ખત્મ થવા જઈ રહી છે જવાની, આટલી ઉમર થઈ હોવા છતાં કુવારી બેઠી છે આ સુંદર હિરોઈનો, જુઓ તસ્વીરો…

0

ભલે આપણને હજી સુધી આ સવાલનો જવાબ ન મળ્યો હોય કે, ‘સલમાન ખાન ક્યારે લગ્ન કરશે’ પણ આ સવાલ બોલીવુડની તે એક્ટ્રેસેસને પણ પૂછવામાં આવવો જોઈએ જેઓએ લગભગ 40 વર્ષની ઉંમર થઇ જવા બાદ પણ લગ્ન નથી કર્યા. બોલીવુડમાં એવી ઘણી એક્ટ્રેસ છે જે લગ્નની ઉમર થઇ ગયા બાદ પણ હજી સુધી કુવારી છે. આજે અમે એવી જ અમુક અભીનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

લગ્નની ઉમર થઇ જવા છતાં કુવારી બેઠી છે આ એક્ટ્રેસેસ:
બોલીવુડ એક્ટ્રેસ હંમેશા જ પોતાની લાઈફ સ્ટાઈલને લઈને ચર્ચામાં રહેતી હોય છે. આ બોલીવુડ એક્ટ્રેસેસે પોતાના કેરિયરમાં કોઈ સ્ટારથી અધિક સફળતા અને પ્રસિદ્ધિ મેળવી છે. જેઓ હજી સુધી કુવારી છે અને બધું જ હાંસિલ કર્યા બાદ પણ તેઓનું આ રીતે કુવારું રહેવું થોડું હેરાન કરી દેનારું છે. કદાચ તેઓએ પૂરી લાઈફ સિંગલ રહેવાનો ઓપ્શન જ પસંદ કર્યો છે.

1. અમીષા પટેલ: લગ્નની ઉમર બાદ પણ બોલીવુડની કુંવારી એક્ટ્રેસની લીસ્ટમાં જે સૌથી પહેલું નામ આવે છે તે છે કહો નાં પ્યાર હૈ ફીલ્મથી ફેમસ થયેલી એક્ટ્રેસ અમીષા પટેલ નું. ઋત્વિક રોશનની સાથે પોતાના કેરિયરની શરૂઆત કરનારી અમીષા પટેલ આજે પણ ખુબ જ સુંદર અને બોલ્ડ છે. તે આજે પણ અનમેરીડ છે. તેની લાઈફ સ્ટાઈલને જોઇને કદાચ કહી શકાય છે કે તે ક્યારેય પણ લગ્ન નહી કરે. અમીષા ઘણા સમયથી ફિલ્મોથી દુર છે છતાં પણ તે અત્યારે લગ્ન કરવાના મુડમાં નથી.

2. રાઈમા સેન:

રાઈમા સેન એક બંગાળી એક્ટ્રેસ છે. તે ખુબ જ સુંદર છે. સુંદર અને ટેલેનટેડ હોવા છતાં પણ તે હિન્દી ફિલ્મોમાં સફળ થઇ શકી ન હતી. એવું નથી કે રાઈમાનું કોઈની સાથે અફેઈર નથી રહ્યું કે પછી તેનો કોઈ બોયફ્રેન્ડ નથી બન્યો, છતાં પણ તે કોઈની સાથે લગ્નનાં રીલેશન સુધી પહોંચી શકી ન હતી. પણ, બોલીવુડની આ સુંદર એક્ટ્રેસને અત્યાર સુધી કોઈ સાચો જીવનસાથી નથી મળ્યો.

3. તબ્બુ: તબ્બુને તો હર કોઈ જાણે જ છે. તે બોલીવુડની સૌથી બેહતરીન એક્ટ્રેસ માનવામાં આવે છે. તબ્બુ આજે પણ ઘણી ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી દરેકને હેરાન કરી ચુકી છે. હાલ માં જ તે ગોલમાલ ફિલ્મની સીરીજમાં નજરમાં આવી હતી. તેના બાદ તેની એક અન્ય ફિલ્મ પણ રીલીઝ થઇ છે. તબ્બુ આજે પણ ખુબ જ સુંદર અને હોટ છે, તે ઈચ્છે તો કોઈની પણ સાથે લગ્ન કરી શકે તેમ છે. પણ તેને જોઇને એવું લાગે છે કે તે પોતાની લાઈફમાં સિંગલ રહેવા જ માગે છે. જણાવી દઈએ કે તબ્બુની ઉમર 43 વર્ષની થઇ ચુકી છે.

4. સુષ્મિતા સેન:ઐશ્વર્યા રાયના મિસ વર્લ્ડનો ખિતાબ જીત્ય બાદ તેનાથી એક કદમ આગળ નીકળતા મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી સુષ્મિતા સેન આજ સુધી સિંગલ છે. જો કે, સમયની સાથે સાથે સુષ્મિતા વધુ જવાન બનતી જઈ રહી છે. હાલમાં જ તેણે એક ફોટો શેઈર કર્યો છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે. જો કે, તેના લગ્નને લઈને આજે પણ એક સવાલ બનેલો રહ્યો છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.