વાહ… આ 1 સવાલનો જવાબ આપીને અજય દેવગણ જીત્યો 54 લાખની ઓડી, 235 KMPHની સ્પીડ આપે છે આ ઓડી

0

કરણ જોહરના શો કોફી વિથ કરણનો છેલ્લો એપિસોડ હજુ સુધી ઓનએર નથી થયો પણ એ પહેલા જ આ સીઝનના વિનરનો ખુલાસો જરૂર થઇ ગયો છે. આ સીઝનની શરૂઆતમાં જ કરણ જોહરે જણાવ્યું હતું કે આ વખતના રેપિડ ફાયર રાઉન્ડમાં જે હસ્તી સૌથી મજેદાર અને રસપ્રદ જવાબ આપશે, એને ઇનામમાં એક ઑડી કાર મળશે, અને આખરે આ વિજેતાનું નામ જાહેર થઇ જ ગયું જે બન્યા છે, જે બની ગયા છે અજય દેવગણ. કરણ જોહરની મિત્ર કાજોલના પતિ અજયે આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.આ જવાબે બનાવ્યો અજયને વિજેતા…

રેપિડ ફાયર રાઉન્ડમાં કરણે અજયને પૂછ્યું હતું કે ‘તેને કયો એવો અંધવિશ્વાસ છે જે હવે તૂટી ગયો છે?’ અજયે જવાબ આપતા કહ્યું હતું કે – ‘મને અંધવિશ્વાસ હતો કે તમારી બધી જ K નામની ફિલ્મો ચાલે છે, પણ તારી સાથે કાલ ફિલ્મ કર્યા પછી મારો ભ્રમ ભાંગી ગયો.’અજયનો આ જવાબ સાંભળીને કાજોલે કહ્યું હતું કે આ જવાબ ઑડી જીતશે. અહેવાલો અનુસાર અજય દેવગણને સ્પોર્ટ્સ ઑડી કારની ચાવી સોંપી દેવામાં આવી છે. અજયને સ્પોર્ટ્સ કારનો ક્રેઝ છે, આ કાર પણ તે જાતે જ ડ્રાઈવ કરીને ઘરે લઇ ગયા હતા.રિપોર્ટ્સ અનુસાર કોફી વિથ કરણના ફિનાલે એપિસોડમાં મલાઈકા અરોરા, કિરણ ખેર, વીર દાસ અને મલ્લિકા દુઆ જજ હતા અને તેઓએ જ અજયના આ જવાબને આન્સર ઓફ ધ સીઝન તરીકે પસંદ કર્યો છે.અજય દેવગણને Audi A5 સોંપી દેવામાં આવી છે. Audi A5 સ્પોર્ટબૈકને 2017માં 54 લાખ રૂપિયામાં ભારતમાં લોનન્સ કરવામાં આવી હતી. અજય દેવગણને જે કાર મળી છે એ 2018 મોડલ છે. જે ઉત્તમ ફિચર્સથી સજ્જ છે. આ કારમાં પેનોરેમિક સનરૂફ, એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર છે.Audi A5 સ્પોર્ટબૈક ભારતીય બજારમાં ફક્ત 2.0 લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન વિકલ્પમાં જ ઉપલબ્ધ છે, જે 188 બીએચપીનો પાવર અને 400 એનએમનો પીક ટૉર્ક જનરેટ કરે છે. કારના એન્જીનને 7-સ્પીડ ડ્યુલ-ક્લચ ટિપટ્રોનિક ટ્રાન્સમિશનથી સજ્જ કરવામાં આવ્યું છે. Audi A5 સ્પોર્ટબૈક ફક્ત 7.9 સેકન્ડમાં જ 100 કિમીની સ્પીડ પકડી શકે છે. તેની મહત્તમ ઝડપ 235 કિમિ પ્રતિ કલાકની છે.જણાવી દઈએ કે અજય દેવગણના ગેરેજમાં મસેરાટી ક્વાટ્રોપોર્ટે, લેન્ડ રોવર રેન્જ રોવર વોગ, મર્સીડીઝ બેન્ઝ એસ કલાસ, બીએમડબ્લ્યુ ઝેડ 4, મીની કૂપર એસ, મર્સીડીઝ બેન્ઝ જીએલ કલાસ અને ઑડી કયુ 7 સામેલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here