આ ઉતરાયણમાં નહિ સંભાળવા મળે ચાર બંગડી વાળું ગીત, કિંજલ દવેના આ ગીત પર લાગ્યો પ્રતિબંધ…

0

કિંજલ દવે આ નામથી ભાગ્યે જ આજે કોઈ ગુજરાતી અજાણ્યો હશે. આપણા ગુજરાતમાં રહેતા અને બહાર વિદેશમાં પણ વસતા દરેક ગુજરાતી લોકોને પોતાના ચાર બંગડીવાળા ગીતથી નચાવનાર કિંજલ દવે પર આરોપ લાગ્યો છે કે તેનું આ ગીત ચાર બંગડીવાળી ગાડી એ ચોરી કરેલ છે. વાંચીને થોડું અજીબ લાગશે પણ હા આ વાત સાચી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા કાર્તિક પટેલ જે આજે ત્યાં કાઠીયાવાડી કિંગ તરીકે ઓળખાય છે તેમણે કિંજલના આ ગીત પર કોપીરાઈટનો દાવો કર્યો છે. તેઓ જણાવે છે કે આ ગીત ચાર બંગડીવાળી ગાડી એ મેં જાતે જ લખ્યું છે અને મેં ગાયું પણ છે આ ગીતની કિંજલ દવેએ કોપી કરી છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ હવે કિંજલ દવે પોતાના કોઈપણ કાર્યક્રમમાં આ ગીત નહિ ગાઈ શકે. એટલું જ નહિ અમદાવાદ કોમર્શિયલ કોર્ટે હુકમ આપ્યો છે કે ઈન્ટરનેટ પરથી પણ આ ગીત કે જે કિંજલ દવેનું બતાવવામાં આવે છે એ કાઢી લેવામાં આવે અને તેના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કાર્તિક પટેલે કોર્ટ સમક્ષ પોતાની વાત રાખતા કહ્યું હતું કે તેણે આ ગીત ઓનલાઈન ૨૦૧૬માં મુક્યું હતું પણ એક મહિના જેટલા સમય પછી કિંજલ દવેએ એ ગીતમાં થોડો ઘણો ફેરફાર કરીને પોતાનું નવું ગીત ગાયું હતું અને તેને ઓક્ટોબર ૨૦૧૬માં ઓનલાઈન મુક્યું હતું. આ ગીત એટલું ફેમસ થયું છે એ જોતા કોઈ નવાઈની વાત નથી કે કિંજલને તેનાથી કેટલો બધો ફાયદો થયો હશે પણ જયારે કાર્તિકને આ ગીત માટે કોઈ ક્રેડીટ મળ્યું નથી.

કાર્તિક પટેલ એ એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે બહુ ખુશ છે કે હું અહિયાં છું તે છતાં પણ ભારતની કોર્ટે મારી અરજી પર પુરતું ધ્યાન આપ્યું અને મને ન્યાય આપ્યો. આ ગીત મારું છે અને કિંજલ દવેએ આ મારા ગીતની કોપી કરી છે અને મને તેનું ક્રેડીટ પણ આપ્યું નથી. તમને જણાવી દઈએ કે આવીરીતે કોઈનું સાહિત્ય કે ગીત કે સંગીત ચોરી કરીને પોતાના નામે ચઢાવવું એ ગુનો છે. કાર્તિક પટેલ એ મેલબોર્નમાં કાઠીયાવાડી કિંગ તરીકે ઓળખાય છે.

તો હવે આ ઉતરાયણમાં આ ચાર બંગડીવાળી ગાડી ગીત ના સંભળાય તો નવાઈ નહિ…

Original Song:

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક પર્યટન માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here