ખોલી શકો છો પોતાનું પેટ્રોલપંપ, IOC આપી રહી છે ખાસ મૌકો, માત્ર કરવાના રહેશે આટલા પૈસાનું રોકાણ….

જો તમારી પાસે પોતાની કે પછી ભાળાની, શહેર કે ગામમાં, રસ્તા કે હાઇવે પર જમીન છે, તો પછી પેટ્રોલ પંપ ખોલવાંનો શાનદાર બિઝનેસ બીજો કોઈ નથી. જો તમે પણ પેટ્રોલ પંપ ખોલીને પોતાની કમાણી ને વધારવા માગો છો તો પછી આ મૌકો હવે આવી જ ગયો છે. દેશની સૌથી મોટી તેલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ આગળના ત્રણ વર્ષમાં પેટ્રોલ પંપની સંખ્યા ને વધારીને 52,000 કરવા જઈ રહી છે.નવા પેટ્રોલ પંપ ખોલવા માટે દેશભરમાં લગભગ 25,000 લોકોંને મૌકો મળશે. તેલ કંપની ને આ કદમથી પુરા દેશમાં લાખો લોકોને રોજગાર પણ મળશે. પુરા દેશમાં ઇન્ડિયન ઓઇલ ના લગભગ 27 હજાર પેટ્રોલ પંપ છે. હવે ત્રણ વર્ષમાં કંપની તેની સંખ્યા બે ગણી વધારો કરવાનો પ્લાન કરી રહી છે.

કરવાનો રહેશે આટલો ખર્ચ:

જમીન હોવા છતાં પણ તમારે આ બિઝનેસને શરુ કરવા માટે ઓછામાં ઓછા 12 લાખ રૂપિયાનું નિવેશ કરવાનું રહેશે. મોટા શહેરોમાં આ નિવેશ 25 લાખ સુધી જઈ શકે છે. જો કે તેમાં જગ્યા ના હિસાબે ખર્ચો વધુ કે ઓછો થઇ શકે છે.
આ લોકો કરી શકે છે આવેદન:

પેટ્રોલ પંપ ખોલવા માટે પહેલી શરત આવેદક ના ભારતીય નાગરિક હોવું જરૂરી છે. આ સિવાય આવેદકે ઓછામાં ઓછું હાઈસ્કૂલ પાસ કર્યું હોવું જોઈએ. તેની સાથે જ તેની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષની હોવી જોઈએ. તેની સાથે જ આવેદકની પાસે બેન્ક ગેરંટી પણ હોવી જોઈએ.

જમીન ન હોવા પર પણ મળશે લાઇસેંસ:જો આવેદકની પાસે ખુદની જમીન ના હોય તો પણ તે તેના માટે આવેદન કરી શકે છે. જમીન ન હોવા પર આવેદક જમીનને રેન્ટ પર લઇ શકે છે પણ તેના માટે જમીનના માલિક પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાનું રહેશે.

સાથે જ નોટરી વકીલ પાસેથી એક શપથપત્ર પણ બનાવાનું રહેશે. જમીન જો કૃષિ ભૂમિમાં આવે છે તો તમારે તેનું કન્વર્જન કરવાનું રહેશે અને તેને બીજાની (गैर) અન્ય કૃષિ ભૂમિમાં લાવવાની રહેશે. તમારી પાસે જમીનના પુરા ડોક્યુમેન્ટ્સ અને નકશો હોવો જોઈએ.

કંપની એ વેબસાઈટ પર કરવાનું રહેશે એપ્લાઇ:

પેટ્રોલ પંપ ના આવેદન કરવા માટે તમારે ઇન્ડિયન ઓઇલ ની વેબસાઈટ પર જ આવેદન કરવાનું રહેશે. તેના માટે કંપની ન્યુઝમાં જાહેરાત આપીને લોકોને સૂચિત કરશે. જણાવી દઈએ કે દરેક કંપનીઓ ઓનલાઇન આવેદન જ સ્વીકાર કરે છે. અન્ય કોઈપણ પ્રકારના આવેદનને અસ્વીકાર કે પછી રદ્દ પણ કરી શકાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!