ખીચડી નો ઇતિહાસ જાણીને આશ્ચર્ય થશે….રોજ ખીચડી ખાનારા ને પણ અને ચમત્કારિક ફાયદાઓ ખબર નહિ હોય.. વાંચો

0

ખીચડી એક ભારતીય વ્યંજન છે, જે દાળ અને ચોખા ને એક સાથે ઉકાળી ને બનાવવા માં આવે છે. આ ખીચડી વિશેષ રૂપે દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ખીચડી નો ઉદ્ભવ ભારત માં થયો છે.

ઉત્તર ભારત માં મકર સંક્રાંતિ ના તહેવાર ને પણ ‘ખીચડી’ ના નામ થી ઓળખવા માં આવે છે. આ દિવસે ખીચડી ખાવા નું વિશેષ પ્રચલન હોય છે.ખીચડી એટલે કે એક માં ભેળવેલું અથવા ભેળવી ને બનાવાતા દાળ અને ચોખા.

સામાન્ય રૂપે ખીચડી ના ચાર પ્રકાર પડે છે. સામાન્ય ભાષા માં ઉપર કહ્યા મુજબ બે મિશ્રણ ખીચડી કહેવામા આવે છે, પરંતુ તેના ચાર પ્રકાર પડે છે

  • 1. ખીચડી કે સામાન્ય ખીચડી – ચોખા ને કાળા અળદ ની દળેલી ફોતરાં વાળી દાળ અને મીઠું
  • 2. ભેદડી – ચોખા, મગ ની દાળ, મીઠું અને હળદર ની બનાવેલી ખીચડી.
  • 3. મિક્સ ખીચડી – ચોખા, દાળ, બટેટા, સોયાબીન, મીઠું અને હળદર ની ખીચડી.
  • 4. પુલાવ – ચોખા, દાળ, મૌસમ પ્રમાણે ની શાકભાજી, સોયાબીન, મીઠું, હળદર અને સલાડ ની ખીચડી.
    ખીચડી નો ઇતિહાસ

ભારત માં 2017 માં ખીચડી ને સુપર ફૂડ ના રૂપે જાહેર કરવા માં આવી. ખીચડી ને ભારત તરફ થી આધિકારિક રૂપે સુપર ફૂડ ના રૂપે ઓળખ આપવા ની ઘોષણા 4 નવેમ્બર ના રોજ કરવા માં આવી. તો શું તમે ખીચડી ના ઇતિહાસ વિશે જાણવા ની ઈચ્છા રાખો છો. છેવટે ક્યાથી આવી ખીચડી. આમ ખીચડી વિશે તેની રોચક જાણકારી ને જરૂર થી જાણવી જોઈએ. ખીચડી ને રાષ્ટ્રીય ઓળખ આપવા પાછળ નું કારણ આ જ છે કે તેને દેશ ના અધિકતર લોકો ખાય છે. અને બનાવવી પણ સહેલી છે. ખીચડી માત્ર ભારત ની જ નહિ પરંતુ ચીન ને છોડી ને ભારત થી જોડાયેલ દરેક દેશો માં તે ફેમસ છે.

ખીચડી મુખ્ય રૂપે બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા માં ખૂબ જ ખાવા માં આવે છે. એવું નથી કે ખીચડી માત્ર આ રાજ્યો માં જ ખવાઇ છે પરંતુ દેશ ના દરેક ખૂણા માં બને છે. શિયાળા માં તો ખીચડી ને દરરોજ બનાવા માં આવે છે. ખીચડી સાઉથ એશિયા ની એવી ડિશ છે જેને ચોખા અને દાળ ને મિક્સ કરી ને બનાવા માં આવે છે. તેને ઘણી જગ્યા પર બાજરો અને મગ ની દાળ સાથે પણ બનાવાય છે. ખીચડી એક એવી ડિશ છે જેને બાળકો ને પણ કોઈ જાત ની તકલીફ વગર ખવડાવી શકાય છે. આથી જ તેને ‘first solid baby food’ થી પણ ઓળખવા માં આવે છે. ખીચડી ને માત્ર ચોખા થી જ નહીં પણ વ્રત માં તેને સાબુદાણા સાથે બનાવા માં આવે છે.
વાસ્તવ માં ખીચડી એક સંસ્કૃત શબ્દ ‘ખીચ્ચાં’ પર થી આવેલો છે. ખીચડી એક એંગલો ઇંડિયન ડિશ કેડગેરી અને મિસ્ત્ર ની ડિશ કુશારિ થી પ્રેરિત છે. મોરોક્કન યાત્રી ibn Battuta એ 1350 માં સિરકા માં રહેતી વખતે ખીચડી નું ઉચ્ચારણ કિશરી ના નામ થી કર્યું હતું. જેમાં તેણે મગ ની દાળ અને ચોખા ની વાત કરી હતી. જ્યારે મુગલકાળ માં પણ ખીચડી ખૂબ જ ફેમસ હતી. 16 મી સદી માં મુગલ બાદશાહ અકબર ના વજીર દ્રારા લખેલ મુગલ દસ્તાવેજ માં ખીચડી ની રેસીપી લખી હતી અને તે પણ 7 અલગ-અલગ રીતે.

ખીચડી બટેટા, લીલા વટાણા, કોબી, ફ્લાવર ની સાથે બનાવા માં આવે છે. કહેવા માં આવે છે કે ખીચડી દહીં, પાપડ, ઘી અને અથાણાં આ ચાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

ખીચડી ના ફાયદાઓ

પોષક તત્વો થી ભરપૂર

તમારી માતા અથવા તો તમારા દાદી એ તમને ખીચડી ના ફાયદા વિશે કહ્યું જ હશે. ખીચડી માં કાર્બોહાઈડ્રેટ, વિટામિન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફૉસ્ફરસ ના ગુણો ભરપૂર માત્રા માં રહેલા છે. જો તમે ઈચ્છો તો તેમાં બીજી ઘણી બધી શાકભાજી ઉમેરી ને તેમાં પોષક ગુણો માં વધારો કરી શકો છો.

પાચન કરવા માં સહેલી

જો ખીચડી માં તેજ મસાલા નો ઉપયોગ કરવા માં ના આવે અને તેમાં ખૂબ જ વધારે પડતું તેલ કે ઘી નો ઉપયોગ ના કરવા માં આવે ત્યારે તે ખૂબ જ સહેલાઈ થી પચી જાય છે. આ જ કારણે બીમારી માં દર્દી ને ખીચડી ખાવા ની સલાહ દેવા માં આવે છે. જો તમારું પાચન તંત્ર નબળું છે તો ખીચડી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

બીમારી થી સુરક્ષિત રાખવા માં મદદ

ખીચડી ના નિયમિત સેવન થી વાત, પિત્ત અને કફ ના દોષ દૂર થાય છે. ખીચડી શરીર ને ઉર્જા દેવા નું તો કામ કરે જ છે સાથે તે રોગ પ્રતિરક્ષા તંત્ર ને પણ બુસ્ટ કરવા નું કામ કરે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here