ખુબ જ સુંદર છે બોલીવુંડ ફિલ્મોમાં બતાવામાં આવેલા આ 10 ગામ, એક વાર જરૂર ફરવા જાવ, મન ખુશ થઇ જાશે…

0

બૉલીવુડ ફિલ્મોમાં કહાની અને હીરો-હિરોઈન સિવાય જો બીજું કંઈ મહત્વનું હોય તો તે છે લોકેશન્સ. ત્યારે જ તો કોઈક સમયે સ્વિટ્ઝરલેન્ડ ની હસીન વાદીઓ ફિલ્મમેકર્સ ની ફૅવરિટ લોકેશન માનવામાં આવતી હતી, અને 80 ના દશકમાં ઘણા ગીતોની શૂટિંગ ત્યાં થઇ ચુકી છે. જો કે એવું નથી કે આપણા દેશમાં સુંદર જગ્યાની ખામી છે. ઘણા બૉલીવુડ ફિલ્મોની શુટિંગ ભારતના સુંદર ગામોમાં પણ કરવામાં આવેલી છે અને આ ગામોની સુંદરતા કોઈ વિદેશી લોકેશન થી કમ નથી.

1. રામગઢ:શોલે ફિલ્મનું રામગઢ ફિલ્મ તો યાદ જ હશે. ફિલ્મને લીધે આ ગામ ખુબજ ફેમસ બની ગયું હતું. ફિલ્મમાં જે રામગઢ ગામને દેખાડવામાં આવ્યું હતું તે બેંગ્લોર અને મૈસુર ની વચ્ચે આવેલું ગામ છે. આ ગામ ખુબ જ સુંદર છે, માટે આ તમારા માટે બેસ્ટ જગ્યા છે.

2. ચંબા:તાલ ફિલ્મમાં હિમાચલ પ્રેદેશનું સુંદર ગામ ચંબા દેખાડવામાં આવ્યું હતું. તાલના ટાઇટલ સોન્ગમાં ઐશ્વર્યા વરસાદમાં આ ગામમાં ડાન્સ કરે છે. જો કે પૂરું હિમાલય ખુબ જ સુંદર છે, પણ ચંબા ઘાટી ને અહીંની સુંદર જગ્યાઓમાનું એક માનવામાં આવે છે.

3. અભાનેરી:રાની મુખર્જી ની ફિલ્મ ‘પહેલી’ ની શૂટિંગ આ ગામમાં જ કરવામાં આવી હતી. આ સુંદર ગામ જયપુર થી લગભગ 97 કિમિ દૂર છે અને તે ખુબ જ સારી જગ્યા છે. આ ફિલ્મમાં રાની મુખર્જી ભૂત બનેલા શાહરુખ ખાનને પ્રેમ કરી બેસે છે.

4. ચરણપુર:શાહરુખ ખાનની ફિલ્મ સ્વદેશ ની શૂટિંગ મહારાષ્ટ્ર ના સતારા જિલ્લા માં ગામ ચરણપુર માં થઇ હતી. આ ગામ પોતાની સુંદરતા, મંદિરો અને પહાડો માટે ખુબ જ ફેમસ છે.

5. ચંપાનેર:લગાન ફિલ્મનું ગામ ચંપાનેર યાદ છે તમને? આ ગુજરાતનું એક ઐતિહાસિક નગર છે જેને ફિલ્મમાં ભુવનના ગામના રૂપમાં દેખાડવામાં આવ્યું હતું. ફિલ્મમાં આ જ નાના ગામમાં ભુવન અને તેની ટિમ થી અંગ્રેજ ક્રિકેટ મેચ હારી જાય છે અને તેઓએ ખેડૂતોની લગાન માફ કરવી પડે છે. લગાન ફિલ્મની મોટાભાગની શૂટિંગ અહીં જ થઇ હતી.

6. પુરુલિયા:રણવીર સિંહ અને સોનાક્ષી સિંહા ની ફિલ્મ લુટેરા માં પુરુલિયા ને સોનાક્ષી ના ગામના રૂપે દેખાડવામાં આવ્યું હતું. ફિલ્મની જેમ આ ગામ પણ ખુબ જ સુંદર છે. પુરુલિયા પશ્ચિમ બંગાળ નો જિલ્લો છે જે ચારે બાજુ થી સુંદર પહાડીઓ અને ઝીલો થી ઘેરાયેલું છે.

7. સુંદરપાંડીયનપુરમ:રોજા ફિલ્મના સુંદર નજારાઓને કોણ ભૂલી શકે. આ ફિલ્મમાં સુંદરપાંડીયનપુરમ નામનું જે ગામ દેખાડવામાં આવ્યું છે તે તમિલનાડુ નું સુંદર ગામ કુત્રાલમ છે અને હવે તે રાજ્ય નું ફેમસ પર્યટન સ્થળ બની ચૂક્યું છે.

8. બાદામી:અભિષેક બચ્ચનની ફિલ્મ માં બાદામી ને ગુજરાત નું ગામ દેખાડવામાં આવ્યું હતું, પણ આ સુંદર ગામ કર્ણાટક માં છે અને ફિલ્મની મોટાભાગની શૂટિંગ અહીં જ કરવામાં આવી હતી.

9. મહમદાબાદ:ઉત્તરપ્રેદેશ ના બારાબંકી ના અહમદાબાદ ને ફિલ્મમાં અવધ ના સામ્રાજ્ય ના રૂપમાં દેખાડવામાં આવ્યું હતું. ફિલ્મની શૂટિંગ મહમદાબાદ ની પહેલાની જૂની હવેલી માં થઇ હતી. આ ગામ પણ ખુબ જ સુંદર છે.

10. બુદબુદા:શાહરુખ અને ઈરફાન ની ફિલ્મ બિલ્લુ ની મોટાભાગની શૂટિંગ તમિલનાડુ ના પોલાચી માં કરવામાં આવી હતી, સાથે જ અહીં અન્ય ઘણી એવી સાઉથ ભારતીય ફિલ્મોની શૂટિંગ થઇ ચુકી છે, આ ગામ પોતાની સુંદરતા માટે જાણવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here