ખોરાક છોડવાની જરૂર નથી, આયુર્વેદિક ઉપાયો થી ઉતારો વધારાની ચરબી…વજન ઉતારશે ફટાફટ

0

ઘણાં વર્ષોથી આયુર્વેદના ડોક્ટર અને દર્દીઓ ને વજન ઘટાડવા માટે જડીબુટ્ટી આપતા આવ્યા છે. હકીકતમાં આપણા દેશમાં પ્રાચીનકાળથી અલગ અલગ પ્રકારના આયુર્વેદિક ઉપચારથી અલગ અલગ પ્રકારના રોગોને ઘરગથ્થું ઉપચારથી મટાડવામાં આવ્યા છે. આયુર્વેદિક ઉપચાર એ આપણા શરીર માટે એકદમ સરળ ચોક્કસ ફળ આપનાર સાબિત થયા છે. આયુર્વેદિક ઉપચાર એ કોઈપણ રોગ માટે ફાયદાકારક છે.

જે પણ મિત્રો પોતાનું વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ એક બહુ સરળ અને સીધો રસ્તો છે. તમે આજસુધી ઘણીબધી વાર પ્રયત્ન કર્યો હશે, કેટલાય દિવસ ભૂખ્યા રહ્યા હશો, કેટલું ય ખાવાનું મન થતું હશે પણ મન મારતા આવ્યા હશો પણ આ ઉપચારમાં તમારે એવું કશું જ કરવાનું નથી.તમે કેટલું વજન ઘટાડવા માંગો છો તે વિચારીને રાખો. આયુર્વેદિકમાં બતાવેલા આ સિધ્ધાંતમાં તમને વજન ઘટાડવા માટેના સરળ રસ્તા બતાવીશું. તે એકદમ સરળ અને સચોટ છે તેનાથી ફાયદો ચોક્કસ મળે જ છે. વજન ઘટાડવાની સાથે સાથે તમને તમારા શરીરમાં એક સારી ઉર્જા સંચાર થતી જોવા મળશે માનસિક શાંતિ પણ તમે મેળવી શકશો.

સૌથી પહેલા તમારે આ થોડા સજેશન છે જે માનવા રહ્યા આનાથી તમારા વજન પર ઘણો ફરક પડશે.

૧. સુવા માટેનો યોગ્ય સમય : તમારા વડીલો કે પછી દાદા દાદી પણ તમને આ સલાહ આપતા જ હશે કે રાત્રે વહેલા સુઈ જવું અને સવારમાં વહેલા ઉઠી જવું. આવું કરવું તમારા મગજ અને સ્વાસ્થ્ય માટે સારું રહેશે. રાત્રે સુવા માટેનો સૌથી સારો સમય છે ૧૦ વાગ્યાનો છે. અને જો ૧૦ વાગે પોસીબલ ના હોય તો ૧૧ વાગે તો સુઈ જ જવું જોઈએ. સવારે ઉઠવાનો સૌથી સારો સમય ૫ વાગ્યાનો છે વધુમાં વધુ લેટ તમે ૬ વાગે તો ઉઠી જ જવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે તમારે સૌથી પહેલા આ કામ તો કરવું જ જોઈએ.

૨. દિવસમાં ત્રણ ભોજન : એક દિવસમાં ત્રણ વાર ભોજન કરવું એ આદર્શ ગણાય છે. જ્યાં સુધી તમારા લોહીમાંથી સુગરનું પ્રમાણ ઓછું ના થાય. સવારનો સારો નાસ્તો, અદ્ભુત બપોરનું જમવાનું અને રાતનું હળવું ભોજન. આપણે બપોર દરમિયાન વધારે કામ કરવાનું હોય છે એટલા માટે આપણે બપોરે ભારે ભોજન કરવો જોઈએ. આ સિવાય સ્વાસ્થ અને પ્રાકૃતિક ડિટોકસીફેક્શન ના માટે, આપણું શરીર એ રાત્રે આરામ પર હોય છે માટે આપણે રાત્રે ઓછું અને જરૂરિયાત પુરતું જ ભોજન કરવું જોઈએ.

૩. પુરતું પાણી પીવું : જયારે પણ તમે જમવા બેસવાના હોવ તેની પહેલા કે પછી ભોજન કરી લીધા પછી તરત પાણી પીવું નહિ. તમારે આખો દિવસ થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ. તમે ઈચ્છો તો હુંફાળા પાણીનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં કરી શકો છો.

હવે આવો તમને જણાવી દઈએ વજન ઘટાડવા માટેના સરળ આયુર્વેદિક ઉપાય :

૧. લીંબુ અને મધ : રોજ સવારે ઉઠીને જયારે તમે બ્રશ કરો ત્યાર બાદ સૌથી પહેલા લીંબુ અને મધને હુંફાળા ગરમ પાણીમાં ઉમેરીને પીવું જોઈએ. આ એક શક્તિશાળી કોમ્બો છે આ ઉપાય કરવાથી ભૂખ ઓછી લાગે છે. આ ઉપાયથી તમારા સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારનું નુકશાન કર્યા વગર વજન ઘટાડે છે.

૨. મરીયા (કાળા મરી) : જયારે તમે લીંબુ અને મધનો ઉપયોગ કરો છો તો તેમાં તમે જો થોડા મરીનો ભૂકો કરીને ઉમેરશો તો પણ તે તમારા માટે સારું રહેશે.

૩. કોબીજ : કોબીજ ખાવાથી પણ વજન ઘટાડવા માટે ઉપયોગી છે. તમે કુબીજને કાચી ભાવે તો કાચી પણ ખાઈ શકો છો.

૪. પાચનશક્તિ માટે મદદરૂપ ખોરાક : આયુર્વેદ અનુસાર વજન વધવા પાછળનું કારણ યોગ્ય પાચન છે અને સાથે પાચન કરવાની ક્ષમતા ઓછી હોવાના લીધે છે. પાચન વધારવા વાળો ખોરાક એ વજન ઘટાડવા માટે મદદ કરે છે. આના માટે તમારે આદુ, પપૈયું, લસણ અને મરચું આવી વસ્તુઓનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ.

૫. ઉપવાસ : આયુર્વેદમાં જણાવ્યું છે કે આપણે એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઈએ. આનાથી આપણા શરીરની પાચનક્રિયા શક્તિશાળી બને છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here