IPS પતિ-પત્નીએ દત્તક લીધી “શહીદ” ની દીકરી અને ઉઠાવશે પુરી જવાબદારી…સત્ય સ્ટોરી તમારા હૃદય ભાવવિભોર કરી દેશે

0

ભારત વિશે એવું કહેવામાં આવે છે કે અહીં દુનિયાના શ્રેષ્ઠ બુદ્ધિમાન લોકો રહે છે. એક શોધ દરમ્યાન આ વાત સાબિત પણ થઇ ચુકી છે કે ભારતીયોનું મગજ સૌથી શ્રેષ્ઠ હોય છે. જોકે અહીંના લોકો પોતાના મગજનો વધુ ઉપયોગ નથી કરતા. ભારતમાં વર્ષોથી શિક્ષણ પર જોર આપવામાં આવે છે, અહીં ખૂબ પહેલેથી જ મહિલાઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. પરંતુ અસલ જીવનમાં મહિલાઓ સાથે શું કરવામાં આવે છે, એ વાત કોઈનાથી છુપાયેલી નથી.

મહિલાઓએ બનાવ્યા છે શ્રેષ્ઠ ઉદાહરણ-
પશ્ચિમ દેશોની સરખામણીએ ભારતમાં મહિલાઓની સ્થિતિમાં સુધાર ખૂબ પછીથી થયો છે. તેમ છતાં હજુ પણ અહીં મહિલાઓને પુરુષની બરાબર સમજવામાં નથી આવતી. જો અમુક મોટા શહેરોને બાદ કરીયે તો ગામડાઓમાં રહેવાવાળી સ્ત્રીઓની સ્થિતિ આજે પણ એવી જ છે. આજે પણ ગામની મહિલાઓ પુરુષોના દબાણમાં જીવન ગુજારવા પર મજબૂર છે. પરંતુ કેટલીક મહિલાઓએ આ બંધનને તોડીને આપણી સામે શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. આ જ મહિલાઓ એક નવો ઇતિહાસ રચવાનું કામ પણ કરે છે. આજે એવી જ એક મહિલા વિશે વાત કહીશું, જેને ઇતિહાસ રચવાનું કામ કર્યું છે.

ભણતરથી લઈને લગ્ન સુધીની ઉઠાવી જવાબદારી-
આજે અમે તમને દેશની બીજી મુસ્લિમ મહિલા IPS અંજુમ આરા વિશે જણાવીશું. અંજુમ આરા ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના એક નાના ગામ કમ્હરિયાની રહેવાસી છે. જયારે તેઓએ IPS બનવાનું સપનું જોયું હતું ત્યારે ઘણા લોકોએ તેમને હતોત્સાહ કર્યા, પરંતુ તેઓએ હાર ન માની. પોતાના પરિવારની મદદથી અંજુમે પોતાના સપનાઓને સાકાર કરી બતાવ્યા છે. જાણીને ચોંકી જશો પરંતુ અંજુમના પતિ યુનુસ ખાન પણ IAS ઓફિસર જ છે. આ યુગલે જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા નાયાબ સુબેદાર પરમજીત સિંહની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીનો બધો જ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે.

અત્યારે અંજુમ છે સોલન જિલ્લાની SP-
જાણકારી મુજબ, અંજુમ આરાના પિતા એક સિવિલ એન્જીનીયર છે અને તેમની માતા ગૃહિણી છે. અંજુમનું શિક્ષણ-ભણતર લખનઉથી થયું છે. અંજુમે કોમ્પ્યુટર એન્જીનીરિંગનું ભણતર કર્યું છે અને થોડા સમય સુધી કામ પણ કર્યું. પરંતુ પિતાના કહેવા પર તેમને બીજીવારમાં જ IPSની પરીક્ષા પાસ કરી લીધી હતી. અંજૂમની પહેલી પોસ્ટિંગ શિમલામાં ASPના રૂપમાં થઈ હતી. હાલ અંજુમ હિમાચલના સોલન જિલ્લાની SP છે. અંજુમ અને યુનુસનો એક દીકરો પણ છે.

શહીદના પરિવારનું દર્દ હોય છે અસહનીય-
અંજુમે જણાવ્યું કે શહીદની દીકરી ખુશદીપ પોતાના પરિવાર સાથે જ રહેવા ઈચ્છે છે. અને તેની ઘરની, ભણતર અને લગ્નનો બધો જ ખર્ચો ઉઠાવીશું. જયારે અમને સમય મળશે ત્યારે અમે શહીદના ઘરે જઈને તેમના પરિવાર અને દીકરીની મુલાકાત પણ કરીશું. તેમને જીવનમાં કોઈ પણ તકલીફ ન પડે એ માટે અમે સતત પ્રયાસ કરીશું. જો એ IAS, IPS કે પછી કોઈ બીજી ફિલ્ડમાં જવા માંગશે તો પણ અમે તેની પૂરી મદદ કરીશું. યુનુસે કહયું કે કોઈ શહીદના પરિવારનું દર્દ અસહનીય હોય છે. પરંતુ આપણે તેમના દુઃખને વહેંચવાની કોશિશ કરી શકીએ છીએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here