કિંજલ દવેના ભાઈ ‘આકાશ દવે’ ની સગાઈ.. કયા ગામમાં કરી સગાઈ જુવો ફોટોસ અને વિગત

0

આજના દિવસોમાં સોશિયલ મીડિયા પર કિંજલ દવેની ચર્ચાઓ મોટાપાયે ચાલી રહી છે. પોતાના મધુર કંઠ અને લાજવાબ ગીતો દ્વારા લોકોને જુમતા કરી દેનારી કિંજલ દવે હાલમાં જ સગાઈના બંધનમાં બંધાઈ ચુકી છે. કિંજલે  તેના બાળપણનાં મિત્ર ‘પવન જોષી’ સાથે અખાત્રીજનાં શુભ મુરત પર જેસંગપરામાં હિંદુ રીત-રીવાજ્નુસાર સગાઇ કરી છે.

‘ચાર ચાર બંગળી વાળી ગાડી’ દ્વારા ફેમસ થયેલી કિંજલ દવે માત્ર આપણા દેશમાં જ નહિ પણ વિદેશોમાં રહેતા પણ ગુજરાતીઓ વચ્ચે ગીતો ગાઈને વિદેશી ધરતીને પણ ધ્રુજાવી નાખી છે.

હાલ એ ખબર સામે આવી છે કે કિંજલનાં ભાઈ ‘આકાશ દવે’ ની પણ સગાઈ કરવામાં આવી છે. જાણકારી અનુસાર આકાશની સગાઈ 21 તારીખે પાટણ જીલ્લાનાં સરીયદ ગામમાં રહેતી યુવતી સાથે કરવામાં આવે છે.  જેની તસવીરો તેના પિતા લલીતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

જણાવી દઈએ કે જે રીતે કિંજલની સગાઈ કરવામાં આવી હતી તે જ હિંદુ રીત-રીવાજ્નુસાર ભાઈ આકાશની પણ સગાઈ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ કિંજલ અને ભાઈ આકાશ પોતાની સગાઈ માટેની ખરીદી કરતા નજરમાં આવ્યા હતા.

કિંજલનાં ભાઈ આકાશની સગાઈમાં નજીકના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, દરેક આમંત્રિત લોકો સગાઈમાં ઉપસ્થિત રહ્યા હતા, અને દરેકના ચેહરા પણ ખુશી અને આંનદની જલક દેખાઈ રહી હતી.

સગાઈની તસવીરો આકાશના પિતા લલિતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જે વાયરલ થઈ છે.

જાણકારી અનુસાર જે પાટણનાં સરીયર ગામમાં કિંજલની સગાઈ કરવામાં આવી છે તે જ ગામમાં ભાઈ આકાશની સગાઈ પણ કરવામાં આવી છે. સગાઈ દરમિયાન પરિવારના દરેક સભ્યો આનંદ ઉત્સાહમાં નજરે પડતા હતા.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આટલો હેન્ડસમ દેખાય છે કિંજલનો ફિયાન્સ, જુઓ ફોટો આલ્બમ અહીં ક્લિક કરીને

મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના પવન જોષી પોતાના પિતાનો ધંધો બેગલુરુમાં હોવાથી ત્યાં વર્ષો સુધી રહ્યા હતા. જોકે, થોડા સમયથી તેઓ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. પવનનો પરિવાર સરિયદ ગામમાં ખાસ પ્રસંગે જ જતો હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.આજના મોડર્ન જમાનામાં વેસ્ટર્ન કલ્ચરની સાથે સાથે આપણી ગુજરાતી સંસ્કૃતિ પણ ક્યાંક ને ક્યાંક જીવિત જ છે. અને આપણું આ કલ્ચર માત્ર આપણા જ દેશ નહિ પણ વિદેશોમાં રહેતા આપણા ગુજરાતી લોકો વચ્ચે પણ જોવા મળે છે. એવું જ એક જાણીતું નામ છે ‘કિંજલ દવે’. ઘણા સમયથી કિંજલ દવે એ પોતાના રંગીલા સુર અને મધુર કંઠને લીધે લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. નાની એવી ઉંમરમાં કિંજલ દવે એ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કિંજલ દવે આપણી ગુજરાતી સંસ્કૃતી, આપણું કલ્ચર, અને લોક સાહિત્યને બરકરાર રાખવામાં કામિયાબ રહી છે. જણાવી દઈએ કે કિંજલ દવે નો જન્મ પાટણનાં નાના એવા ગામ જેસંગપરાના એક ગરીબ બ્રામ્હણ પરિવારમાં થયો હતો. આજે કિંજલ ગુજરાતની એક ફેમસ ગાઈકા બની ચુકી છે. માત્ર ગુજરાત જ નહિ પણ વિદેશોમાં રહેતા આપણા ગુજરાતીઓ વચ્ચે ગીત ગાઈને વિદેશોની ધરતીને પણ પોતાના મધુર કંઠથી ધ્રુજાવી નાખી છે.

કિંજલ ભારતમાં પણ ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ જેવા વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીતો, લોકડાયરો, સંતવાણી વગેરે જેવા પ્રોગ્રામ કરે છે અને લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવે છે. જણાવી દઈએ કે કિંજલ દવે ‘ચાર ચાર બંગળી વાળી..’ ગીતને લીધે ફેમસ બની હતી. નવરાત્રી દરમિયાન લોકોને જુમતા કરી દેનારી કિંજલ દવેના અમુક દિવસો પહેલા તેની સગાઈને લઈને ઘણી એટળકો સાંભળવા મળી હતી, ખાસ વાત એ છે કે કિંજલની હાલ સગાઈ થઇ ચુકી છે.

લેખન સંકલન : જાનવી પટેલ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.