કિડની ફેઈલ થઇ તો ન કરી માં એ મદદ, પોતાની કિડની આપીને સાસુ એ બચાવ્યો પોતાની વહુ નો જીવ…..વાંચો અહેવાલ

0

સાસુ-વહુ ના સંબંધ માં હંમેશાથી ખટાશ ની ખબરો જાણવા મળતી આવી છે, પણ રાજસ્થાન માં થયેલી આ ઘટનાથી સાસુ-વહુ નો એક અલગ જ રિશ્તો સામે આવ્યો છે. આ કહાની જણાવે છે કે સાસુ એક માં ચોક્કસ બની શકે છે. રાજસ્થાન ના બાડમેર જિલ્લા માં એક સાસુ એ પોતાની વહુ ને પોતાની કિડની આપીને જીવ બચાવ્યો હતો. પોતાની સાસુ ને લીધે જ આજે તેની વહુ જીવિત છે.વહુ ની થઇ બંને કીડનીઓ ફેઈલ:

બાડમેર ના ગાંધીનગર માં રહેનારી સોનિકા ની બંને કીડનીઓ ખરાબ થઇ ગઈ હતી. કિડની ખરાબ થઇ જવા પર ડોકટરો એ કહ્યું કે તેને રિપ્લેસ કરવી પડશે, નહીં તો સોનિકાનો જીવ પણ જઈ શકે છે. સોનિકાની કિડની રિપ્લેસમેન્ટ માટે પરિવારના ડોનર ની જરૂરિયાત હતી, પણ ખુબ જ શોધ્યા છતાં પણ તેને કિડની ન મળી.મદદ માટે આગળ આવી સાસુ:

જયારે ક્યાંયથી પણ ઉમ્મીદ નજરમાં ન આવી ત્યારે સોનિકાએ પોતાની માં ને કિડની માટે કહ્યું, પણ તેની માં એ તેનો ઇન્કાર કરી દીધો. માં ના કિડની ન આપવાની વાત પર સોનિકા ને લાગ્યું કે હવે તે બચી નહિ શકે. જયારે તે બધી રીતે હારી ગઈ ત્યારે તેની સાસુ ગીની દેવી એ તેને જીવનદાન આપ્યું. તેણે સોનિક ને કહ્યું કે તું ચિંતા ના કર, હું મારી કિડની આપીને તારો જીવ બચાવીશ”.હવે સ્વસ્થ છે સોનિકા:

સોનીકા ની સાસુ જયારે કિડની આપવા માટે તૈયાર થઇ તો મેડિકલ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો. તેની 60 વર્ષ ની સાસુ નું બ્લડ ગ્રુપ પણ સોનિકા સાથે મેચ થઇ ગયું અને પછી કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. સોનિકા નું ઓપરેશન દિલ્લી ની અપેલો હોસ્પિટલ માં કરવામાં આવ્યું હતું. તે હવે પુરી રીતે સ્વસ્થ છે, સાસુ ના આવા જીવનદાન આપવાથી સોનિક હવે દરેક જન્મ તેનો સાથે માગી રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here