આવી રીતે ડુંગળી કાપશો તો નહી બળે આંખો, જાણો બીજી પણ ઉપયોગી કિચન ટિપ્સ….

0

રસોડામાં કામ કરતી વખતે નાની નાની સમસ્યાઓનો સામનો કરવો પડેછે , તો અહીંયા વાંચો આજે કેટલી કૂકિંગ ટીપસ. જે તમને તમારા રસોડામાં ઘણી મદદ કરશે.
એક ડુંગળી લો અને તેની છાલ ઉતારી લો. આ પછી, થોડો સમય માટે તેને પાણીમાંડૂબાડીને રાખો. આને પછી અડધા કલાક પછી ડુંગળી કાપી લો, આમ કરવાથી આંખોમાં બળતરા થતી નથી અને તમારી આંખોમાં આંસુઓ પણ નહી આવે. .
દહીં બનાવટી વખતે કાચા દૂધમાં નારિયેળનો નાનો ભાગ મૂકો, દહીં ઘણા દિવસો સુધી તાજુ રહેશે.
હલવામાં સૂકી ખાંડ ન નાખતા ખાંડની બનેલ ચાસણી નાખો. ખીર ખીર બનાવતી વખતે એમાં એક ચપટી મીઠું ઉમેરો. ખીરનો સ્વાદ અલગ જ આવશે.
જો ગાજરની ટૂંક સમયમાં છાલ ઉતારવી પડે એવું હોય તો તેને ગરમ પાણીમાં પાંચ મિનિટ સુધી પલાળી રાખો અને પછી છાલ ઉતરતા પહેલાં બે મિનિટ ઠંડા પાણીમાં મૂકો.
ફ્રિજમાં લીંબુ ને લાંબા સમય સુધી તાજા રાખવા માટે અને તે સુકાઈ ન જાય એ માટે લીંબુ ઉપર નારિયેળનું તેલ લગાવો અને તેને ફ્રિજમાં મૂકો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here