તપસ્વીનાં શાપથી આજે પણ જે જાય છે આ મંદિરમાં બની જાય છે પથ્થર …..વાંચી ઇતિહાસ

0

ભારત ચમત્કાર અને આસ્થાનો દેશ છે. કાશ્મીરથી કન્યાકુમારીમાં ઘણા આશ્ચર્યજનક મંદિરો અને ગુફાઓ આવેલી છે. આ ચમત્કારિક મંદિરોમાંનું એક એવું મંદિર છે જ્યાં જવાવાળો વ્યક્તિ પથ્થર બની જાય છે. અહીં રહેતા લોકો માને છે કે આ શહેર પર કોઈ ભૂતની આત્મા છે. તો કોઈ કહે છે કે આ શહેર સાધુના શાપથી પ્રભાવિત છે. અહીં જવા વાળા બધા લોકો તેમના શ્રાપને લીધે પથ્થર બન્યા હતા. અને આ જ કારણ છે કે લોકો તે શાપના ભયથી ત્યાં જતા નથી. કિરાડુનું આ રહસ્યમય મંદિર રાજસ્થાનના ઘણા રહસ્યમય સ્થળોમાંનું એક છે.ખરેખર એક શાપ છે કે જાદુ, ચમત્કાર અથવા ભૂતની આત્મા. તે કોઈ જાણતું નથી. જોકે, કોઈને પણ આ જાણવાની હિંમત થતી નથી.

રાજસ્થાનમાં ખજુરાહોનાં મંદિરો પ્રસિદ્ધ અને આકર્ષક તો છે.  પરંતુ તેની ડરામણી હકીકતો જાણીને અહીંયા કોઈ પણ સાંજે જવા તૈયાર થતું નથી. કિરાડુના આ મંદિરની વિશેષ માન્યતા એ છે કે, અહીંયા સાંજે જે પણ વ્યક્તિ આવે છે કે રહી જાય છે. તે એક પથ્થર બની જાય છે અથવા તે હમ્મેશ માટે મોતની નીંદરમાં સૂઈ જાય છે. કિરાડુની આ માન્યતા વર્ષોથી ચાલી રહી છે. સાંજે પથ્થર બની જવાનાં ભયથી ત્યાં સાંજ પડતાં જ આ ઇલાકો વેરાન બની જાય છે.

કિરાડુમાં લોકો આવી રીતે બન્યા પથ્થર :

વર્ષો પહેલા કિરાડુમાં એક સંન્યાસ પધાર્યા હતાં. ત્યાં તેમના શિષ્યોનો સમૂહ હતો. એક દિવસ શિષ્યોને આ ગામમાં મૂકીને બીજે જતાં રહે છે. આ દરમિયાન શિષ્યોનું આરોગ્ય વધારે પ્રમાણમાં ખરાબ થઈ ગયું અને ગામવાસીઓએ તેમને મદદ પણ કરી ન હતી. તપસ્વી પાછા આવ્યાં ને જોવે છે કે તેમનાં શિષ્યો ગંભીર રીતે પીડાતાં હતાં. આ જોઈને અને શાપ ગ્રાતેમણે શાપ આપ્યો કે આ ગામના લોકો પથ્થર દિલ છે માટે બધા પથ્થર બની જાઓ. ત્યાં એક કુંભારણ હતી જે શિષ્યોને મદદ કરતી હતી. તેને સન્યાસીએ કહ્યું કે તું આ ગામથી  દૂર જતી રહે નહીતર તું પણ એક પથ્થર પણ બની જશે. પરંતુ યાદ રાખજે જતી વખતે પાછું વળીને ન જોતી, કુંભારણ ગામ છોડીને જાય છે પણ એને તપસ્વીની વાત પર સંદેહ ગયો. એ જેવુ પાછું ફરીને જોવે છે તો એ પણ પથ્થર બની જાય છે. સીહની ગામમાં કુંભારણની પથ્થરની મૂર્તિ આજે પણ તે ઘટનાની યાદ અપાવે છે.

11મી સદીમાં થયું હતું આ મંદિરનું નિર્માણ :

કિરાડું મંદિરો કોને બંધાવ્યા તેનાં વિશે કોઇ તથ્યો અસ્તિત્વમાં નથી  ત્રણ શિલાલેખો પર વિક્રમની 12મી સદી  છે. પ્રથમ શિલાલેખ વિક્રમ સંવત 1209  ને મહા વદ 14  છે જે અનુસાર 24 જાન્યુઆરી, 1153 માનવામાં આવે છે.  જ્યારે ચાલુક્ય કુમારપાળનો  ગુજરાતમાં સમય હતો. બીજું વિક્રમ સંવત 1218  ઈ.સ 1161 જેમાં પરમાર સિદ્ધરાજ થી લઈને સોમેશ્વર સુધીની વંશવાળી આપવામાં આવેલી છે.  તૃતીય વિક્રમ સંવત 1235, જ્યારે ચાલુક્ય રાજા ભીમદેવ બીજાની ગુજરાતમાં સત્તા હતી. તેમજ ઇતિહાસ કારોના મત મુજબ કિરાડું મંદિરનુ નિર્માણ 11મી સદીમાં થયું હશે. તેમજ આનું નિર્માણ પરમાર વંશના રાજા દુલશાલરાજ અને તેનાં વંશજોએ કર્યું હશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here