જાણો કેવું છે દીપિકા પાદુકોણનું સાસરિયાનું ઘર, દીપિકાએ રહસ્ય પરથી પડદો ઉંચક્યો, વાંચો

0

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલ પોતાનું વૈવાહિક જીવન ને માણી રહ્યા છે. બૉલીવુડ ની આ પાવર જોડી લગ્ન પછી લગાતાર રીશેપ્શન અને પાર્ટીઓમાં જોવામાં આવેલા છે. એવામાં દીપિકા ના ફેન્સ એ જાણવા માંગે છે જે લગ્ન પછી તેના સાસુ-સસરા નો વ્હવહાર કેવો છે. એવામાં એક ઇન્ટરવ્યૂ માં દીપિકા એ આ બાબત વિશે નો ખુલાસો કર્યો છે.રિપોર્ટ ના અનુસાર દીપિકા ને જોતા જ રણવીર ના માતા-પિતા ને એ વાતનો અનુભવ થઇ ગયો હતો કે આ તે જ છોકરી છે જે પોતાના ઘરની વહુ બનશે. દીપિકા એ એક કિસ્સો જણાવતા કહ્યું કે,રણવીર ને જયારે ડેન્ગ્યુ થયું હતું ત્યારે તે ફિલ્મ ની શૂટિંગ કરતી હતી અને કામ પૂરું થયા પછી તે રણવીર ને મળવા માટે જાતિ હતી. રણવીર ના માતા-પિતા ને ત્યારે જ લાગવા લાગ્યું હતું કે એક દિવસ આપણે બધા સાથે જ રહેવાના છીએ’.
દીપિકા એ જણાવ્યું કે તેના સસરા તેને એક દીકરી ની જેમ પ્રેમ કરે છે અને તેની સાસુ પણ એક મિત્રની જેમ જ રહે છે. આ ઇન્ટરવ્યૂમાં દીપિકા એ માં બનવાને લઈને પણ વાત કહી હતી. દીપિકાએ એ પણ જણાવ્યું હતું કે તેનો પ્રેગ્નેન્સી પ્લાન શું છે? દીપિકા એ કહ્યું કે-”લોકોની નજરો જયારે તમારા પર રહે છે તો તે સમયે તમારે દરેક પ્રકારની અફવાઓ નો સામનો કરવો પડતો હોય છે”.જણાવી દઈએ કે દીપિકા-રણવીરે 14-15 નવેમ્બર ના રોજ ઇટલી માં લગ્ન કર્યા હતા. બંન્ને એ કોંકણી અને સિંધી રિવાજો થી લગ્ન કર્યા હતા.તેના પછી તેઓએ બેંગ્લોર માં અને મુંબઈ માં 3 રીશેપ્શન પાર્ટી આપી હતી. જણાવી દઈએ કે લગ્ન ના પહેલા દીપ-વીર એ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું.હાલ લગ્ન પછી હવે દીપિકા અને રણવીર પોતાના હનીમૂન પર નીકળી ગયા છે,પણ તેઓ કઈ જગ્યાએ ગયા છે તેની જાણકારી મળી નથી. દીપિકા એ પદ્માવત પછી ઘણી ફિલ્મો સાઈન કરી છે.  સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને અક્ષય કુમાર ની લાઈનમાં ઉભી રહેનારી દીપિકા પહેલી અભિનેત્રી બની ગઈ છે.

દીપવીર હનીમૂન: ‘સિમ્બા’ ના રિલીઝ થયા પછી રણવીર દીપિકાને લઈને હનીમૂન પર જવા નીકળી પડ્યો

બૉલીવુડની સૌથી ખૂબસૂરત જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હવે તેમના લગ્ન પછી હનીમૂન માટે જવા નીકળી ગયા છે.જો કે હજુ સુધી કોઈને ખ્યાલ નથી કે આ જોડી ક્યાં ગઈ છે.

એક સાથે અને એક જ કલરના કપડામાં આ જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. લેધરની જેકેટમાં સજ્જ હતા રણવીર.
પોતાના લગ્ન પછી ‘સિમ્બા’ના પ્રમોશન ના કારણે આ જોડી હનીમૂન પર નહોતી જઈ શકી દીપવીરની આ શાનદાર જોડી.રણવીરના જીવનમાં લેડીલક બનીને આવી છે દીપિકા પાદુકોણ. તેના આવતાની સાથે જ ‘સિમ્બા’ સુપર હિટ રહી.
રણવીર દીપિકા હવે નવા વર્ષની ઉજવણી પછી જ ભારત પરત આવશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here