માત્ર 1 રાત માટે જ કિન્નરો કેમ લગ્ન કરે છે ? અને શા માટે કરે છે ? જાણો આજે એનું રહસ્ય

0

કિન્નર સમાજમાં આવનાર નવા કિન્નરનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. નવા આવનાર કિન્નરના સ્વાગતનું ભવ્ય આયોજન પણ કરવામાં આવે છે. એમાં નાચ ગાન અને મોટા મોટા જમણવારનું પણ આયોજન કરવામાં આવે છે. કિન્નર લોકો ક્યારેય લગ્ન નથી પણ કરતાં. પણ એક વાત એવી પણ છે કે કિન્નર લગ્ન કરે છે અને તે પણ સોળે સણગાર સજીને તેના દુલ્હા સાથે લગ્ન કરે છે. અને વિવાહ પત્યા પછી તરત જ તે વિધવા પણ થઈ જાય છે. એવું કહેવાય છે કે કોઈપણ કિનનાર લગ્ન પછી કે ક્યારેય ખુશ થઈને જે આશીર્વાદ આપે છે તે ક્યારેય અસફળ નથી જતાં.
એવું કહેવાય છે કે કિન્નરના આશીર્વાદ ભગવાન સમાન હોય છે. પરંતુ શું તમે એ વાત જાણો છો કે કિન્નર એક દિવસ માટે લગ્ન કરે છે અને એ પણ ભગવાન સાથે. તો આવો આજે જાણીએ કિન્નરના વિવાહ સાથે જોડાયેલ રસપ્રદ વાત.

ભગવાન સાથે કરે છે લગ્ન :
હા, તેઓ એક દિવસ માટે ભગવાન સાથે લગ્ન કરે છે અને તેઓ બીજા દિવસે વિધવા બની જાય છે. તે પોતાના ભગવાન અર્જુન અને નાગ કન્યા ઉલુપીના પુત્ર ઇરરાવનને માને છે, જે અરવણ તરીકે પણ ઓળખાય છે. તે તેમને લગ્ન કરે છે.

લગ્નની મોજ પછી તરત જ થાય છે વિલાપ :
તમે જાણીને આશ્ચર્ય પામશો કે લગ્ન પછી કિન્નર ભવ્ય ઉજવણી કરે છે. આ પછી, તેઓ તેમના ભગવાન ઇરાવનને આખા શહેરમાં ફેરવે છે. તે પછી, તેઓ મૂર્તિ તોડે છે. પછી ખૂબ વિલાપ કરે છે અને તે તરત જ વિધવા બની જાય છે.

લગ્ન ની શરૂઆત આવી રીતે થાય છે
કિન્નરના લગ્નની કથા મહાભારતથી કહેવામાં આવે છે. એ મુજબ, મહાભારતના યુદ્ધમાં ભાગ લેતા પહેલાં, પાંડવોએ મા કાલિની પૂજા કરી અને તેમને એ પૂજા પછી એક રાજકુમારની બલી ચડાવવાની હતી. બલિદાન માટે કોઈ રાજકુમાર તૈયાર નહોતો. પરંતુ ઇરાવન તૈયાર થઈ ગયો. પણ તેણીને એવી શરત હતી કે લગ્ન કર્યા વગર તેને લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ઇરવાન સાથે એક દિવસ માટે કોણ લગ્ન કરશે તે સૌથી મોટો પ્રશ્ન હતો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here