ખાવા પીવાની આ 10 અનોખી વસ્તુના કારણથી પ્રખ્યાત છે આ રેલ્વે સ્ટેશન….એમાંથી 1 ગુજરાતનું પણ છે

0

ટ્રેન ની લાંબી યાત્રાઓ પોતાના ના માં મનમોહક હોય છે. તે લોકો જેમને ફરવા નો શોખ છે તેમણે ટ્રેન નો સફર ખુબ સારો લાગે છે. લાંબા રસ્તા અને રસ્તા માં જોવા મળતા નઝારા કોઈ ના પણ મન હરી શકે છે ટ્રેન માં સફર માં એક વધુ વસ્તુ છે જે આપની જર્ની ને ચાર ચાંદ લાવે છે. તે છે ખાવા નું. જી હા રસ્તા માં આવતા સ્ટેશન અને ત્યાં વેચાતા લોકલ ફૂડ દરેક ઘુમક્કડી ને પોતાની તરફ ખેંચે છે. આમ પણ યાત્રાઓ ના પોતાના સુખ છે અને તે સુખ માં ખાવા નો સ્વાદ મળી જાય તો સફર વધુ રંગીન બની જાય છે. ભારત ની સુંદરતા જ તેની વિવિધતા માં છે અને તે વિવિધતા અલગ અલગ ક્ષેત્રો ના પકવાન માં પણ સાફ જોવા મળે છે. આવો અમે આપને કેટલાક એવા પકવાન ની જાણકારી આપીએ છે જે અમુક ખાસ ટ્રેન સ્ટેશન પર સરળતા થી મળે છે.

1. પજમ પોરી( પલક્કડ, કેરળ):
દેસી ભાષા માં સમજીએ કે આ કેળા ના પકોડા છે જો આપ કેરળ માં પલક્કડ સ્ટેશન થી જઈ રહ્યા છો તો હાથો હાથ પજ્મ પોરી પણ આપને ખરીદી લેવી જોઈએ. તેને અહી ના પ્રખ્યાત પકવાનો માં ગણવા માં આવે છે.

2. આલું દમ (ખડગપુર, પશ્ચિમ બંગાળ):આમ તોર પર તીખા મસાલા થી તૈયાર કરેલા આલું દમ ઉતર ભારત ના આહાર માં થી એક છે પરંતુ ખડગપુર સ્ટેશન પર બંગાળી મસાલા ની સુગંધ વાળા આલું ખુબ જ લઝીઝ હોય છે.

3.આલું ટીક્કી( ટુંડલા, ઉતર પ્રદેશ):ટુંડલા જંકશન ઉતર મધ્ય રેલ્વે ના મોટા સ્ટેશનો માં શુમાર છે. ત્યાં એક્સપ્રેસ થી લઈને સ્પેશલ ટ્રેન નું હાલ્ટ બનાવા માં આવ્યું છે. જો આપ થોડી આળસ છોડી આપની સીટ પર થી ઉઠી ગયા તો લઝીઝ આલું ટીક્કી પ્લેટફોર્મ પર આપની રાહ જોતી મળશે.

4. ચિકન બિરયાની(શોરાનુર, કેરળ):ચિકન બિરયાની પુરા ભારત માં પસંદ કરવા માં આવતું પકવાન છે. તેની લોકપ્રિયતા નો અંદાજ એ વાત થી લગાવી શકાય છે કે હૈદરાબાદી બિરયાની ના ઠેલા દેશ ના દરેક મોટા શહેર માં મળી જાય છે. દક્ષિણ ભારત માં બિરયાની નો અલગ સ્વેગ છે. કેરળ માં એક જગ્યા છે શોરાનુર અહી ના રેલ્વે સ્ટેશન પર વેચાતી ચિકન બિરયાની જે રેલયાત્રી એ ખાઈ છે તે વખાણ કાર્ય વગર નથી રહી શકતા.

5. કૈમલ ટી(સુરેન્દ્રનગર, ગુજરાત):ગુજરાત નું સુરેન્દ્રનગર સ્ટેશન એ વેચાતી ચા ખુબ પ્રખ્યાત છે. આ ચા ની ચાયપતીનહિ પરંતુ તેમાં રહેલું દૂધ ખુબ અલગ હોય છે. અલગ એટલા માટે કારણ કે નામ ના અનુરૂપ તેમાં ઊંટ નું દૂધ નો ઉપયોગ કરવા માં આવે છે.

6. છોલે ભટુરે( જલંધર પંજાબ):આમ તો પુરા પંજાબ માં છોલે ભટુરે ખાવામા આવે છે. પરંતુ જલંધર સ્ટેશન પર વેચાતા છોલે ભટુરે ખુબ જ લઝીઝ હોય છે. તે જ તો કારણ છે કે ત્યાં થી ગુઝરતા દરેક યાત્રી તેના વખાણ કરતા નથી થાકતા.

7. ચિકન કટલેટ(હાવડા, પશ્ચિમ બંગાળ):અંદર થી મુલાયમ અને બહાર થી ક્રિસ્પી, હાવડા નું આ ચિકન કટલેટ ખુબ જ સ્વાદિષ્ટ માનવા માં આવે છે અહી ના લોકલ નિવાસી તો તેને ખુબ ખાય છે સાથે જ બહાર થી આવનાર યાત્રીઓ વચ્ચે પણ સારી લોકપ્રિયતા છે.

8. કોઝીકોડ હલવા (કાલીકટ,કેરળ):કોઝીકોડ હલવા કાલીકટ માં ખુબ પ્રસિધ્ધ છે અહી આવનાર દરેક પર્યટક કેળા ની ચિપ્સ અને કોઝીકોડ હલવા પોતાની સાથે જરૂર લઇ જાય છે. જો આપ તે રસ્તા થી પસાર થઇ રહ્યા છો તો કાલીકટ સ્ટેશન પર પણ એ સરળતા થી મળી રહશે.

9. પોહાં(રતલામ, મપ્ર):ભારત માં સવાર ના નાસ્તા માં પોહાં ને ખાસ જગ્યા આપવા માં આવે છે. મધ્યપ્રદેશ ના માલવા ક્ષેત્ર થી પસાર થતા લોકો તે નાસ્તા ખુબ પસંદ કરે છે જો આપ રતલામ સ્ટેશન થી પસાર થઇ રહ્યા છો તો અહી ના પોહાં ખાયા વગર આગળ પણ ન વધતા.

10. રબડી(આબુ રોડ, રાજસ્થાન ):જે જગ્યા પર દૂધ દહીં નું ખાનું હોય ત્યાં મીઠા માં રબડી નું વેચાવું સ્વાભાવિક છે. રાજેસ્થાન માં પણ રબડી પ્રમુખતા થી વેચાય છે દૂધ ને માટી ના ગ્લાસ માં પકાવી ને કુલ્હડ માં પીરસાય છે કયારેક આબુ રોડ થી પસાર થવા નું થાય તો રબડી જરૂર થી ચાખવી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.