સૈફ ની કરીના અને અમૃતા બંને પત્નીઓથી અનેક ગણી સુંદર હતી તેની આ પ્રેમિકા, આ કારણ ને લીધે થયું બ્રેકઅપ…

0

સૈફ અલી ખાન જેને આપણે એક નવાબીના નામે ઓળખીએ છીએ અને તે કોઈ શેહઝાદા થી ઓછા નથી દેખાતા. આ સિવાય તેનું જીવન પણ ખુબ જ દીલચસ્પ રહ્યું છે.પહેલા તો તેમણે પોતાનાથી મોટી ઉંમર ની અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતાઅને બંને ના બે બાળકો પણ છે. પછી અમૃતા સિંહ સાથે છૂટાછેડા લીધા પછી સૈફ એ પોતાનાથી નાની ઉંમર ની અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા અને આજ તેઓંનો એક ક્યૂટ દીકરો તૈમુર છે.પણ શું તમે જાણો છો કે સૈફ અલી ખાન કરીના ના પહેલા એક અન્ય યુવતી ને ડેટ કરી રહયા હતા અને તેની સાથે રિલેશનમાં હતા. આ યુવતી ભારતની નહિ પણ વિદેશની હતી અને તેનું નામ ‘રોજા કેટલીના’ હતું.સૈફ અને રોજા ની મુલાકાત એક શો ના દરમિયાન થઇ હતી જે શો કેન્યા માં હતો. તેના પછી રોજા પણ સૈફ સાથે ભારત આવી ગઈ હતી.પણ ભારત આવ્યા પછી રોજા ને જાણ થઇ કે સૈફ પહેલાથી જ વિવાહિત હતા અને તેના છૂટાછેડા થયેલા છે અને તેના  બે બાળકો પણ છે, આ બધું જાણીને રોજા હેરાન જ રહી ગઈ હતી. જો કે રોજા સૈફ ના બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ ની ખુબ નજીક રહી હતી. એવામાં એક ઈંટરવ્યુ માં રોજા એ જણાવ્યું હતું કે તે ભારત માત્ર કામ માટે જ આવી હતી ને તેનો સૈફ સાથે કોઈ જ સંબંધ નથી.જો કે આ બધાની વચ્ચે કરીના કપૂર ને પણ રોજા અને સૈફ ની વચ્ચે આવવાનું કારણ માનવામાં આવી રહ્યુ હતું. જેના પછી રોજા અને સૈફ નું રિલેશન કઈ ખાસ લાબું ચાલી ના શક્યું અને બંને અલગ થઇ ગયા. જણાવી દઈએ કે રોજા દેખાવમાં ખુબ જ સુંદર છે અને તેમણે કમલ રશીદ ની ભોજપુરી ફિલ્મ ‘દેશદ્રોહી’ માં પણ ડાન્સ કર્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here