હજી થોડા 5 વર્ષ પહેલાં જેને કોઈ ઓળખતું ન હતું એ કિંજલ દવે હવે ગાયકી બાદ એક્ટિંગમાં હાથ અજમાવવા જઈ રહી છે, ને કોલેજ પણ બોડીગાર્ડ અભ્યાસ કરવા જાય છે.

0

ચાર ચાર બંગડીથી ફેમસ થયેલ નાનકડી એવી હજી કિંજલ દવે ને પહેલા કોઈ ઓળખતું પણ ન હતું કે પહેલાં કોઈએ નામ પણ સાંભળ્યુ ન હતું એવી આ કિંજલ દવે આજકાલ બોડીગાર્ડ રાખતી થઈ ગઈ છે ને હજી તો કોલેજના પહેલાં જ વર્ષમાં અભ્યાસ કરે ત્યાં તો તેની આવક પણ લાખોમાં થઈ ગઈ છે. એ તો ઠીક પણ આખા ગુજરાતમાં ગલીએ ગલીએ ફેમસ આ નાનકડી ગુજરાતની દીકરી એ તો શોર મચાવી દીધો છે.એ તો ઠીક પણ હમણાં જ જાણવા મળ્યું છે કે હાલ કિંજલ દવે એક ગુજરાતી મૂવીમાં લીડ રોલ કરી રહી છે અને તેને બોલિવુડમાં પણ કામ કરવાની ખૂબ ઈચ્છા દર્શાવી છે. કિંજલ ને જેમ ગાયકીમાં નસીબે સાથ આપ્યું તેમ એક્ટિંગમાં પણ નસીબ સાથ આપશે એવો ભરપૂર આત્મવિશ્વાસ છે.

હાલમાં જ કિંજલ દવે અત્યારે એક ગુજરાતી મૂવી ‘દાદા હો દીકરી’ માં એક્ટિંગ કરી રહી છે. જેમ ગીતો ગાવામાં કિંજળને ખૂબ મજા પડે છે. તેમ એક્ટિંગ કરવામાં પણ તે દિલથી કરી રહી છે. તમે નીચે આપેલ ફોટામાં
પણ જોઈ શકો છો કે નાનપણમાં કિંજલ દવે કેવી દેખાઈ રહી હતી.આજકાલની ઉભરાતી આ છોકરી તેના એક રાતના પ્રોગ્રામના 2 લાખ લઈ રહી છે.જેની 2 લાખ ફી છે એક પ્રોગ્રામની તેવી કિંજલે હજી હાલમાં જ કોલેજમાં સામાની પ્રવાહમાં એડમિશન લીધું છે. કિંજલ એવું માને છે કે, અભ્યાસ તો કરવો જ જોઈએ. પછી ભલે તે સેલીબ્રિટી હોય કેસામાન્ય વ્યક્તિ. જિંદગીમાં અભ્યાસનું મહત્વ સમજાવતા તે કહે છે કે, મારી પાસે સમય નથી તો પણ હું મારા અભ્યાસ માટે પૂરતો સમય ફાળવું છુ.ચાર ચાર બંગડીવાળી ગાડી ને બીજા કેટલાય ગીતો જે કિંજલે ગાયા છે એ બધામાં કિંજલ જ એક્ટિંગ કરતી નજરે પડી હતી. જેના કારણે જ હાલ કિંજલ પાસે ગુજરાતી મૂવીમાં એક્ટિંગ કરવાની ઘણી ઓફરો મળી રહી છે

અને કિંજલ તેઓ સ્વીકાર કરી એને જે મૂવી ગમે તે મૂવીમાં એક્ટિંગ માટે હા પણ પાડી રહી છે. અને એટ્લે એણે ‘દાદા હો દીકરી’ નામની ગુજરાતી મૂવી સાઇન કરી હતી. જે હવે ટૂક સમયમાં ગુજરાતનાં બધા જ થિયટરોમાં પણ જોવા મળશે.જેમાં ડાયરેક્ટર છે જાણીતા ડાયરેક્ટર અઝીઝ ખાન. આ મૂવીમાં કિંજલનો રોલ મહત્વનો હશે.

એ તો ઠીક પણ આ મૂવીના ગીતો પણ બધા કિંજલે જ ગાયા છે. જેમાં ગીતો ગાતા ગાતા તે એક્શન સીન પણ કરતી જોવા મળે તો નવાઈ નહી. Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here