ખરતા વાળથી પરેશાન છો? આવી રીતે કરો ડુંગળીના રસનો ઉપયોગ.. વાંચો બીજા અઢળક ફાયદા..

0

ડુંગળી ના રસ નો ઉપયોગ કરો ખરતા વાળ માટે

શું તમે ખરતા વાળ થી દુખી છો, શું તમારા વાળ પાતળા અને ભૂરા છે. જો તમને પણ વાળ ની આવી તકલીફ છે તો તમે સાવધાન થઈ જાઓ કારણ કે આ ખરતા વાળ તમારા આત્મવિશ્વાસ માં ઉણપ લાવે છે. વાળ એ આપણાં શરીર નો મહત્વ નો ભાગ છે, આથી વાળ ની સંભાળ કરવી એ ખૂબ જ જરૂરી છે. આથી જ તમને એ જાણી ને આશ્ચર્ય થશે કે ડુંગળી કે જેનો ઉપયોગ આપણે આપણાં રોજિંદા ખોરાક માં કરીએ છીએ. તે જ તમારા વાળ ને લગતી અનેક સમસ્યાઓ ને દૂર પણ કરી શકે છે. અહી આપણે જાણીશું ડુંગળી ના રસ નો ઉપયોગ કરી ને તમે પોતાના વાળ ને કેવી રીતે સ્વસ્થ રાખી શકશો.

આ પ્રાકૃતિક ઉપચાર તમને કદાચ ઉપયુક્ત ના લાગે પણ આ પ્રયોગ પ્રાચીન સમય થી વાળ ને ખરતા અટકાવવા માટે કરવા માં આવે છે, ડુંગળી અને ડુંગળી નો રસ તમારા વાળ માં વૃધ્ધિ કરવા મા મદદરૂપ થાય છે.

ડુંગળી નો રસ કઈ રીતે કાઢવો

વાળ ના વિકાસ માટે ડુંગળી નો રસ કાઢવા માટે પહેલા ડુંગળી ની છાલ કાઢો, તેને નાના-નાના ટુકડા માં સમારી લો. આ ટુકડા ને કોઈ એક સાફ અને પાતળા કપડાં માં નાખો અને તેને નીચવો, અથવા રસ કાઢવા માટે તમે બ્લેન્ડર, અથવા જ્યુસર નો પણ ઉપયોગ કરી શકો છો. હવે માથા પર તેનાથી માલિશ કરો.

વાળ ના વિકાસ માં ડુંગળી કઈ રીતે મદદ કરે છે

સલ્ફર એ વાળ ના નિર્માણ માટે ખૂબ જ ઉપયોગી ઘટક છે. જે ડુંગળી માં સારી એવી માત્રામાં મળી રહે છે. સલ્ફર તમારા શરીર માં રક્તપરિસંચરણ માં સુધારો કરે છે અને ઉચિત પોષણ આપી ને તમારા વાળ ને ખરતા રોકે છે. ડુંગળી ખુબ જ સારું એન્ટિ-બેકટરીયલ છે, જે તમારા માથા ના આવા સંક્રમણ ને ઓછું કરવા માં મદદ કરે છે અને વાળ ને ખરતા અટકાવે છે.

આ સિવાય તેમાં કેટલસ એંજાઈમ પણ હોય છે જે એન્ટિઓક્સિડેંટ હોય છે. જે ઘણા લોકો માં વાળ ને સમય થી પહેલા ભૂરા થવા ને રોકે છે. ડુંગળી ના રસ ને વાળ અને માથા પર લગાવવા થી તે લાંબા કરવા માટે વધારા નું સલ્ફર પ્રદાન કરે છે. અને ખરતા વાળ ને રોકે છે. વાળ ની વૃધ્ધિ કરવા માં મદદ કરે છે.

ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે

ઘણા કિસ્સાઓ માં વાળ ખરવા માટે ડુંગળી નો રસ ખૂબ પ્રભાવી સાબિત થાય છે. તે વાળ ની ચમક માં વધારો કરે છે. આ સિવાય ડુંગળી નો રસ માથા ના ડેંડ્રફ ના ઉપચાર માટે અને ભૂરા વાળ થતાં અટકાવવા માટે કારગત સાબિત થાય છે. ડુંગળી ના રસ નો ઉપયોગ કરવા થી તમને અનેક સમસ્યાઓ જેવી કે કેશાભાવ ઉપચાર, માથા નો સોજો, માથા ની ખજવાળ, ખરતા વાળ, બેજાન વાળ, ભૂરા વાળ અને માથા ના સંક્રમણ માં મદદ મળે છે.

વાળ માટે ડુંગળી અને મધ નો પ્રયોગ

¼ કપ ડુંગળી ના રસ ની સાથે એક ચમચી મધ ભેળવો અને તેને પોતાના માથા પર લગાવો. આ મિશ્રણ ને પોતાના ના માથા પર ઓછા માં ઓછું અડધા કલાક માટે રહેવા દો. તમે તેને આખી રાત પણ રાખી શકો છો. પછી તેને સાફ પાણી થી ધોઈ નાખો. આ એક પ્રાકૃતિક ઉપચાર છે આથી તેનો પ્રભાવ જોવા માટે તમારે સમય લાગશે. આ મિશ્રણ નો ઉપયોગ તમે પ્રતિદિન એક વાર અથવા અઠવાડિયા માં ત્રણ વખત કરી શકો છો. આ પ્રયોગ સતત બે મહિના માટે શરૂ રાખવો.

મજબૂત વાળ માટે ડુંગળી અને દહીં નું હેયર માસ્ક

દહીં વાળ ને ખરતા રોકવા માં મદદ કરે છે. અને ડુંગળી ના રસ ની સાથે મિક્સ કરવા થી વાળ ના વિકાસ માં મદદ મળે છે. એક વટકા માં બે ચમચી દહીં અને તાજો ડુંગળી નો રસ મિક્સ કરો, પોતાના માથા પર તેને હેયર માસ્ક ની જેમ લગાવો અને એક કલાક પછી શેમ્પૂ થી ધોઈ નાખો.

ઘણા લોકો ને ડુંગળી ના રસ નો ઉપયોગ કરવા થી ચામડી પર લાલ નિશાન, ખુજલી, માથા માં ખંજવાળ ની સમસ્યા થઈ શકે છે આથી તેનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. તેમજ વાગ્યું હોય કે ફાટેલી ચામડી પર ડુંગળી નો રસ લગાવવો નહીં. ડુંગળી ની ગંધ ઘણા લોકો ને ગમતી નથી હોતી, આથી તમે ડુંગળી ના રસ ની સાથે લીંબુ નો રસ, એસેશિયલ ઓઇલ, બેંકિંગ સોડા, સફરજન ની છાલ અથવા ગુલાબ જળ સાથે ઉપયોગ કરી શકો છો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here