લાફિંગ બુદ્ધાની મૂર્તિઓ બનાવી દે છે બધા જ બગડેલા કામ, જાણો કઈ દિશામાં રાખવાથી મળે છે લાભ

0

જયારે પણ તમે કોઈના ઘરે કે ઓફિસ જાઓ છો, ત્યારે તમે ઘણીવાર સજાવટમાં વચ્ચે લાફિંગ બુદ્ધાની મૂર્તિ જોઈ હશે. લાફિંગ બુદ્ધાની માંગ બજારમાં ક્યારેય ખતમ નથી થતી અને ભેટ તરીકે આપવામાં તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો લાફિંગ બુદ્ધા તમે કોઈને ભેટ તરીકે આપો છો તો તેના ઘરે પણ ખુશીઓ આવે છે અને તમારો પરિવાર પણ સુખી રહે છે. તે જ દેખાવામાં પણ સુંદર હોય છે. ત્યારે તમારા મનમાં સવાલ આવતો હશે કે આ લાફિંગ બુદ્ધા આખરે કોણ છે અને તેમની મૂર્તિ હંમેશા હસ્તી જ કેમ હોય છે? તો આ સવાલના જવાબની સાથે સાથે તેને ઘરમાં મુકવાથી થતા લાભ વિશે પણ તમને જણાવીશું.

લાફિંગ બુદ્ધાને રાખવું મનાય છે શુભ 
જે રીતે આપણા દેશમાં વાસ્તુ શાસ્ત્ર માનવામાં આવે છે, એ રીતે ચીનમાં ફેંગશુઇ હોય છે. ઘરમાં બરકત અને સુખસમૃદ્ધિ લાવવા માટે આપણે વાસ્તુનું ધ્યાન આપીએ છીએ. મુખ્ય પ્રવેશદ્વાર આ દિશામાં હોવો જોઈએ, રસોડું કઈ દિશામાં હોય, એ જ રીતે ચીનમાં ફેંગશુઇ છે, જે વાસ્તુની જેમ જ કામ કરે છે. આપણે ત્યાં સંપત્તિના દેવ કુબેર મહારાજ છે અને ચીનમાં લાફિંગ બુદ્ધાને સંપત્તિના દેવ માનવામાં આવે છે. એને ઘર, દુકાન, ઓફિસ કશે પણ રાખવાથી કૃપા મળે છે. સાથે જ જાણી લઈએ કે આખરે બુદ્ધાના આ રૂપનું નામ લાફિંગ બુદ્ધા કેમ પડ્યું.

કોણ હતા અસલમાં લાફિંગ બુદ્ધા
મહાત્મા બુદ્ધના ઘણા શિષ્યો હતા, જેમાંથી એક શિષ્ય હતા જાપાનના હોતોઈ. જ્યારે હોતોઈ બૌદ્ધ બન્યાં, ત્યારે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. એન જેવું આ થયું એવું તરત જ તેઓ મોટેથી હસવા લાગ્યા. તેમના જીવનનો એકમાત્ર હેતુ હતો કે લોકોને હસાવવું અને તેમના જીવનને સુખુ બનાવવું. હોતોઈ બધે જ જતા હતા અને લોકોને હસાવતા હતા. ત્યારથી તેમનું નામ લાફિંગ બુદ્ધા પડી ગયું, એટલે કે એ બુદ્ધા કે જે હસતા જ રહે છે. હસવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે અને તેનાથી મન પણ પ્રસન્ન થાય છે અને હકારાત્મક શક્તિઓ મળે છે. આ પછી તેમને અનુસરનારા લોકોની સંખ્યા પણ વધી.

ચીનમાં લાફિંગ બુદ્ધાને ઉદારના નામથી પણ ઓળખવામાં આવે છે. હકીકતે બુદ્ધા પણ એક ભિક્ષુક હતા અને તેમને હારવું-ફરવું અને મોટ-મસ્તી કરવું ખૂબ જ પસંદ છે. તેઓએ લોકોને હસાવવા માટે અલગથી કઈં ખાસ કરવું પડતું ન હતું. ફક્ત તેમના વિશાળ શરીર અને નીકળેલા પેટને જોઈને જ લોકો હસવા લાગતા હતા. આ રીતે તમને જ્યા પણ લાફિંગ બુદ્ધાની મૂર્તિ હોય છે તેનું પેટ બહાર નીકળેલું જ હોય છે.

લાફિંગ બુદ્ધાને ક્યાં રાખી શકાય:

  • મૂર્તિને ક્યારેય પણ મુખ્ય દ્વાર પર ન રાખવી, જ્યાથી તમારું રોજનું આવન-જવાન હોય એ સ્થાને બુદ્ધાની મૂર્તિ ન રાખો.
  • લાફિંગ બુદ્ધની એ મૂર્તિ પોતાના ઘર અને ઓફિસમાં રાખી શકાય કે જેમાં તેઓ બંને હાથ ઉપર કરીને હશે છે, અને આ મૂર્તિને પૂર્વ દિશામાં જ રાખો.
  • જો ઘરમાં આવક વધારવી હોય અને સુખ શાંતિમાં વૃદ્ધિ ઇચ્છતા હોય તો લાફિંગ બુદ્ધાની મૂર્તિ પોતાના ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. આ દિશામાં રાખવાથી સકારાત્મકતા આવે છે.
  • જો તમે એવું લાગે છે કે તમારી ખુશીઓને કોઈની નજર લાગી ગઈ છે, કે પરિવારના લોકોના બનેલા કામ બગાડી રહયા છે તો બુદ્ધાની એવી મૂર્તિ ઘરે લાવો જેમાં તેઓ ડ્રેગન પર બેઠા હોય.
  • ઘર અને ઓફિસ એ બિઝનેસમાં આવક માટે કામની જગ્યા પર બુદ્ધાની મૂર્તિ લાવો જેમાં તેઓ ધનની પોટલી લઈને હસતા હોય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here