ખિસ્સામાં ફક્ત ૫૦૦ રૂપિયા અને ઉધારે માંગેલ નામ રિલાયન્સ, આટલું લઈને કરી હતી શરૂઆત ધીરુભાઈ અંબાણીએ…

0

ધીરજલાલ હીરાચંદ અંબાણી આ એ વ્યક્તિનું નામ છે, જેણે શૂન્યમાંથી સર્જન કરીને અનોખી ઉંચાઈ પર પહોચી ગયા છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના સપનાને હકીકત બનાવી શકતા હોય છે. આવા જ એક વ્યક્તિ હતા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી. જો તેઓ આજે જીવતા હોત તો તેમની ઉંમર ૮૬ વર્ષ હોત. તેમનો જન્મ ૨૮ ડીસેમ્બર ૧૯૩૨માં થયો હતો. તેઓએ પોતાના બિઝનેસ અને મહેનતથી જેટલા આગળ આવ્યા છે એ કોઈ સહેલું કામ નહોતું. તેઓ એક એવા બિઝનેસમેન હતા જેમણે આપણા દેશમાં બિઝનેસ માટેની આખી વ્યાખ્યા જ બદલી નાખી હતી.

તેઓ પોતાની બિઝનેસની સ્ટ્રેટેજીના કારણે જ દેશના સૌથી ધનિક વ્યકિત બન્યા હતા. ધીરુભાઈ અંબાણીએ પોતાના કરિયરની શરૂઆત ફક્ત ૨૦૦ રૂપિયાથી કરી હતી. પણ ખુબ જ મહેનત, અમુક સફળ પગલા અને તેમની સુજ્બુજથી તેઓ રિલાયન્સજેવી મોટી કંપની બનાવી શક્યા. ૨૦૦૨માં જયારે તેમનું મૃત્યુ થયું ત્યારે રિલાયન્સની કુલ સંપત્તિ એ લગભગ ૬૨ હજાર કરોડ રૂપિયા હતી.

બહુ મુશ્કેલભરી હતી તેમની શરૂઆત.

ગુજરાતના એક નાનકડા ગામ ચોરવાડની એક સ્કુલમાં શિક્ષક રહેલ હિરાચંદ ગોવર્ધનદાસ અંબાણીનો ત્રીજો દિકરો ધીરુભાઈ અંબાણી. તેમનો જન્મ ૨૮ ડીસેમ્બર ૧૯૩૨માં થયું હતું. પરિવારની આર્થિક મુશ્કેલીના કારણે ધીરુભાઈ એ ફક્ત હાઈસ્કુલ સુધી જ ભણી શક્યા હતા. આની પછી તેઓએ નાના મોટા કોઈપણ કામ કરવાનું શરુ કર્યું, પણ તેમ છતાં તેમના પરિવારનું ગુજરાન બહુ મુશ્કેલીથી ચાલતું હતું. આ સંજોગ એ ધીરુભાઈનો શરૂઆતનો સમય હતો. જે આગળ તેમને સફળતા અપાવે છે.

ધીરુભાઈના જીવનમાં સૌથી મોટો ટર્નીંગ પોઈન્ટ ત્યારે આવ્યો જયારે તેઓ ૧૯૪૯માં ૧૭ વર્ષના હતા. તેઓ એ કાબોટા નામના જહાજમાં બેસીને યમનના અદન શહેર પહોચ્યા હતા. અહિયાં તેમના મોટા ભાઈ રમણીકલાલે પહેલા કામ કરેલ હતું. ત્યાં અંબાણીએ એ.બેસ્સી એન્ડ કંપની સાથે ૨૦૦ રૂપિયા એક મહિનાના પગારથી પેટ્રોલ પંપ પર કામ કરવાની શરૂઆત કરી. બે વર્ષ પછી જયારે એ.બેસ્સી એન્ડ કંપની એ શેલ નામની કંપનીના પ્રોડક્ટની વેચાણકર્તા બની ત્યારે ધીરુભાઈને અદન બંદરગાહ પર ફીલિંગ સ્ટેશન પર મેનેજર બનાવી દેવામાં આવ્યા હતા. પણ, ધીરુભાઈના મનમાં બીજા જ વિચાર ચાલી રહ્યા હતા. એટલે તેઓ ૧૯૫૪માં ભારત પાછા આવી જાય છે.

યમન રહેતા હતા ત્યારે ધીરુભાઈએ બહુ મોટા માણસ બનવાનું સપનું જોયું હતું. આ જ કારણ હતું કે તેમને ભારત આવ્યાના એક જ વર્ષમાં તેઓ મુંબઈ આવી ગયા. મુંબઈમાં તેમણે તેમના બિઝનેસની શરૂઆત કરી. તમને જાણીને નવાઈ લાગશે પણ તેઓ મુંબઈ ફક્ત ૫૦૦ રૂપિયા લઈને આવ્યા હતા.

ગુજરાત પોતાના ગામ આવી તો ગયા પણ તેમના સપના બહુ મોટા હતા અને મૂડી શૂન્ય હતી. એ સમયમાં આપણા દેશમાં સૌથી વધુ માંગ એ પોલિસ્ટરની હતી અને વિદેશોમાં ભારતના મસાલાની માંગ વધારે હતી. ૩૫૦ ફૂટનો એક રૂમ, એક ટેબલ, બે સહયોગી, એક ટેલીફોનની સાથે ધીરુભાઈએ રિલાયન્સ કોમર્સ કોર્પોરેશનની સ્થાપના કરી હતી. તેમની કંપની આપણા દેશમાંથી મસાલા મોકલતી અને ત્યાંથી પોલિસ્ટરના દોરા મંગાવતી હતી.

