કિંજલ દવે સાથે પત્ની તરીકે ફેક ફોટા બનાવવા વાળા યુવકની ઘટના પર ખુલ્યું નવું રહસ્ય – ચોંકી જશો જાણીને..

હાલમાં જ ફેમસ સિંગર કિંજલ દવેના ફોટોશોપ માં બનાવેલ ફેક ફોટા પોતાની ફેસબુકમાં  પર મૂકનાર નિરજ મકવાણા સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ થઇ હતી અને તેની ધરપકડ કરી હતી. પૂછપરછ માં એવી વિગતો બહાર આવી જે જાણીને બધા ચોંકી ગયા.

પહેલા તો મીડિયામાં એવું કહેવામાં આવેલું કે તેનું માનસિક સંતુલન ખરાબ છે પણ હવે નવી કહાની બહાર આવી છે.

નિરજે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે, પત્ની રીસાઇને પિયર જતી રહી હતી. તેથી તેને ઇર્ષા ફિલ કરાવવા માટે તેણે કિંજલ દવેના ફોટા મોર્ફ કર્યા હતા અને લગ્ન કરી લીધા છે

અને દેવીના આર્શીવાદ લેવા ગયો છે તેવું બતાવતા ફોટા પોતાના ફેસબૂક એકાઉન્ટ પર મૂક્યા હતા.

ઉપર થી પોતાના ફોટો ફેસબુક એકાઉન્ટ પર મૂકીને તેના મિત્રોને આ ફોટો તેની પત્ની સુધી પહોંચાડવા માટે કહ્યું હતું અને આ હરકતને કારણે કિંજલ દવેને ઘણું સહન કરવું પડ્યું હતું. રીપોર્ટ અનુસાર કિંજલ દવેની ફરિયાદને આધારે નિરજ મકવાણા ની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી હતી. નીરજ ની ઉમર 25 વર્ષછે.

નીરજ મકવાણા પહેલાથી પરિણીત છે અને તેની પત્ની સાથે વિવાદ થતાં તેની પત્ની રીસાઇને પિયર જતી રહી હતી. જેથી તેની પત્નીને પોતે બીજા લગ્ન કરી લીધા હોવાના મેસેજ પહોંચાડવા માટે નીરજે આ આખી ગેમ રમી હોવાની વિગતો બહાર આવી છે.

જોકે આરોપી નિરજ મકવાણાએ ક્રાઇમબ્રાંચ સમક્ષ કબૂલાત કરી છે.

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!