તમારી રાશિ પ્રમાણે તમારે કેવો મોબાઈલ નંબર રાખવો જોઈએ, જાણો તમારો અત્યારનો નંબર લકી છે કે અનલકી…વાંચો

0

આજે ઘણી વાર તમે જોયું હશે કે અમુક ગાડી નંબર, મોબાઈલ નંબર અરે મકાન નંબર પણ લોકો પોતાની પસંદનો લેવા માટે વધારાના પૈસા આપવા માટે પણ તૈયાર થઇ જાય છે. તો કેમ લોકો આવું કરતા હોય છે એ તમે જાણો છો? તો તમને જણાવી દઈએ કે દરેક રાશિના વ્યક્તિઓ માટે અમુક નંબર લકી હોય છે એ નંબર રાખવાથી તેમના બગડતા કામ બની જાય છે અને તેમને ઘણા લાભ થતા હોય છે. તો જો તમે પણ જાણીલો કે તમારો મોબાઈલ નંબર તમારી માટે કેટલો લકી છે અને કઈ રાશિના જાતકે કેવો નંબર પસંદ કરવો જોઈએ.

તમારા મોબાઈલ નંબરમાં છુપાયેલું છે તમારા કિસ્મતનું રહસ્ય.

તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે કિસ્મતથી વધુ કોઈને ક્યારેય કશું મળતું નથી. પણ આપણે કિસ્મતના ભરોસે બેસી થોડું રહેવાય છે. આપણે આપણી કિસ્મત જાતે બનાવવાની છે તેની માટે તમારે થોડી મહેનત કરવાની છે અને થોડા બીજા પ્રયત્ન કરવાના રહેશે. ઘણીવાર અમુક લોકોને ખબર જ નથી હોતી કે તેમની માટે કઈ વસ્તુ લકી છે અને કઈ અનલકી. એટલે જાણે અજાણે ઘણીવાર ભૂલ કરી બેસે છે. આજે અમે તમને જણાવીશું હંમેશા તમારી સાથે રહેતો એટલે કે તમારો મોબાઈલ નંબર તમારી માટે લકી છે કે નહિ.

મેષ : આ રાશિના જાતકો માટે નંબર ૪ અને ૭ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૪ અથવા ૭ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

વૃષભ : આ રાશિના જાતકો માટે નંબર ૫ અને ૮ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૫ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

મિથુન : આ રાશિના જાતકો માટે નંબર ૬ અને ૯ બહુ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૬ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

કર્ક : આ રાશિના જાતકો માટે નંબર ૮ અને ૯ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૮ અથવા ૯ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

સિંહ : આ રાશિના જાતકો માટે નંબર ૨ અને ૪ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૨ અથવા ૪ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

કન્યા : આ રાશિના જાતકો માટે નંબર ૫ અને ૮ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૫ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

તુલા : આ રાશિના જાતકો માટે નંબર ૭ અને ૧ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૭ અથવા ૧ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

વૃષિક : આ રાશિના જાતકો માટે નંબર ૪ અને ૫ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૪ અથવા ૫ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

ધન : આ રાશિના જાતકો માટે નંબર ૯ અને ૮ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૯ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

મકર : આ રાશિના જાતકો માટે નંબર ૪ અને ૯ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૪ અથવા ૯ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

કુંભ : આ રાશિના જાતકો માટે નંબર ૨ અને ૭ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો સરવાળો ૨ અથવા ૭ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખવો.

મીન : આ રાશિના જાતકો માટે નંબર ૬ અને ૮ લકી માનવામાં આવે છે. માટે જે મોબાઈલ નંબરનો ૬ અથવા ૮ થતો હોય તેવો નંબર લેવાનો આગ્રહ રાખજો.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here