ખુબ જ ભયાનક છે આ વ્રુક્ષની કહાની, દફન છે એવા ડરામણા રાઝ, જાણીને ચોંકી જશો..

0

આજે અમે તમને એક ઝાડની કહાની કહેવા જઈ રહ્યા છીએ. આગળ વધતા પહેલા જણાવી દઈએ કે આ બાબત માત્ર મજબુત દિલ વાળા લોકો જ વાંચજો. કેમ કે આ કહાની એક ખુબ જ ડરામણા વ્રુક્ષની છે, જે તો તમને તેની તસ્વીર જોઇને જ સમજમાં આવી ગયું હશે. સદીયોથી આ વ્રુક્ષમાં મૃત બાળકોના શવને દફન કરવામાં આવે છે. તમે આની પહેલા કદાચ જ ક્યારેય આવા વ્રુક્ષ વિશે સાંભળ્યું હશે. તમને તાજ્જુક લાગતું હશે ને આખરે આ કેવું ઝાડ છે જેમાં મુર્દા બાળકોને દફન કરવામાં આવે છે. તેનાથી અધિક હૈરાની ત્યારે લાગશે જ્યારે આ બાળકોને દફન કરવાની વિધિ વિશે જાણશો.
આ એક પરંપરા અનુસાર કરવામાં આવે છે અને આ ઇન્ડોનેશિયામાં ખુબ જ પ્રચલિત છે. અહી બાળકોના મર્યા બાદ ઝાડની દાંડી કે તેના થડ પર ખાડો બનાવી તેની અંદર દફન કરવામાં આવે છે. આવી વિચિત્ર પરંપરા તમે કદાચ પહેલી વાર સાંભળતા હશો. બાળકોની લાશને એક કપડામાં લપેટીને તાડના વ્રુક્ષના બનેલા ફાઈબરથી ઢાંકી દેવામાં આવે છે.
સમય પસાર થવાની સાથે-સાથે આ વ્રુક્ષ માના ખાડા ભરાઈ જાય છે. પણ આવું શા માટે કરવામાં આવે છે એ પણ જાણી લો. અહીના ગામના લોકોની માન્યતા છે કે બાળકોની આત્માને હવા પોતાની સાથે લઇ જાય છે. આ પરંપરા માત્ર બાળકો માટે જ છે, જેની મૌત દાંત નીકળવાના પહેલા જ થઇ જાતી હોય છે. વયસ્ક અને યુવાઓને જમીનની અંદર દફન કરવામાં આવે છે.
આ પરંપરાને નિભાવનારા લોકોનું માનવું છે કે બાળકોના મર્યા બાદ તેઓની આત્મા પ્રકૃતિના ગોદમાં સમાઈ જાય છે. જે વ્રુક્ષના થડ પર બાળકોને દફન કરવામાં આવે છે ત્યાનો ઇલાકો ખુબ જ ડરામણો બની ચુક્યો છે. સાથે જ અહીના વયસ્કની જો મૌત થઇ જાય તો પહેલા તેઓના પૂર્વજનાં શરીરને કબર માંથી બહાર કાઢે છે અને તેને નવા કપડા પહેરાવીને ગામમાં ફેરવવામાં આવે છે, તેના બાદ જ તે મૃત વયસ્કના શરીરને દફન કરવામાં આવે છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.