર હોટેલ થી કમ નથી. અમે જે ટ્રેનની વાત કરી રહ્યા છીએ તે છે ‘શાહી મહારાજા ટ્રેન’ છે જેની ટિકિટ ની કિંમત ઓછામાં ઓછી 1 લાખ પચાસ હજાર અને સૌથી મોંઘી ટિકિટ 15 લાખ રૂપિયા ની છે.

ચાલો તો તમને જણાવીએ આ શાહી મહારાજા ટ્રેન અંદર થી કેવીક દેખાય છે.આ ટ્રેન ટુરિસ્ટ ટ્રેન છે અને યાત્રીઓ ને આગ્રા, રણથંભોર, જયપુર, બિકાનેર, જોધપુર અને ઉદયપુર જેવી શાનદાર ટુરિસ્ટ પ્લેસીસ પર ફેરવે છે. આ ટ્રેનમાં 23 ડબ્બા છે અને 88 યાત્રીઓ સફર કરી શકે છે. આ ટ્રેન એક રીતે ચાલતું-ફરતું રાજમહેલ છે. ટ્રેન દ્વારા આગ્રા થી લઈને ઉદયપુર ફરવા માટે યાત્રી પુરા 7 દિવસ આ ટ્રેનમાં રહે છે, એટલે કે કુલ આઠ દિવસ અને સાત રાત આ યાત્રીઓ આ શાહી ટ્રેનમાં રહે છે.આ ટ્રેન ટ્રેક પર હરતી ફરતી ફાઈવ સ્ટાર હોટેલ છે. જ્યાં યાત્રીઓ ને પોતાની મનપસંદ ઇન્ડિયન કે કોન્ટિનેન્ટલ ખોરાક પણ મળે છે. આ સિવાય તમને ભોજન સોના અને ચાંદી ના વાસણોમાં જ પીરસાવામાં આવે છે. ભોજન માટે ટ્રેનનો એક પૂરો કોચ રેસ્ટોરેન્ટ ની જેમ ડિઝાઇન કરવામાં આવે છે. આ વાસણોમાં 24 કૈરેટ સોનાની પરત લાગેલી હોય છે.  છે. તેના સિવાય ચમચી પર પણ સોનાની પરત લાગેલી હોય છે, એટલે કે તમને અહીં આવીને પુરા રાજાશાહી જેવો અનુભવ થાશે.  આ સિવાય તમને અહીં મોંઘી બ્રાન્ડ ની  દારૂ પણ મળી જાશે, તેના સિવાય આ ટ્રેનમાં રીડિંગ રૂમ, રમત ના સાધનો અને શતરંજ થી લઈને કેરમ સુધીના કોચ પણ છે. તેને સફારી બાર નામના ડબ્બા ના નામથી જાણવામાં આવે છે.
જેમાં ડ્રોઈંગ રૂમ અને અલગથી કૈફે પણ છે જ્યાં તમે કોફી ની મજા લઇ શકો છો. ટ્રેનમાં કિચન પણ છે જેમાં એક્સપર્ટ સ્વાદિષ્ટ પકવાન બનાવે છે. તેઓ દરેક પ્રકારની ડીશ તમારા ઓર્ડર મુજબ બનાવવા માટે તૈયાર રહેતા હોય છે.મહારાજા એક્સપ્રેસ દુનિયાની સૌથી મોંઘી ટ્રેનોમાની એક છે. આ ટ્રેનને વર્ષ 2015 અને 2016 માં સેવન સ્ટોર લગ્ઝરી એવોર્ડ પણ મળી ચુક્યો છે. સાથે જ આ ટ્રેનમાં એક પ્રેસિડેન્શિયલ સેવાઓ પણ ઉપલબ્ધ છે જેને રેલના દરેક ડબ્બા માં બનાવામાં આવ્યું છે.ટ્રેનમાં માસ્ટર બેડરૂમ પણ છે. રાતે સુવાના સમયે જયારે ડબ્બામાં લાઈટ બંધ કરી દેવામાં આવે છે તો ડબ્બા ની છત પર લાગેલા આર્ટિફિશિયલ તારાઓ તમને હલ્કી રોશની આપે છે, આ ટ્રેન ભારતનો તાજ છે. તો તમે પણ આ શાહી મહારાજા ટ્રેનનો લાભ એકવાર જરૂર ઉઠાવજો.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here