ખુબ જ મોટા ખેલ પ્રેમી હતા અટલ જી, ભારતીય ટીમને પાકિસ્તાન જઈને આ સલાહ આપી હતી, વાંચો આર્ટિકલ

0

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ જી હવે આપણી વચ્ચે નથી રહ્યા. લાંબા સમયથી બીમારીના લીધે તેમણે દિલ્લીના એમ્સ માં છેલ્લા શ્વાસ લીધા હતા. એક બેહતરીન વક્તા અને કવિ હોવાની સાથે સાથે અટલ જી ખુબ જ રમત પ્રેમી પણ હતા.

પોતાના કાર્યકાળ ના દરમિયાન અટલ જી ભારત-પાકિસ્તાન ની વચ્ચે આવેલા સંબંધ માં ખટાશ હટાવા માટે ખેલ ની મદદ લીધી હતી. લગભગ 14 વર્ષ પછી પહેલી વાર ટિમ ઇન્ડિયા વર્ષ 2004 માં ગૌરવ ગાંગુલી ની કપતાની માં પાંચ વન ડે અને ત્રણ ટેસ્ટ ની સિરીઝ પણ રમવા માટે પાકિસ્તાન રવાના થઇ. પ્રવાસ પર જાતા પહેલા ટિમ ઇન્ડિયા એ અટલ જી સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન અટલ જી ની ખેલ ભાવના દેખાડતા ભારતીય ટીમનો હોંસલો વધારવાની સાથે સાથે તેઓને ઉપહાર સ્વરૂપે એક બેટ પણ ભેટમાં આપ્યું હતું. તત્કાલીન પ્રધાનમંત્રી ના સ્વરૂપે આપવામાં આવેલા આ બેટ પર લખ્યું હતું કે,  ‘खेल ही नहीं, दिल भी जीतिए, शुभकामनाएं।.

કડક સુરક્ષા ની વચ્ચે માર્ચ 2004 થી એપ્રિલ 2004 સુધીના પહેલા વન ડે અને પછી ટેસ્ટ શૃંખલા થવાની હતી. દેશમાં આ સિરીઝ નો ખુબ જ વિરોધ પણ થયો હતો.

સચિન તેંડૂલકર, વીરેન્દ્ર સહેવાગ, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ, જહીર ખાન જેવા ખિલાડી તો ઇરફાન પઠાણ, લક્ષ્મીપતિ બાલાજી, મોહમ્મ્દ કૈફ જેવા યુવા બ્રિગેડ ના દમ પર ભારતીય ટીમના વન ડે સિરીઝ 3-2 થી પોતાના નામે કર્યો તો ટેસ્ટ સિરીઝ 2-1 માં 2-1 થી વિજય હાંસિલ કરી.

પાકિસ્તાની ટિમ માં પણ શોએબ અખ્તર, ઈન્ઝમામ-ફૂલ-હક, શાહિદ અફરીદી, મોહમ્મ્દ યુસુફ યુનિટ્સ ખાન જેવા ધાકડ ખિલાડી હતા. હવે ભલે ભારત અને પાકિસ્તાની વચ્ચે ક્રિકેટ સંબંધ સારા ન ચાલી રહ્યા હોય, પણ તેને સુધારવા માટે પૂર્વ પ્રધાનમંત્રી અટલ જી ની પહેલ વખાણવા લાયક હતી, જે તેના ખેલ પ્રેમ ને ખુબ સારી રીતે જળકાવે છે.

અટલજી ને સમર્પિત વિડીયો:

https://www.facebook.com/GujjuRocks/videos/441106029713078/

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!