આજથી 36 મહિના, 1096 દિવસ, 26,304 કલાક અને 15 લાખ 78 હજાર 240 મિનિટ્સ પહેલા તેઓ બંને મળ્યા હતા અને તેમણે પેહલી સેલ્ફી “ચાર ચાર બંગડીવાળી” કિંજલ સાથે લીધી હતી.

0

પ્રેમીઓ કોઈપણ હોય દરેક ને પોતાની પહેલી મુલાકાત યાદ રહેતી જ હોય છે. હા આજે વાત કરવાના છે આપણા ગુજરાતની ગરબા ક્વીન કિંજલ દવે અને તેમના ફિયાન્સ પવન જોશીની.

પવન જોશીએ ઈન્સ્ટાગ્રામ પર તેમના બંનેની પહેલી મુલાકાતની સેલ્ફી અપલોડ કરી હતી. તેમણે આ ફક્ત ફોટો જ શેર નથી કર્યો તેની સાથે એક ખુબ જ પ્રેમભરી પોસ્ટ પણ લખી છે. પોસ્ટમાં તેઓ લખે છે કે આજથી 36 મહિના, 1096 દિવસ, 26,304 કલાક અને 15 લાખ 78 હજાર 240 મિનિટ્સ પહેલા તેઓ બંને મળ્યા હતા અને તેમણે પેહલી સેલ્ફી “ચાર ચાર બંગડીવાળી” કિંજલ સાથે લીધી હતી. તમને જણાવી દઈએ કિંજલ અને પવને ૧૮ એપ્રિલે સગાઇ કરી હતી. સગાઇ પછી અવારનવાર અનેક પ્રસંગો દરમિયાન તેઓ બંને સાથે પણ જોવા મળે છે.

કિંજલ સાથે તેમના બીજા ઘણા ફોટો છે પણ આ ફોટો એ તેમની પહેલી મુલાકાતનો છે. તેઓએ એકબીજાને પસંદ કરી લીધા હતા. આ ફોટો શેર કરતાની સાથે પવન લખે છે કે આ દિવસ એ માતા જીવનનો સૌથી મહત્વનો અને ખાસ દિવસ હતો. આ દિવસે અમે પહેલી વાર મળ્યા હતા. ત્યારે કિંજલને જોઇને મને લાગતું હતું કે સમય એકજ જગ્યાએ રોકાઈ ગયો છે. તેમને પણ બાકી પ્રેમીઓની જેમ હવાઓમાં અનેરા જાદુનો અહેસાસ થતો હતો. એ દિવસ એ ખરેખર કોઈદિવસ ભુલાશે નહિ. તમારી જિંદગીમાં તમે એક જ વાર કોઈ એવી વ્યક્તિને મળો છો જે તમારું હ્રદય પીગળાવી દે છે. એ દિવસે એક અલગ પ્રકારની અનુભૂતિ થઇ હતી. આ ક્ષણ એ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ છે. તેમણે એ પોસ્ટમાં કિંજલનો આભાર પણ માન્યો છે તેમના જીવનમાં આવવા માટે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here