ધીરુભાઈએ જે રિલાયન્સ નામની કંપની ખોલી હતી એ નામ તેમણે પોતાના યમનના મિત્ર પ્રવીણભાઈ ઠક્કર પાસેથી ઉધાર લીધું હતું. ૨૦૦૨માં આવેલ એક ઈન્ટરવ્યૂમાં પ્રવીણભાઈ જણાવે છે કે ધીરુભાઈએ રિલાયન્સ નામ એ મારી પાસેથી ઉધાર લીધું હતું. ૧૯૫૩માં મેં રોલેકસ અને કેનનની એજન્સી લીધી હતી અને રિલાયન્સ સ્ટોર નામ રાખ્યું હતું. સ્ટોરને બહુ સારી સફળતા મળી, પછી થોડા જ વર્ષમાં મારી પાસે મર્સિડીઝ ગાડી હતી. આ જોઇને ધીરુભાઈએ મારી પાસે આવ્યા અને કહ્યું કે રિલાયન્સ નામ મને ગમે છે. આ નામ એ કસ્ટમરને ભરોસો આપાવે છે. અને આ સ્ટોર સારો ચાલે છે ખરેખર આ નામ એ બહુ લકી છે. તમે આ નામ મને આપી દો.

ઠક્કર જણાવે છે આ ચર્ચા કર્યાના થોડા જ મહિનામાં ધીરુભાઈ લગ્ન કરે છે. પછી ૩૦૦૦ ડોલરની સેવિંગ સાથે તેઓ ભારત આવ્યા અને અહિયાં રિલાયન્સ નામની કંપની ખોલે છે. ૧૯૭૭માં રાજકોટની રિલાયન્સ ઇન્ડસટ્રીઝની એક મીટીંગમાં આ વાત તેમણે કબુલ કરેલ છે કે તેમણે રિલાયન્સ નામ એ તેમના મિત્ર પાસેથી ઉધાર લીધું છે, જેણે સાઉથ યમનમાં રિલાયન્સ નામના સ્ટોરથી ઘણા પૈસા બનાવ્યા છે.

અંબાણી એક આગવી ઝડપથી અને તેમના અવનવા આઈડિયાથી બિઝનેસમાં આગળ વધી રહ્યા હતા. તેમણે ૧૯૬૬માં કપડા બનાવવાના બિઝનેસમાં પણ ઝંપલાવ્યું હતું અને vimal બ્રાંડની શરૂઆત કરી હતી. શાર્પ એડવર્ડટાઈઝની સ્ટ્રેટેજીથી વિમલ એ થોડા જ વર્ષોમાં ભારતનું સૌથી પ્રખ્યાત બ્રાંડ બની ગઈ. મીડિયા રીપોર્ટ અનુસાર વર્લ્ડ બેંકના એક્સપર્ટ પેનલે વિમલના કપડાની ક્વોલિટીના કરાર કર્યા હતા. અંબાણી દેશના સૌથી મોટા ટેકસટાઇલ કિંગ બનવા માંગતા હતા પણ ત્યારે બોમ્બે ડાઈંગ એ તેમના રસ્તાનો કાંટો હતી.

અંબાણી વિમલને દેશની નંબર ૧ ટેક્સટાઈલ બ્રાંડ બનાવવા માંગતા હતા, પણ પહેલાથી દેશની નંબર ૧ પોઝીશન પર રહેલ નુસ્લી વાડિયાને આ મંજુર ના હતું. એટલા માટે જ બંને વચ્ચે વર્ચસ્વની એક લડાઈ શરુ થઇ હતી. અંબાણીએ રિસ્ક લેતા ક્યારેય ડરતા નહોતા. તેમની પર આરોપ લગાવવામાં આવ્યા કે તેઓ જડપથી આગળ આવવા માટે વધારે પ્રોડક્શન માટેના નિયમો ભંગ કરી રહ્યા છે. તેમણે જનતા પાર્ટીની સરકારમાં ૧૯૭૭-૭૮ દરમિયાન ૬૦ હજાર ટન DMTના પ્રોડક્શનનું લાયસન્સ લીધું હતું. પણ તેમને લાયસન્સ મળતા ૩ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો.

અંબાણી માટે આગળ પણ સમય થોડો મુશ્કેલ હતો. ૧૯૮૫માં કોંગ્રેસની સરકારના વિત્ત મંત્રી અને પછી દેશના પ્રધાનમંત્રી બનવાવાળા વીપી સિંહ સાથે પણ તેમના સંબંધ સારા નહોતા બની શક્યા. પણ જયારે ૧૯૯૨માં દેશમાં લાયસન્સ રાજ પૂર્ણ થવાની ઘોષણા થઇ ત્યાર પછી રિલાયન્સ બહુ જડપથી આગળ આવી ગઈ. ૧૯૯૨માં ગ્લોબલ માર્કેટમાંથી ફંડ કમાવવાવાળી રિલાયન્સ સૌથી પહેલી કંપની બની. ૨૦૦૦ની આસપાસ રિલાયન્સ પેટ્રો કેમિકલ અને ટેલીકોમ સેક્ટરમાં આવી. ૨૦૦૦ના વર્ષ દરમિયાન જ અંબાણી એ આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા, પણ ૬ જુલાઈ ૨૦૦૨ના દિવસે તેમનું મૃત્યુ થઇ ગયું.

ધીરુભાઈના મૃત્યુ પછી તેમના બંને દિકરાઓએ બિઝનેસ વહેંચી લીધો હતો. અત્યારના સમયમાં મુકેશ અંબાણી જે ધીરુભાઈના મોટા પુત્ર છે એ દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના નાના દિકરા અનિલ પણ દેશના ટોપ ધનિક લોકોમાં સામેલ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here