શા માટે ગેસ સિલિન્ડર પર લખેલો આ નંબર છે અત્યંત મહત્વનો? 98% લોકોથી આ વાતથી અજાણ!

0

આધુનિક સુવિધાઓ માનવ જીવન માટે જેટલી લાભદાયક છે એટલી જ જોખમી છે. ગેસ સિલિન્ડરો પણ આમાંની જ એક વસ્તુ છે. રસોઈ ગેસનો ઉપયોગ સ્ત્રીઓનું જીવન સરળ તો બનાવે છે, પરંતુ તેનું જોખમ ઓછું નથી. અવારનવાર ગેસ સિલિન્ડરના વિસ્ફોટથી થતી ભયંકર દુર્ઘટનાઓની ખબર છાપામાં જોવા મળે છે. તેવામાં ગેસ સિલિન્ડરોનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવી જોઈએ. જરાક પણ લીકેજની આશંકા હોય તો એને અવગણવી નહિ.

સાથે જ એવી કેટલીક બાબતો પણ છે જે આપણે ધ્યાનમાં નથી લેતા જ્યારે કે તે આપણા માટે ખૂબ જ અગત્યની છે. આજે, અમે તમને રસોઈ ગેસ સિલિન્ડર સંબંધિત એક જરૂરી બાબત જણાવીશું કે જે તમને તેના જોખમોથી બચાવી શકે છે.

રસોઈ ગેસ સિલિન્ડર સંબંધિત જરૂરી સૂચના:

ઘણી વાર એવું બને છે કે આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ તેની જ પૂરતી જાણકારી આપણને નથી હોતી, અને આજે અમે તમને જે બાબત જણાવી રહ્યા છીએ તે પણ આવી જ એક બાબત છે. મોટા ભાગના લોકો આ વિશે જાણતા નથી. અહીં અમે વાત કરી રહ્યા છીએ ગેસ સિલિન્ડર પર લખેલા એક વિશેષ કોડ નંબર વિશે કે જે સિલિન્ડરમાં સૌથી ઉપર રેગ્યુલેટર પાસે જે ત્રણ પટ્ટી હોય છે તેમાંથી કોઈ એક પર લખેલો હોય છે.

તમારું ધ્યાન પણ ઘણી વાર આ નંબર પર ગયું જ હશે, પણ શું તમને ક્યારેય પણ જાણવાની કોશિશ કરી છે કે આ નંબર છે શું અને શા માટે લખેલો હોય છે? મોટેભાગના લોકોને આ નંબરનો અર્થ નહિ ખબર હોય જયારે કે આ નંબર દરેક રસોઈ ગેસ ઉપભોક્તાની સલામતીના સંદર્ભમાં અત્યંત ઉપયોગી છે. ચાલો અમે તમને જણાવીએ આ નંબરનો સાચો અર્થ:

હકીકતે આ નંબર ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ જણાવે છે અને આ તારીખ પછી સિલિન્ડર ક્યારેય પણ ફાટી શકે છે. આ નંબરોની શરૂઆતમાં A, B, C, D લખેલું હોય છે જેનો અર્થ એ થાય છે કે ગેસ કંપની દરેક લેટરને ત્રણ મહિનામાં વહેંચી દે છે, Aનો અર્થ થાય છે જાન્યુઆરીથી માર્ચ અને Bનો અર્થ એપ્રિલથી જૂન સુધી થાય છે. આ જ રીતે Cનો અર્થ થાય છે જુલાઈથી સપ્ટેમ્બર અને Dનો અર્થ ઓક્ટોબરથી ડિસેમ્બર થાય છે. આ સિવાય સાથે જ વર્ષ પણ લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે A-17નો અર્થ થાય છે કે ગેસ સિલિન્ડર જાન્યુઆરીથી માર્ચ 2017 સુધી જ વાપરી શકાશે, તેના પછી આ સિલિન્ડરનો ઉપયોગ ખતરનાક નીવડી શકે છે. અને આ ભયોમાં સામેલ છે ગેસ લીકેજથી લઈને સિલિન્ડરનું ફાટવું. આવામાં જયારે પણ તમે નવો ગેસ સિલિન્ડર લો ત્યારે તેનો નંબર જરૂરથી ચકાસો.

ગેસ કંપનીઓ આ નંબર લગાવીને પોતાની જવાબદારી પુરી કરે છે… આપણે પણ એક સજાગ ઉપભોક્તા તરીકે ધ્યાન આપવું જ જોઈએ. જોકે અત્યારે પણ મોટાભાગના લોકોને આ વિશે જાણકારી નથી એટલે જ આપ આ જાણકારીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. જેથી તેઓ પણ આ વિશે જાણી શકે… આ જાણકારી લોકોનો જીવ બચાવી શકે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here