‘ચાર ચાર બંગડીવાળી’ કિંજલ દવેની સગાઈ, Photos જોયા કે નહિ? ક્લિક કરી જુવો

0


આજના મોડર્ન જમાનામાં વેસ્ટર્ન કલ્ચરની સાથે સાથે આપણી ગુજરાતી સંસ્કૃતિ પણ ક્યાંક ને ક્યાંક જીવિત જ છે. અને આપણું આ કલ્ચર માત્ર આપણા જ દેશ નહિ પણ વિદેશોમાં રહેતા આપણા ગુજરાતી લોકો વચ્ચે પણ જોવા મળે છે. એવું જ એક જાણીતું નામ છે ‘કિંજલ દવે’. ઘણા સમયથી કિંજલ દવે એ પોતાના રંગીલા સુર અને મધુર કંઠને લીધે લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. નાની એવી ઉંમરમાં કિંજલ દવે એ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કિંજલ દવે આપણી ગુજરાતી સંસ્કૃતી, આપણું કલ્ચર, અને લોક સાહિત્યને બરકરાર રાખવામાં કામિયાબ રહી છે. જણાવી દઈએ કે કિંજલ દવે નો જન્મ પાટણનાં નાના એવા ગામ જેસંગપરાના એક ગરીબ બ્રામ્હણ પરિવારમાં થયો હતો. આજે કિંજલ ગુજરાતની એક ફેમસ ગાઈકા બની ચુકી છે. માત્ર ગુજરાત જ નહિ પણ વિદેશોમાં રહેતા આપણા ગુજરાતીઓ વચ્ચે ગીત ગાઈને વિદેશોની ધરતીને પણ પોતાના મધુર કંઠથી ધ્રુજાવી નાખી છે.

કિંજલ ભારતમાં પણ ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ જેવા વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીતો, લોકડાયરો, સંતવાણી વગેરે જેવા પ્રોગ્રામ કરે છે અને લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવે છે. જણાવી દઈએ કે કિંજલ દવે ‘ચાર ચાર બંગળી વાળી..’ ગીતને લીધે ફેમસ બની હતી. નવરાત્રી દરમિયાન લોકોને જુમતા કરી દેનારી કિંજલ દવેના અમુક દિવસો પહેલા તેની સગાઈને લઈને ઘણી એટળકો સાંભળવા મળી હતી, ખાસ વાત એ છે કે કિંજલની હાલ સગાઈ થઇ ચુકી છે. જાણવા માગો છો આખરે કોની સાથે કિંજલની સગાઈ થઇ છે?

આ યુવક સાથે સગાઈ:

જણાવી દઈએ કે કિંજલ દવે ની સગાઈ કિંજલના પિતાના ખાસ મિત્ર મનુભાઈ રબારીના દીકરા પવન રબારી સાથે અખાત્રીજનાં શુભ મુરતમાં કરવામાં આવી છે. પવન રબારી અને કિંજલ એકબીજાને નાનપણથી જ ઓળખે છે. બંને નાનપણ થી જ એકબીઆજાના મિત્ર રહ્યા છે.

પવન અને કિંજલની સગાઇની વિધી દરમિયાનની તસવીર:

સફળતાની ટોચ પર ત્યારે જ સગાઈ:

કિંજલ દવે એ માત્ર 17 વર્ષની ઉંમરમાં જ પોતાની સફળતા મેળવી લીધી હતી. ત્યારે તે અમદાવદની સ્કુલમાં 12 કોમર્સનો અભ્યાસ કરી રહી હતી. હાલ તે અન્ય શેહરમાં કોલેજનો અભ્યાસ કરી રહી છે. નાની એવી ઉંમરમાં લોકોના દિલ જીતનારી કિંજલ દવે હાલ સગાઈના બંધનમાં બંધાઈ ચુકી છે. અખાત્રીજનાં શુભ અવસર પર બંનેની રીત-રીવાજ સાથે સગાઈ કરવામાં આવી હતી. જો કે કિંજલની એન્ગેજમેન્ટ સેરેમની ક્યા સ્થળે થઇ રહી છે તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. નજીકના સંબંધીઓ અને પરિવારજનોની હાજરીમાં કિંજલ અને પવનની એન્ગેજમેન્ટ સેરેમની કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કિંજલ દવે યુથ સેન્સેશન છે અને ગુજરાત જ નહી પરું આંતરરાષ્ટ્રીય સ્તરે તેના લાખો ચાહકો છે.

આલીશાન લક્ઝુરિયસ કાર્સમાં હોય છે તેની એન્ટ્રી:

સામાન્ય એવા ગરીબ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે લગ્ઝરીયસ કારમાં ફરતી થઇ ગઈ છે. તે કોઇપણ કાર્યક્રમ કે પ્રોગ્રામમાં તેની એન્ટ્રી આલીશાન લગ્ઝરીયસ કારમાં જ હોય છે. કિંજલ પાસે પોતાની ઈનોવા કાર પણ છે પણ તેની એન્ટ્રી હંમેશા ઓડી, બીએમડબલ્યુ જેવી મોંઘી કાર્સમાં જ હોય છે.

હીરા ઘસવાનું કામ કરતા હતા કિંજલનાં પિતા:

કિંજલ એક સામાન્ય એવા ગરીબ પરિવારમાં મોટી થયેલી છે. તે સમયે તેઓની આર્થિક હાલત ઠીક ન હતી. કિંજલના પિતા હીરા ઘસવાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવાતા હતા. સાથે જ તેઓને ગીતો લખાણો શોખ પણ હતો માટે તે પોતાના મિત્ર મનુભાઈ રબારી ની સાથે મળીને ગીતો લખતા હતા. પોતાના પિતાના કદમ પર ચાલનારી કિંજલને તેના પિતાના લીધે જ નાની એવી ઉંમરમાં  ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.

એક પ્રોગ્રામની લે છે 2 લાખ રૂપિયા ફી:

કિંજલ આજે સફળતા શિખર પર પહોંચવાની સાથે-સાથે સગાઈના બંધનમાં પણ બંધાઈ છે. તે અવાર-નવાર કાર્યક્રમો કરતી જોવા મળે છે. ભજનની સાથે સાથે તે ગરબા, લગ્ન ગીતો, ગુજરાતી ફિલ્મોના ગીતો વગેરે ગાય છે. જણાવી દઈએ કે કિંજલ એક પ્રોગ્રામમાં હાજરી આપવાનો ચાર્જ 2 લાખ રૂપિયા સુધી લે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.