ખરતા વાળ ને રોકવા માટે રસોઈ ની આ વસ્તુઓ નો ઉપયોગ કરો, ટકલા થવા થી બચી જશો – ટિપ્સ વાંચો

0

આજકાલ લોકો આટલા વ્યસ્ત છે કે એના ખાવા પીવા નું સારી રીતે ધ્યાન નથી રાખી શકતા. જેનો સૌથી વધુ અસર વાળ પર પડે છે. જણાવી દઈએ કે ખોટી ખાણી પીણી ને કારણે હોર્મોન નું સંતુલન ખરાબ થવા ને કારણે વાળ ખરવા લાગે છે. જો તમે પણ વાળ ખરવા ની આ સમસ્યા થી પીડાઓ છો તો વાળ ના મિત્ર ભૃનગરાજ નો ઉપયોગ કરો. સાચું માનો આ આયુર્વેદિક ઉપચાર પછી તમારા વાળ લહેરાતા કહેશે “શુક્રિયા જનાબ શુક્રિયા “

1. ભૃંગરાજ:ભૃનગરાજ વાળ ને ખરતા રોકવા ની સાથે એને ઘટ્ટ બનાવવા માં પણ મદદ કરે છે. આ જ કારણ છે કે દરેક હેયર કેર ઉત્પાદકો માં એ ઉમેરાય છે.આવો જાણીએ કે જલ્દી માં જલ્દી એની અસર વાળ પર કરવા માટે એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ.

સામગ્રી:
5-6 સુખા ભૃનગરાજ

લગાવવા ની રીત:

ભૃનગરાજ ની પત્તિઓ ને થોડા પાણી સાથે મિક્સ કરી ને એની પેસ્ટ બનાવી લો. પછી એ પેસ્ટ ને તમારા વાળ પર લગાવી ને 20 મિનિટ માટે છોડી દો. 20 મિનિટ પછી તમારા વાળ ને શેમ્પુ થી ધોઈ લો. તમે ઇચ્છો તો ભૃનગરાજ ની આ પેસ્ટ માં તુલસી કે આમળા પણ ઉમેરી શકો છો.એના સિવાય એક બીજી રીત પણ તમારા ખરતા વાળ ને રોકવા માં મદદ કરે છે.

2. શિકાકાઈ:શિકાકાઈ માં રહેલ વિટામિન એ, સી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ વાળ ને પોષણ દેવા ની સાથે એનો વિકાસ પણ કરે છે. વાળ ને સ્વસ્થ રાખવા માટે નારિયળ તેલ માં શિકાકાઈ મિક્સ કરી ને લગાઓ.

સામગ્રી:
6 ચમચી સૂકા શિકાકાઈ પાઉડર
2 કપ પાણી

બનાવવા ની રીત:

એક જગ માં શિકાકાઈ પાઉડર ભીનો કરી ને રાખી દો.એના પછી એ પાણી થી માથું ભીનું કરી દો અને પછી શિકાકાઈ શેમ્પુ થી માથું ધોઈ લો. વાળ ને 5 મિનિટ સુધી ધોઈ લો. તમે આ ઉપાય ને દરેક બીજા દિવસે ઉપયોગ કરી શકો છો.

3. બ્રાહ્મી:બ્રાહ્મી પાઉડર તમારા વાળ થી જોડેલ દરેક સમસ્યા ને દૂર કરવા માં મદદ કરે છે. આવો જાણીએ કેવી રીતે કરીએ એનો ઉપયોગ.

સામગ્રી:
2 ચમચી સૂકો બ્રાહ્મી પાઉડર
2 ચમચી સૂકો આમળા પાઉડર
2 ચમચી અશ્વગંધા પાઉડર
1/2 કપ દહીં

બનાવવા ની રીત:
આ બધી વસ્તુઓ ને મિક્સ કરી ને એની પેસ્ટ બનાવી લો. એના પછી તમારા વાળ ને બે હિસ્સા માં વેંહચી લો અને પેસ્ટ ને વાળ ની જડ સુધી લગાઓ. આ પેસ્ટ ને વાળ પર એક કલાક સુધી લગાવી રાખો એના પછી વાળ ને નવશેકા પાણી થી ધોઈ લો.

4. મેથી:મેથી દરેક ઘર માં ઉપયોગ થવા વાળી વસ્તુ છે. ખાસ વાત એ છે કે તમે એનો ઉપયોગ તમારા વાળ ને સુંદર બનાવવા માટે પણ કરી શકો છો. એના ઉપયોગ થી ન ફક્ત વાળ ને ખરતાં રોકી શકાય પણ માથા ની રુસી પણ દૂર થાય છે.

સામગ્રી:
2 ચમચી મેથી
2 ચમચી લીલી દાળ
1 ચમચી લીંબુ નો રસ
મુઠ્ઠી કડી પત્તા

બનાવવા ની વિધિ:
આ બધી વસ્તુઓ ને સાથે મિક્સ કરી એની પેસ્ટ બનાવવી લો. આ પેસ્ટ ને વાળ પર શેમ્પુ ની જેમ વાપરો.સારા રિઝલ્ટ માટે આ ઉપાય ને અઠવાડિયા માં બે વખત કરો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here