એ તો તમે જાણો જ છો કે દુનિયામાં પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ અલગ-અલગ હોય છે. વ્યક્તિ પોતાના સ્વભાવથી જ પોતાની અલગ ઓળખાણ બનાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નામના પહેલા અક્ષરથી વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. આજે આપણે જોઇશું કે એ લોકોના સ્વભાવ વિશે કે જેમના નામ અક્ષર A, S, R, M શરૂ થાય છે..
A નામવાળા લોકો
A અક્ષરથી જે લોકોનું નામ શરૂ થાય છે તે લોકોનો સ્વભાવ થોડો જીદ્દી અને મજાકિયા હોય છે. આ લોકોને એટ્રેક્ટિવ દેખાવુ અને એટ્રેક્ટિવ દેખાવવાળા લોકો હંમેશા પસંદ આવે છે. આ લોકો ભીડમાં પણ પોતાની અલગ ઓળખાણ બતાવે છે. આ લોકોની સૌથી ખાસ વાત એ છે કે આ લોકો પોતાને કોઇપણ પરિસ્થિતિમાં આસાનીથી ઢળી જાય છે. કરી આત્મા આ લોકો પોતાનો નિર્ણય સમજી-વિચારીને લેશે. આ લોકો પોતાના કામને લક્ષ્ય સુધી પહોંચ્યા સુધી ક્યારે પણ હાર નથી માનતા. જેનાથી તે પોતાની મહેનતથી સારું રિઝલ્ટ લાવે છે. આ લોકો પોતાની લાઈફમાં પોતાના પ્યાર અને નજીકના લોકોની ખૂબ જ વેલ્યુ કરે છે. આ લોકોને ગુમાઈ ફેરવીને વાત કરવું બિલકુલ પસંદ નથી. ખોટી વાત આ લોકોને ખુલ્લા દિલથી કહી દઈએ તો આ લોકો ક્યારે પણ ખોટું માનતા નથી. પરંતુ જો ગુમાવી ફેરવીને વાત કરીએ તો આ લોકોને ખોટું લાગી જાય છે.
M નામવાળા લોકો
જે લોકોનું નામ M અક્ષરથી શરૂ થાય છે તે લોકો ચંચળ સ્વભાવના હોય છે. આ લોકોને ફેમિલી પ્રત્યે વધારે ઝુકાવ જોવા મળે છે. આ લોકો પોતાના ફેમિલીને ખુશ રાખવા માટે હંમેશા નાની-મોટી પ્લાનિંગ કરતા રહેશે. આ લોકોના મનમાં વાત છુપાઈને રાખવાવાળી પ્રવૃત્તિ ખાસ હોય છે. આ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે. આ લોકોને ગુસ્સો ખૂબ જલ્દી આવી જશે અને ગુસ્સો પણ જ્યાં અન્યાય દેખાતો હોય ત્યાં ખાસ આવે છે. પ્રેમની બાબતમાં આ લોકો ખૂબ જ ઈમોશનલ હોય છે. જો કોઈ એક વાર કોઈ સંબંધમાં બંધાઈ જાય તો તેને ક્યારેય પણ છોડતા નથી. આ લોકોને એવા લાઈફ પાર્ટનરની જરૂર હોય છે જે તેમની સાથે બધી જ વાતો શેર કરી શકે અને દરેક મોડ પર તેમનો સાથ આપે.
R નામવાળા લોકો
જે લોકોનું નામ R અક્ષરથી શરૂ થયું છે તે લોકો પોતાની લાઇફમાં હંમેશા ખુશનુમા રહેવું પસંદ કરે છે. આ લોકો પાસે પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા પણ હોય છે. આ લોકો પોતાની લાઇફમાં કોઈ પણ કામ કરે તો પૂરી પ્લાનિંગ અને અનુભવી વ્યક્તિની સલાહ સાથે કરે છે. આ લોકો ખુશમિજાજ સ્વભાવના હોય છે. જેના કારણે તે લોકો કોઈને પણ દુઃખી જોઇ શકતાં નથી. અને કોઈને પણ દુઃખ પડે તે લોકોને બિલકુલ પણ પસંદ નથી. આ લોકોને દુનિયાથી કોઈ મતલબ હોતો નથી. આ લોકો પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહે છે. અને કોઈપણ વ્યક્તિને તેમના મદદની જરૂર પડે છે ત્યારે તે હંમેશા બીજાને મદદ કરવા માટે તૈયાર રહે છે.
S નામવાળા લોકો
જે લોકોનું નામ S અક્ષરથી શરૂ થાય છે તે લોકો પોતાના વાતના પાક્કા હોય છે. આ લોકો દિલથી ખૂબ જ સારા હોય છે. આ લોકોને પોતાની વાત કોઇની સાથે શેર કરવી બિલકુલ પણ પસંદ હોતી નથી. કોઈને પણ કંઈ પણ વસ્તુની જરૂર હોય તો આ લોકો હંમેશા મદદ કરતા હોય છે. કરિયર બાબતે હંમેશા ચિંતિત રહેતા હોય છે. આ લોકો જે પણ ક્ષેત્રમાં કામ કરે છે ત્યાં પોતાની મહેનતથી સફળતા સુધી પહોંચી જાય છે. પ્રેમની બાબતમાં આ લોકો ખૂબ જ ભાવુક હોય છે. જેથી પાર્ટનરની દરેક વાત માની લે છે. પ્રેમની બાબતમાં આ લોકો થોડા શરમાળ હોય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
