લોક લાડીલી કિંજલ દવે બની રણછોડ….જાણો ક્યાં કારણે ગુજરાતની કોયલ ગણાતી કિંજલ ગરબા છોડી ભાગી…અહેવાલ વાંચો

0

ગુજરાતનાં ઘરે ઘરે ચાર ચાર બંગડીથી ઓળખાતી કિંજલ આજકાલ જોરદાર ચર્ચામાં રહે છે. ગુજરાતની આ લાડકવાયી ગાયિકા આખા ભારતમાં નાની ઉંમરે જ ફેમસ બની ગઈ છે.

ત્યારે હાલ નવરાત્રીનો માહોલ ચાલુ છે. એમાં કિંજલ દવેએ અમદાવાદમા જ એક પાર્ટી પ્લોટમાં કિંજલ નાઇટનું આયોજન થયેલ. જેમાં કિંજલના ચાહકોના તોલે ટોળા કિંજલના ગાયેલ ગરબાના તાલે ગરબા રમવા આવી ગયા હતા.

આ નવરાત્રી દરમ્યાન કિંજલ દવેના ગરબાની તાલે એટલા ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા કેવાત ન પૂછો. ગરબાની મોજ માં ને મોજામાં કેટલાક ખેલૈયાઓ ગરબા રમતા રમતા છેક સ્ટેજ સુધી પહોચી જાય છે. ત્યારે કિંજલ દવેએ સંચાલક પાસે એવી માંગ કરી કે આ લોકોને કહો સ્ટેજથી દૂર રહીને ગરબા રમે. ત્યારે સંચાલક દ્વારા સ્ટેપ પાસે રમવાની મનાઈ કરાતા ઉશેકેરાયેલ ટોળાએ કિંજલ દવેના આ ફરાબા કારક્રમમાં ભારે હોબાળો મચાવી તોડફોડ કરે. 

મળતી માહિતી મૂજબ આ પ્લોટ અમદાવાદનાં સાયન્સ સીટી રોડ પર આવેલ છે. જ્યાં કિંજલ દવેના ગ્રૂપને આમંત્રણ આપવામાં આવ્યું હતું, બુધવારની રાત્રે જ્યારે કિંજલ ગરબા નાઈટ ચાલી રહી હતી આ પાર્ટી પ્લોટમાં ત્યારે આ બનાવ  બન્યો હતો. જો કે ઉશ્કેરાયેલા ટોળાને સંચાલકોએ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

પણ આ બધાથી ગભરાઈને અને વટાવરણને તંગ જોઈને કિંજલ દવે અધૂરો કાર્યક્રમ છોડી ત્યાથી નીકળી ગઈ હતી.ટોળું એટલૂ ઉશ્કેરાયું હતું કે કિંજળને કાર સુધી પણ માંડ માંડ પહોંચવા દીધી હતી.

જોકે પોલીસે આવીને આ મામલાને શાંત પાડ્યો હતો.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here