અબજો ની સંપત્તિના માલિક અમિતાભ ગામડામાં બળદગાડા અને ખાટલા પર સુતા નજરે આવ્યા, શું છે મામલો? વાંચો

0

શું તમે કયારેય કોઈ સુપરસ્ટાર ને ગામડા માં જોયા છે? તમારો જવાબ હશે ‘હા’. ઘણીવાર સુપરસ્ટાર ગામમાં પોતાની ફિલ્મ ની શૂટિંગ માટે આવતા રહે છે, પણ ત્યાં પણ તે લાઈમલાઈટ થી ભરપૂર જીવન જીવે છે. સુપરસ્ટાર ને પણ એક સામાન્ય લોકોની જેમ જીવતા કોઈએ કદાચ જ જોયા હશે કે પછી ના પણ જોયા હોય. પણ હાલના દિવસોમાં અમિતાભ બચ્ચન ખુબ ચર્ચા માં છવાયેલા છે. અમિતાભ જી નાગપુર એક ગામમાં આનંદ ઉઠાવી રહ્યા છે અને તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન જેની પાસે કરોડો નો બંગલો, કરોડો ની ગાડીઓ અને આગળ પાછળ નોકરો ની લાંબી લાઈન હોય છે, તે બળદગાડા પર બેઠેલા જોવા મળે તો? અમિતાભ જી હાલના દિવસોમાં બળદગાડા માં સફર કરતા અને ખાટલા પર સુતા નજરમાં આવ્યા છે.બળદગાડા પર બેઠેલા નજરમાં આવ્યા અમિતાભ જી:
અમિતાભ જી હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ની શૂટિંગ માટે નાગપુર ગયેલા છે, પણ જે તસ્વીરો વાઇરલ થઈ રહી છે તે કોઈ ફિલ્મ નો હિસ્સો નથી. ફિલ્મ ની શૂટિંગ ના દરમિયાન અમિતાભ જી મસ્તી કરતા પણ નજરમાં આવ્યા છે અને આ દરમિયાન તેમણે બળદગાડી પર પણ સવારી કરી હતી. બળદગાડા પર બેઠા પછી તેના ચહેરા પર એક ખાસ સ્મિત જોવા મળ્યું, જેનો ઉલ્લેખ તેમણે પોતાની પોસ્ટ માં પણ કર્યો હતો. અમિતાભ જી જમીન સાથે જોડાયેલા કલાકાર છે, એવામાં તેનું આવી રીતે ફરતા જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા છે.ગામના ખાટલા પર સુતા નજરમાં આવ્યા અમિતાભ જી:
આ સિવાય અમિતાભ જી ગામના ખાટલા પર પણ સુતા નજરમાં આવ્યા હતા. અમિતાભ જી એ આ તસ્વીર ને શેયર કરતા લખ્યું કે ગામ ના ખાટલા પર આનંદ લઇ રહ્યો છું.અમિતાભ ના આ કૈપ્શન થી જ સ્પષ્ટ થઇ ગયું છે કે તે આવી બધી ચીજોને કેટલા યાદ કરે છે અને ખુબ મસ્તી પણ કરી રહ્યા છે.ફિલ્મ ‘ઝુડ’ ની શૂટિંગ માં વ્યસ્ત છે અમિતાભ જી:
સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે. તેની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ છે તો બીજી ફિલ્મ ‘ઝુડ’. ઝુડ ની શૂટિંગ માટે તે નાગપુર ના ગામમાં ગયેલા છે, જ્યાં તેમણે ખુબ મસ્તી કરી હતી. અમિતાભ જી આ ફિલ્મમાં પ્રોફેસર નો કિરદાર નિભાવી રહ્યા છે, એવામાં આ ફિલ્મ માટે તે ખુબ જ ઉત્સાહીત છે.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here